દૌસા, રાજસ્થાન : રાજસ્થાનના (rajasthan)દૌસા જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. લગ્નની પ્રથમ એનિવર્સરી (Marriage anniversary)પર પત્નીએ ષડયંત્ર (Conspiracy) રચીને પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને (Murder)ઘાટ ઉતાર્યો છે. સમાજ અને સંબંધોને કલંકિત કરતી આ ઘટના દૌસાના ચાંદસેન ગામની છે. પ્રેમી સાથે પતિની હત્યા કરનાર પત્નીનો પ્રેમી બીજો કોઇ નહીં પણ તેનો મામા જ છે. પોલીસે હત્યા કરનાર પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષક રાજકુમાર ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મામલાનો ખુલાસો કરતા કહ્યું કે દૌસા જિલ્લાના લાલસોટ સ્ટેશન વિસ્તારના ચાંદસેન ગામના કાલાકોતની ઢાણીમાં રેશન્તા ગુર્જરે પોતાની મેરેજ એનિવર્સરી પર આ હત્યાને અંજામ આપ્યો હતો. રેશન્તાના લગ્ન એક વર્ષ પહેલા ઓમપ્રકાશ ગુર્જર સાથે થયા હતા. રેશન્તાનું કરૌલી જિલ્લાના બાલા ખેડા ગામના ધર્મવીર સાથે અફેર ચાલી રહ્યું હતું. ધર્મવીર રેશન્તાની માતાના મામાનો પુત્ર હતો. જેથી પ્રેમી-પ્રેમિકા વચ્ચે મામા-ભાણીનો સંબંધ હતો.
15 મે ના રોજ રેશન્તાની લગ્નની પ્રથમ મેરેજ એનિવર્સરી હતી. રેશન્તાએ પ્રેમ પ્રસંગમાં વિધ્ન રૂપ બની રહેલા પોતાના પતિ ઓમપ્રકાશને 15 મે ની રાત્રે મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. રેશન્તા જ્યારે સાંજે ખાવાનું બનાવી રહી હતી ત્યારે તેણે શાકમાં ઊંઘની 10 ગોળી નાખી દીધી હતી. આ પછી તે પતિ અને સાસુને ખવડાવી હતી.
પ્રેમી મામાએ કુહાડીથી પ્રહાર કર્યો
પતિ ઊંઘી રહ્યો હતો ત્યારે રેશન્તાએ પોતાના પ્રેમી ધર્મવીરને બોલાવ્યો હતો. તેણે ઘરમાં રાખેલી કુહાડી પોતાના પ્રેમી મામાને આપી હતી. પ્રેમી ધર્મવીરે પ્રેમિકાના પતિ પર કુહાડીથી પ્રહાર કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
લગ્નની મેરેજ એનિવર્સરી પર આ હત્યાને અંજામ આપ્યા પછી પત્ની પોતાના રૂમમાં જઈને ઊંઘી ગઈ હતી. જ્યારે પ્રેમી બાઇક લઇને પોતાના ગામ ચાલ્યો ગયો હતો. સવારે હત્યા વિશે પરિવારજનોને જાણ થઇ હતી. તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે 12 કલાકમાં જ આ કેસ ઉકેલી નાખ્યો હતો અને પ્રેમી અને પત્નીની ધરપકડ કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર