કરવાચોથ ઉપર પતીએ પત્નીની ડિમાન્ડ પુરી ન કરી, પત્નીએ દોડાવી દોડાવીને માર્યો

News18 Gujarati
Updated: October 18, 2019, 8:40 PM IST
કરવાચોથ ઉપર પતીએ પત્નીની ડિમાન્ડ પુરી ન કરી, પત્નીએ દોડાવી દોડાવીને માર્યો
પ્રતિકાત્મક તસવીર

મહિલાએ પતિ પાસે કરવાચોથ ઉપર સોનાની નથણીલાવવા કહ્યું હતું. પરંતુ પતિ માત્ર સાડી લઇને આવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગઇકાલે એટલે કે ગુરુવારે સમગ્ર દેશમાં પત્નીઓ માટે ખાસ ગણી શકાય એવું કરવાચોથનું (karvachauth)વ્રત ધામધૂમથી ઉજવાયું હતું. આ ખાસ દિવસે પત્નીઓ પોતાના પતિઓ પાસેથી ખાસ વસ્તુઓની અપેક્ષા રાખે એ સ્વાભાવીક છે. પરંતુ ગાઝિયાબાદના (Ghaziabad)મુરાદનગરમાં કરવાચોથ ઉપર પત્નીને સોનાની (Gold) નથણી ન અપાવી શકનાર યુવકને ખુબ જ મોંઘુ પડ્યું હતું. આ વાતથી નારાજ પત્નીએ પોતાના પતિને દોડાવી (wife beat husband)દોડાવીને માર્યો હતો. પત્નીની મારથી બચવા માટે પતિ એક મકાનમાં ઘૂસી ગયો હતો. આ મામલો પોલીસ સ્ટેશન (police station)સુધી પહોંચ્યો હતો. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે મુરાદનગરની એક કોલોનીમાં એક યુવત પોતાની પત્ની અને ચાર વર્ષના પુત્ર સાથે રહે છે. યુવક ગાજિયાબાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મહિલાએ પતિ પાસે કરવાચોથ ઉપર સોનાની નથણીલાવવા કહ્યું હતું. પરંતુ પતિ માત્ર સાડી લઇને આવ્યો હતો. ગુરુવારે સવારે આ વાતને લઇને પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિને કહીને બીજા લગ્ન કરવા નીકળી પત્ની, પછી ભારે પસ્તાઇ

આ પણ વાંચોઃ-ખુશખબરઃ સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજનો ભાવ

જોતજોતામાં આ ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સેભરાયેલી પતિએ પત્નીને થપ્પડ ચોડી દીધા હતા. થપ્પડ ખાધા પછી મહિલાનો ગુસ્સો પોતાની ચરમસીમા ઉપર પહોંચી ગયો હતો. ત્યારબાદ મહિલાએ દંડો લઇને પતિની ધોલાઇ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ-Reliance Digitalથી ખરીદો OnePlus TV, મળશે ખાસ ઑફરમહિલાએ પતિને દોડાવી દોવીને માર્યો હતો. પતિનીના મારથી બચવા માટે પતિ એક મકાનમાં ઘૂસી ગયો હતો અને પોતાનો બચાવ કર્યો હતો. પતિની પીટાઇનો વીડિયો (video)સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં (Mobile)બનાવ્યો હતો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. અને પોલીસે પતિ પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
First published: October 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading