ચંદીગઢ : પંજાબના (Punjab) પટિયાલામાં (Patiala)એક મહિલાને તેના પતિએ સોશિયલ મીડિયા (Social Media)પર વધારે વ્યસ્ત રહેવાના કારણે પિટાઇ કરી તો મહિલાએ તેલ છાંટીને પોતાને આગ લગાડી દીધી હતી. ઘટના પછી મહિલાને રાજિંદરા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાંથી તેને પીજીઆઈ ચંદીગઢ (PGI Chandigarh)રિફર કરવામાં આવી હતી. જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મરતા પહેલા મહિલાએ પોતાના પતિ સામે આત્મહત્યા માટે ઉફસાવવાનો કેસ (Abetment to suicide)નોંધાવ્યો છે. આ ઘટના 3 ઓક્ટોબરની છે. મહિલાને સારવાર માટે 4 ઓક્ટોબરે પીજીઆઈ ચંદીગઢ રિફર કરવામાં આવી હતી. જ્યાં 11 ઓક્ટોબરે તેનું મોત થયું હતું. પોલીસ આરોપો અને પ્રત્યારોપોની તપાસ કરી રહી છે.
મૃતકની ઓળખ કવિતાના રૂપમાં થઇ છે. પોલીસે કવિતાના નિવેદનના આધારે તેના પતિ જતિંદર શર્મા સામે સુસાઇડ માટે ઉફસાવવાનો કેસ નોંધ્યો છે. મૃતકના પરિવારે કવિતાના સાસરિયા પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.
મરતા પહેલા કવિતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે તેની કોઇ યુવક સાથે વાતચીત હતી. જેન લઇને તેના પતિએ તેની પિટાઇ કરી હતી. આ પછી મામલો પોલીસમાં લાવ્યા પછી પતિએ માફી માંગી લીધી અને પંચાયતમાં રાજી થયા હતા. જોકે કવિતાનો પતિ તેની સાથે રોજ મારપીટ કરતો હતો. જેના કારણે આ પગલું ભર્યું છે.
જોકે મૃતકના કાકાજી સસરા વિજય શર્માએ કહ્યું હતું કે 4 મહિના પહેલા તેના ભત્રીજાએ પોતાની પત્નીના ફોનમાં તેના યુવક મિત્રો સાથે આપત્તિજનક પોસ્ટ જોઈ હતી. જે પછી ઘરમાં ઝઘડો થયો હતો. આ મુદ્દે મૃતક કવિતાના ભાઈ મનોજે કહ્યું હતું કે કવિતા પર લગાવવામાં આવી રહેલા ખરાબ આરોપો પાછળ તેના પતિ જતિંદરનો હાથ છે. તેણે 5 મહિના પહેલા જ કવિતા પાસેથી ફોન છીનવી લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર