પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

News18 Gujarati
Updated: September 26, 2020, 5:51 PM IST
પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી
મહિલાની તસવીર

એક મહિલા રોજ રાત્રે પોતાના પતિ અને ત્રણ બાળકોને ઊંઘની દવા આપીને પોતાના પ્રેમીને ઘરે બોલાવતી હતી. આવ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો.

  • Share this:
મેરઠઃ ઉત્તર પ્રદેશમાં (Uttar) આવેલા મેરઠ (Meerut)માં એક વિચિત્ર ઘટના બનાવા પામી છે. એક મહિલા રોજ રાત્રે પોતાના પતિ અને ત્રણ બાળકોને ઊંઘની દવા આપીને પોતાના પ્રેમીને (wife affair) ઘરે બોલાવતી હતી. આવ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો. મહિલા ઉપર પતિના (Pati, Patni aur woh) પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે આ દરમિયાન તેણે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ લગાવતી હતી. જેના કારણે ગુપ્તાંગનો કેટલોક ભાગ બળી ગયો હતો.

પોલીસનું કહેવું છે કે, પતિ શાદાબ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે તેને અને તેમના બાળકોને નશીલો પદાર્થ ખવડાવીને સુવડાવી દેતી હતી. બધા લોકો સુઈ જાય ત્યારે તેની પત્ની તેના પ્રેમી ડોક્ટર વસીમને ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. પોલીસને બાળકો પણ બેભાન અવસ્થામા મળ્યા હતા.

મહોલ્લાના કેટલાક લોકોએ ડોક્ટર વસીમને રાત્રે શાદાબના ઘરે જતા જોયો હતો. ત્યારબાદ આ અંગેની જાણ નાના ભાઈ મોહસિનને કરી હતી. ત્યારબાદ વિસ્તારના કેટલાક લોકોને લઈને તે પોતાના ભાઈ શાદાબના ઘરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ-રૂપિયા કમાવવા ડાંગનો યુવક સુરત આવ્યો, TRB જવાનની માનતવા, ઘટના વાંચીને આંખમાંથી આવી જશે પાણી

પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ લગાવા અંગે પોલીસ કંઈ નથી કહેતી. પરંતુ જિલ્લા હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તેની તપાસ થઈ રહી છે. રિપોર્ટ આવ્યા પછી જ આ અંગે ખુલાશો થઈ શકે છે. ચાંદનીએ પોતાની પોલ ખુલતા જોઈને તેણે પોતાના ડોક્ટર પ્રેમી વસીમને ઘરના શૌચાલયમાં સંતાડી દીધો હતો. અને હાથની નસ કાપવાની ધમકી આપવા લાગી હતી.

આ પણ વાંચોઃ-વારાણસીઃ સાઉથ USમાં એમેઝોન નદીમાં મળતી માછલી ગંગામાંથી મળી, વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે આવો ડરઆ પણ વાંચોઃ-બૂટલેગરની દારૂ સંતાડવાની નવી રીત જોઈને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મળ્યો 4500 બોટલ દારુ

આ દરમિયાન તેણે પોતાને બચાવવા માટે પોતાના પતિના ગુપ્તાંગ ઉપર જ્વલનશીલ પદાર્થ પણ નાંખ્યો હતો. પોલીસ પત્ની ચાંદની અને તેના ડોક્ટર પ્રેમી વસીનને કસ્ટડીમાં લીધા છે. પતિ શાદાબ અને ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે. પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. (તસવીર આજતક)

ઉલ્લેખનીય છે કે, અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના અજબ ગજબ કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે. કેટલીક વખત અનૈતિક સંબંધોમાં હત્યા જેવા ગુનાઓ પણ થતાં હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં સામે આવેલા પતિ પત્ની ઓ વોના કેસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Published by: ankit patel
First published: September 26, 2020, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading