પતિના બેડરૂમમાં હતી કોઇ અન્ય મહિલા, અચાનક પત્ની આવી જતા થયો હંગામો, જુઓ Video

પ્રતિકાત્મક તસવીર

viral video- હંગામો એટલો વધી ગયો કે બંને મહિલાઓ મારામારી પર ઉતરી આવી

 • Share this:
  પલામૂ, ઝારખંડ : પત્નીએ જ્યારે બેડરૂમમાં કોઇ અન્ય મહિલાને જોઈ તો ઘણો હંગામો થયો હતો. હંગામો એટલો વધી ગયો કે બંને મહિલાઓ મારામારી પર ઉતરી આવી હતી. આ દરમિયાન કોઇએ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાયરલ થયો છે.

  જાણકારી પ્રમાણે ડાલટગંજ રેલવેમાં કાર્યરત સીનિયર પીડબલ્યુઆઈ અભય કુમાર સિન્હા છેલ્લા થોડાક દિવસોથી સરકારી ક્વાર્ટરમાં પોતાની એક મહિલા મિત્ર સાથે રહેતા હતા. તેમની પત્ની અને બાળકો રામગઢમાં રહેતા હતા. પત્નીને આ મહિલા વિશે ખબર પડી તો તે કોઈને કહ્યા વગર અચાનક પતિના સરકારી ક્વાર્ટરમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન કોઇ અન્ય મહિલાને પતિના બેડરૂમમાં જોઈ તો ભડકી હતી અને હંગામો મચાવ્યો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો કે વાત પોલીસ સુધી પહોંચી હતી.

  આ પણ વાંચો - બનાસકાંઠા : પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, મિત્ર પ્રકાશ ઠાકોર જ નીકળ્યો હત્યારો

  પત્ની સાથે અણબનાવ

  સૂત્રોના મતે અભય કુમાર અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. આ કારણે તેમની પત્ની પોતાના બાળકો સાથે રામગઢમાં અલગ રહે છે. અભય કુમારના ક્વાર્ટરમાં છેલ્લા કેટલાક દિવસોથી તેમની મહિલા મિત્ર રહેતી હતી. આ વાતની જાણકારી પત્નીને થઇ ગઈ હતી અને તે ત્યાં પહોંચી હતી.

  કામ માટે આવી હતી મિત્ર

  આ મામલે અભય સિન્હાએ જણાવ્યું કે તેમની મહિલા મિત્ર અંગત કામ માટે તેમના ઘર પર રોકાઇ હતી. તેને લઇને તેની પત્નીને ખોટો વહેમ થયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે. અભય કુમારની મહિલા મિત્રએ આ મુદ્દે કશું પણ બોલવાની ના પાડી હતી.
  Published by:Ashish Goyal
  First published: