પરિણીત પ્રેમિકાને મળવા માટે ઘરે પહોંચ્યો પ્રેમી, કોઈએ પતિને ફોન કરીને કરી જાણ, રંગે હાથે ઝડપાયા બંને પછી..
પરિણીત પ્રેમિકાને મળવા માટે ઘરે પહોંચ્યો પ્રેમી, કોઈએ પતિને ફોન કરીને કરી જાણ, રંગે હાથે ઝડપાયા બંને પછી..
વાયરલ વીડિયો પરની તસવીર
Uttar pradesh news: મહિલા પ્રેમીને (wife save boyfriend) બચાવતી દેખાતી હતી. તેણે એ પણ કહ્યું કે સવારે પતિ અને તેના એક સાથે બેશીને ચા પીધી હતી. ત્યારબાદ રાત્રે બંનેએ એક સાથે ઘરમાં દારુ પાર્ટી (liquor party) કરી હતી. પરંતુ પતિ એ વાતથી નારાજ હતો કે યુવક એકલો તેના ઘરમાં શું કરી રહ્યો છે.
લલિતપુરઃ ઉત્તર પ્રદેશઃ પતિ પત્નીના આડા સંબંધોના (extra marital affair) કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લલિતપુરમાં (lalitpur) એક પ્રેમીને પોતાની પ્રેમિકાના ઘરે એકલા મળવા (lovers alone in home) જવાનું ભારે પડ્યું હતું. અહીં પ્રેમિકા સાથે પ્રેમી ઘરમાં એકલો હતો ત્યારે જ કોઈએ મહિલાના પતિને ફોન કરીને જાણ કરતા પતિ મિત્રો સાથે પહોંચીને પ્રેમીની હાલત ખરાબ કરી નાંખી હીત. માર મારીને વીડિયો સોશિયલ મીડિયા (boyfriend beaten video viral) ઉપર વાયરલ કરી દીધો હતો. અને પોલીસે (police) સોંપી દીધો હતો.
લલિતપુરમાં પ્રેમિકાના ઘરે તેને એકલામાં મળવા માટે આવ્યો હતો. જોકે, પછી તે આફતમાં પડી ગયો હતો. કોઈએ મહિલાના પતિની પ્રેમી આવ્યો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ પતિ અને તેના દોસ્તો ઘરે પહોંચીને પકડી પાડ્યો હતો. અને ચપ્પલથી માર માર્યો હતો. એટલું જ નહીં દોસ્તોએ મેથીપાકનો આખો વીડિયો બનાવ્યો હતો. અને આખો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. અને ત્યારબાદ પોલીસને બોલાવીને આપી દીધો હતો.
મળતી માહિતી પ્રમાણે સદર પોલીસ સ્ટેશન અંતર્ગત વર્મી જૈન ઇન્ટર કરોલજ પાછળ રહેનારી એક પરિણીત મહિલાને ઘરમાં એકલા મળવા માટે પ્રેમી આવ્યો હતો. આ વિશે કોઈએ તેના પતિને ફોન કરીને જાણ કરી દીધી હતી. પતિ પણ પોતાના દોસ્તો સાથે ઘરે પહોંચી ગયો હતો. પત્નીએને બીજા પુરષ સાથે એકલા હાજર જોઈને પતિ અને તેના દોસ્તોએ પ્રેમીની જોરદાર ધોલાઈ કરી દીધી હતી.
પ્રેમીને બચાવતી દેખાઈ મહિલા
માનવામાં આવી રહ્યું છે કે મહિલા પ્રેમીને બચાવતી દેખાતી હતી. તેણે એ પણ કહ્યું કે સવારે પતિ અને તેના એક સાથે બેશીને ચા પીધી હતી. ત્યારબાદ રાત્રે બંનેએ એક સાથે ઘરમાં દારુ પાર્ટી કરી હતી. પરંતુ પતિ એ વાતથી નારાજ હતો કે યુવક એકલો તેના ઘરમાં શું કરી રહ્યો છે. પતિ અને તેના મિત્રઓ તેને માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.
યુવક ચુપચાપ માર ખાતો રહ્યો
મળતી માહિતી પ્રમાણે જે યુવકને પકડ્યો હતો. તે યુવક ચુપ-ચાપ માર ખાતો રહ્યો હતો. પરંતુ યુવકે સહેજ પણ વિરોધ કર્યો નહીં. પિટાઈ બાદ પ્રેમીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. અને પ્રેમીની પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર