પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથે ઝડપ્યો, રસ્તા વચ્ચે જ પતિ અને પ્રેમિકાની ધોલાઈ, VIDEO VIRAL

પત્નીએ પતિ અને પ્રેમિકાની કરી ધોલાઈ

આ સમયે ગુસ્સે થયેલી પત્નીએ શેરીમાં દોડી, અને તેના પતિને પ્રેમિકા સાથે પકડી પાડ્યો અને પછી તેમની ધોલાઈ શરૂ કરી દીધી

 • Share this:
  ઓરંગાબાદ : પતિ અને પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસથી બનેલો હોય છે. પરંતુ જ્યારે બંનેમાંથી કોઈ પણ એક વિશ્વાસઘાત કરી અવૈધ સંબંધ બાંધે ત્યારે જોવા જેવી થઈ જાય છે. આવો જ એક કિસ્સો ઔરંગાબાદથી સામે આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. અહીં પત્નીએ પોતાના પ્રેમીને પ્રેમિકા સાથે મસ્તી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પત્ની ખુબ ગુસ્સે થઈ અને રોડ વચ્ચે જ પતિ અને તેની પ્રેમિકાને પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલના કેમેરામાં કેદ કરી દીધી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયો ઔરંગાબાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પતિના વર્તન પર શંકા હોવાથી પત્ની તેના પતિ પર નજર રાખી રહી હતી. પત્નીએ પતિનો પીછો કર્યા બાદ પતિ અને તેની ગર્લફ્રેન્ડ ઔરંગાબાદના વરદ ગણેશ મંદિર ચોક પાસે હોટલમાં જવા માટે કારમાં જેવા બેઠા અને પત્નીએ પોતાની શૈલીમાં તેમના પર તૂટી પડી.

  આ સમયે ગુસ્સે થયેલી પત્નીએ શેરીમાં દોડી, અને તેના પતિને પ્રેમિકા સાથે પકડી પાડ્યો અને પછી તેમની ધોલાઈ શરૂ કરી દીધી. જ્યારે પતિએ તેની પત્નીને આવતી જોઈ ત્યારે તે થોડા સમય માટે પતિ ચોંકી ગયો. ઓરંગાબાદમાં પત્ની દ્વારા પતિ અને તેની પ્રેમિકાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચોજો ટ્રેન રાત્રે 11:55 વાગ્યે સ્ટેશન પર આવે અને 12:05 વાગ્યે રવાના થાય, તો કયા દિવસની ટિકિટ લેવાની રહેશે?

  જોકે, આ વિડિઓ ક્યારનો છે તે જાણી શકાયું નથી. આ વીડિયોમાં જોવા મળ્યું કે, પતિ અને તેની પ્રેમિકા રંગે હાથે પકડાયા બાદ પત્નીએ તેમને સારો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં શૂટ કરી હોય તેવું લાગી રહ્યું છે અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (Disclaimer - ન્યુઝ18 ગુજરાતી આ વીડિયો ઔરંગાબાદનો જ છે, તેવી પુષ્ટી નથી કરતું)
  Published by:kiran mehta
  First published: