Home /News /national-international /પત્ની અર્ધ નગ્ન અવસ્થામાં સીડી પરથી ઉતરી, પતિને શંકા ગઈ અને...

પત્ની અર્ધ નગ્ન અવસ્થામાં સીડી પરથી ઉતરી, પતિને શંકા ગઈ અને...

સપના બીજા માળેથી સીડી નીચે રૂમ તરફ અર્ધ નગ્ન અવસ્થામાં આવી

બાથરૂમ નીચે હતું છતાં પત્ની બીજા માળેથી સીડી નીચે રૂમ તરફ અર્ધ નગ્ન અવસ્થામાં આવી, પતિને શંકા જતાં આવ્યો કરુણ અંજામ

અલીગઢઃ યુપીના અલીગઢમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને કારણે પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ આરોપી પતિ ઘરના ગેટ પર આવીને બેસી ગયો હતો. હત્યાની જાણ આસપાસના લોકોને થતાં ખળભળાટ મચી ગયો હતો. સ્થળ પર ભેગા થયેલા લોકોમાંથી કોઈએ પોલીસને જાણ કરી હતી. જે બાદ આવી પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આરોપી પતિની ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી.

મોહિતના લગ્ન 8 વર્ષ પહેલા સપના સાથે થયા હતા

આ સમગ્ર મામલો અલીગઢના બરલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગાઝીપુર ગામનો છે. જ્યાં રહેતા મોહિતના લગ્ન 8 વર્ષ પહેલા સપના (26 વર્ષ) નામની યુવતી સાથે થયા હતા. સપના અને મોહિતને 5 વર્ષનું બાળક પણ છે. મોહિત કરિયાણાની દુકાન ચલાવીને તેના પરિવારનું ભરણપોષણ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના પહેલા સપના અને મોહિત વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ મોહિતે તેની પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. પોલીસ સાથે ફોરેન્સિક ટીમ ઘટના પછી સ્થળ પર પહોંચી હતી અને હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર કબજે કર્યું હતું.

આ પણ વાંચો: મહિલાઓના કપડા ઉતરાવી સારવાર કરતો આ ડૉક્ટર

સપના બીજા માળેથી સીડી નીચે રૂમ તરફ અર્ધ નગ્ન અવસ્થામાં આવી

પોલીસ પૂછપરછમાં આરોપી મોહિતે તેની પત્ની સપના પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, હોળી પહેલા સપના કોઈની સાથે ગઈ હતી. ઘણી શોધી પરંતુ તે મળી ન હતી અને પછી 24 કલાક પછી ઘરે પરત આવી હતી. જ્યારે સપનાને પૂછ્યું કે તે ક્યાં ગઈ હતી તો તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. આ બાબતે ઝઘડો શરૂ થયો હતો. વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે સપના બીજા માળેથી સીડી નીચે રૂમ તરફ અર્ધ નગ્ન અવસ્થામાં આવી, જ્યારે બાથરૂમ નીચે છે. આ જોઈને મોહિતે વાંધો ઉઠાવ્યો. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મોહિતે જણાવ્યું કે, આ પછી ખૂબ જ ગુસ્સે થયો હતો અને તેણે નજીકમાં રાખેલા તીક્ષ્ણ હથિયારથી સપનાના માથા અને છાતી પર અનેક વાર કર્યા હતા.

ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યામાં વપરાયેલ હથિયાર ઘરના બાથરૂમમાં ફેંકી દીધો હતો અને આરોપી પતિ મોહિત પત્નીની લોહીથી લથપથ લાશને અર્ધ નગ્ન હાલતમાં ઘરની અંદર મૂકી આવીને ઘરના ગેટ પર બેસી ગયો હતો. ઘરની અંદરથી બૂમોનો અવાજ સાંભળીને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે તેઓ ઘરની અંદર જઇને જોયું તો બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે

આ મામલે અધિકારી બરલા સર્જના સિંહનું કહેવું છે કે, ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને માહિતી મેળવ્યા બાદ જાણવા મળ્યું હતું કે બંને પતિ વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો. હત્યાની જાણ થતાં ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી પતિની ધરપકડ કરી હતી.
First published:

Tags: Crime news, National news