Home /News /national-international /

વિચિત્ર ઘટના! પત્ની છત ઉપરથી કૂદી અને બાલ્કનીમાં અટકી, પરેશાન પતિએ આપ્યા તલાક

વિચિત્ર ઘટના! પત્ની છત ઉપરથી કૂદી અને બાલ્કનીમાં અટકી, પરેશાન પતિએ આપ્યા તલાક

પ્રતિકાત્મક તસવીર

ઘટના ત્યારે સામે આવી જ્યારે પત્નીની હરકતથી દુખી પતિએ તેને પિયર મોકલી દીધી હતી. અને ફેમિલી કોર્ટમાં તલાકની અરજી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી.

    ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપલમાં એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પત્ની પતિને વારંવાર બ્લેકમેઈલ કરતી હતી. જેનાથી પરેશાન થઇને પતિએ તેને તલાક આપી દીધા હતા. આ પત્ની વારંવાર ધમકી આપતી હતી. પતિને બ્લેકમેઇલ કરવા માટે તે છત ઉપરથી કૂદી જતી હતી. જોકે, તે પહેલા માળે જ અટકી ગઈ હતી. જોકે, તેને પતિ અને સાસુએ તેને બચાવી લીધી હતી.મળતી માહિતી પ્રમાણે આ મામલો ભોપાલનો છે. ઘટના ત્યારે સામે આવી જ્યારે પત્નીની હરકતથી દુખી પતિએ તેને પિયર મોકલી દીધી હતી. અને ફેમિલી કોર્ટમાં તલાકની અરજી કરી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી.

    બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થઈ હતી. ત્યારે બાદ પરિવારજનોની મરજીથી બંનેએ વર્ષ 2014માં લગ્ન કરી લીધા હતા. ધીરે ધીરે તે પતિને બ્લેકમેઈલ કરવા લાગી હતી. એક દિવસ પત્ની છત ઉપરથી કૂદી ગઈ હતી. ત્યારબાદ પતિએ કંટાળીને તલાક લીધા હતા.

    કોર્ટમાં પત્નીએ પોતાની ભૂલ સ્વીકારીને પતિ પાસે માફી માંગી હતી. તેણે કોર્ટમાં લેખિતમાં આપ્યું હતું કે તેની ભૂલ છે હવે આવું ફરીથી નહીં કરે. પરંતુ પતિ તેને કોઈ જ કિંમત ઉપર સાથે રાખવા માટે તૈયાર ન હતો. પત્નીના પિતા પણ પોતાની પુત્રની આ હરકતોના કારણે ગુસ્સે ભરાયા હતા. તેમણે પણ કહ્યું કે આ તેની પુત્રીની ભુલ છે.

    અત્યારે આ મામલે કોર્ટે ફરીથી કાઉન્સિલિંગ કરવા માટે આદેશ આવ્યો હતો. આ મામલે કાઉન્સિલિંગ રજૂ કર્યું છે. પતિ પત્નીની એક પુત્રી પણ છે. પત્ની છાસવારે પોતાની પુત્રી સાથે પણ મારપીટ કરતી હતી.

    વધુ વાંચો : Diwali 2020 : દિવાળીના દિવસે શ્રીયંત્રની આ રીતે કરો પૂજા, મેળવો મા લક્ષ્મીના આશીર્વાદ

    ઉલ્લેખનીય છે કે પત્ની દ્વારા પોતાના પતિને બ્લેકમેઈલ કરવાની અન્ય એક ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પણ સામે આવી છે. મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં એક મહિલા પોતાના સૈનિક પતિને (Soldiers husband) બ્લેકમેઈલ કરતી હતી. તે પતિને તેની બહેન એટલે કે પોતાની નણંદના અશ્લીલ ફોટો મોકલતી હતી.

    ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે પત્નીની (police arrested wife) ધરપકડ કરી હતી. આ આખી વાત એક સૈનિકને તેની બહેનની અશ્લિલ તસવીરો મોકલવાની ફરિયાદ પછી સામે આવી હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: BLACKMAIL, Husband, Talaq, Wife, ગુનો, ભોપાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन