Home /News /national-international /

સેનામાંથી નિવૃત્ત થયેલા પતિને હાથી પર ઘરે લાવી પત્ની, જણાવ્યું કારણ

સેનામાંથી નિવૃત્ત થયેલા પતિને હાથી પર ઘરે લાવી પત્ની, જણાવ્યું કારણ

પત્ની આરતીએ સેનાની વર્દીમાં આવેલા પતિ સોનુને હાથી પર બેસાડ્યા હતા

Gwalior Latest News - લગભગ 8 કિલોમીટર સુધી આ સરઘસ ચાલ્યું હતું, રસ્તામાં સૈનિકે હાથી પર ઉભા થઇને સેલ્યુટ પણ કર્યું હતું

    ગ્વાલિયર : એક સૈનિકે (soldier)ક્યારેય એ વિચાર કર્યો નહીં હોય કે નિવૃત્તિ થવા પર તેનું સ્વાગત શાનદાર અને હટકર થશે. પત્ની તેમના માટે હાથી લાવી હતી અને ધામધૂમથી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કલ્પના નિવૃત્ત સૈનિક (army)સોનુ લાલ ગોસ્વામી (Sonu Lal Goswami)માટે હકીકત બની ગઈ હતી. 18 વર્ષ દેશ સેવા કર્યા પછી જ્યારે સેનાનો જવાન સોનુ સ્ટેશન પહોંચ્યો તો પત્ની આરતીએ રેલવે સ્ટેશનથી લઇને હાથી પર બેસાડી સરઘસ કાઢ્યું હતું. આ પ્રસંગે સેનાના જવાને કહ્યું કે આજે મને લાગ્યું કે હું બીજી વખત વરરાજા બન્યો છું. જ્યારે તેની પત્નીએ કહ્યું કે મારા પતિ 14 વર્ષ પહેલા ઘોડા પર બેસીને મને દૂલ્હનના રૂપમાં લેવા આવ્યા હતા. આજે જ્યારે દેશ સેવા કરીને પરત ફરી રહ્યા છે તો હું પતિને હાથી પર બેસાડી ઘરે લાવી છું.

    ભિંડ જિલ્લાના આજનોદ ગામના રહેવાસી સોનુ લાલ ગોસ્વામી 2004માં ભારતીય સેનામાં સામેલ થયા હતા. તે સેનામાં સિપાહીના રુપમાં ઓપરેટરની પોસ્ટ પર તૈનાત થયા હતા. 18 વર્ષ સુધી સેનામાં દેશ સેવા કરનાર આ ફૌજી 28 ફેબ્રુઆરીએ હવલદારની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિના સમયે પત્ની આરતીએ ગ્વાલિયરમાં સ્વાગતની મોટી તૈયારી કરી હતી. જ્યારે સોનુ રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા તો ચકિત રહી ગયા હતા. તેમના સ્વાગત માટે એક તરફ હાથી તૈયાર ઉભો હતો તો ઘોડાગાડી સહિત ઘણા સંબંધીઓ પણ તૈયાર હતા.

    આ પણ વાંચો - લેંન્સેટનો દાવો, ભારતમાં કોરોનાથી 40 લાખના મોત, સરકારી આંકડા કરતા 8 ગણા વધારે

    8 કિમી સુધી ચાલ્યું સરઘસ

    આરતીએ સેનાની વર્દીમાં આવેલા પતિ સોનુને હાથી પર બેસાડ્યા હતા અને પછી પતિના જુલુસને લઇને ઘરે રવાના થયા હતા. લગભગ 8 કિલોમીટર સુધી આ સરઘસ ચાલ્યું હતું. રસ્તામાં સૈનિકે હાથી પર ઉભા થઇને સેલ્યુટ પણ કર્યું હતું. સોનુનું કહેવું હતું કે તેના જીવનમાં સેનામાં ભરતી થવું, આરતી સાથે લગ્ન, બે બાળકોના જન્મ સમયે જેટલી આનંદની ક્ષણ હતી તેટલી જ ખુશીઓથી ભરેલું તેમનું ગ્રાન્ડ વેલકમ છે. આરતીએ કહ્યું કે 14 વર્ષ પહેલા તેમના લગ્ન સમયે સોનુ ઘોડા પર બેસીને લેવા આવ્યા હતા. હવે તેમને હાથી પર લઇ જવા આવી છું.

    પત્નીએ જણાવ્યું કે કેમ કર્યો આવો નિર્ણય

    આરતીએ જણાવ્યું કે સેનામાં હોવાના કારણે પતિ વર્ષમાં થોડાક દિવસો જ ઘરે આવતા હતા. 2 બાળકોને સંભાળવાની સાથે-સાથે જવાબદારીઓએ તેના જીવનને ઉતાર-ચડાવથી ભરી દીધું હતું. આખરે આજે તે ક્ષણ આવી ગઇ કે જ્યારે પતિ 18 વર્ષ પછી સેનામાંથી નિવૃત્ત થઇને ઘરે પરત ફરી રહ્યા હતા. આ પ્રસંગ એવો છે હવે જીવન ભર માટે મારી પાસે અને બાળકો પાસે પાછા ફરી રહ્યા છે. આરતીએ કહ્યું હતું કે જીવનમાં આ દિવસ સૌથી મહત્વનો દિવસ હતો. આ તેના આગામી જીવનની શરૂઆત માટે શુભ મુહૂર્ત હતું. જેથી આ દિવસને યાદગાર બનાવવા માટે પોતાના પતિનું ગ્રાન્ડ વેલકમ કરવાનો નિર્ણય કર્યો હતો. પતિને રાજા-મહારાજા જેવા જોવા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Army Man, Gwalior

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन