ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ઉજવી રહેલા પતિને પત્નીએ રંગે હાથે ઝડપ્યો, પછી જાહેરમાં થઈ જોવા જેવી

News18 Gujarati
Updated: February 14, 2020, 2:25 PM IST
ગર્લફ્રેન્ડ સાથે વેલેન્ટાઇન ઉજવી રહેલા પતિને પત્નીએ રંગે હાથે ઝડપ્યો, પછી જાહેરમાં થઈ જોવા જેવી
પ્રેમિકા સાથે વેલેન્ટાઇન ડે ઉજવી રેહલા પતિને પત્નીએ પકડ્યો અને પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

પતિ પર પ્રેમનું ભૂત સવાર થતાં તે બધું જ ભૂલી બેઠો, પોલીસ પૂછપરછમાં પ્રેમિકાની બોલતી થઈ બંધ!

  • Share this:
સંજય કુમાર, પટના : વેલેન્ટાઇન ડે (Valentine's Day)એટલે પ્રેમના એકરારનો દિવસ. આ દિવસે જ્યાં પ્રેમી અને પ્રેમિકા (Lovers) એક-બીજાની સાથે જીવવા-મરવાના વાયદા આપી રહ્યા છે તો બીજી તરફ પટનાના જાહેર રસ્તા પર કંઈક અલગ જ દૃશ્ય ઊભું થયું છે. પટના (Patna)ના બેલી રોડની વચ્ચે તે સમયે તમાશો ઊભો થયો જ્યારે પરિણીત યુવકની પત્નીએ તેની ગર્લફ્રેન્ડ સાથે બાઇક પર જતા ઝડપી પાડ્યો. પછી શું કહેવું, પતિ-પત્ની વચ્ચે જાહેર રસ્તા પર તૂ-તૂ, મેં-મેં શરૂ થઈ ગઈ. જોતજોતામાં વાત વણસી ગઈ. એક તરફ પ્રેમિકા તો બીજી તરફ પત્ની. બિચારા પતિની હાલત કફોડી થઈ ગઈ! રસ્તા પર હોબાળો વધતાં ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી અને ઝપાઝપી કરી રહેલા પતિ-પત્ની અને પ્રેમિકાને છૂટા પાડ્યા.

પત્નીએ પોલીસની સામે જ પતિ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા. પત્નીનો આરોપ છે કે ત્રણ વર્ષ પહેલા બંનેના પરિવારોની રાજીખુશીથી ધૂમધામથી તેમના લગ્ન થયા હતા. તેમને બે બાળકો છે, પરંતુ લગ્નના ત્રણ વર્ષ બાદ પતિ પર પ્રેમનું ભૂત સવાર થતાં તે બધું જ ભૂલી બેઠો.

જાણકારી મુજબ, શુક્રવારે વેલેન્ટાઇન ડે પર પોતાની પત્ની અને બાળકોને છોડીને પતિ પ્રેમ વ્યક્ત કરતાં ઈકો પાર્ક જઈ રહ્યો હતો. ટ્રાફિક પોલીસની સૂચના પર જ્યારે ઘટનાસ્થળે મહિલા પોલીસ પહોંચી ત્યારે પતિની બોલતી બંધ થઈ ગઈ.

બીજી તરફ કથિત પ્રેમિકા પણ આ દરમિયાન પોલીસના સવાલોના કોઈ જવાબ ન આપી શકી. પોલીસ પતિ-પત્ની અને પ્રેમિકાને લઈ પોલીસ સ્ટેશન પહોંચીફ પોલીસ હાલ ત્રણેયની પૂછપરછ કરી રહી છે. મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીનું કહેવું છે કે પત્નીની લેખિત ફરિયાદ પર મામલાની તપાસ કરવામાં આવશે. પહેલા બંને પક્ષોની વચ્ચે કાઉન્સિલિંગ કરાવવામાં આવશે. જો બંને પતિ-પત્ની પરસ્પર સમજૂતી કરી લે છે તો ઠીક છે, નહીં તો પતિની વિરુદ્ધ કેસ નોંધીને કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો,

માનવભક્ષી કૂતરાઓએ પોલીસ લાઇનના રસોઈયાને બચકાં ભરીને મારી નાખ્યો!8 વર્ષની આ છોકરી બની ચૂકી છે 'Treeman', વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર
First published: February 14, 2020, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading