કરવા ચોથના એક દિવસ પહેલા દોરડું લઇને પહોંચી પત્ની, હાથ-પગ બાંધીને પતિની કરી પિટાઇ

પત્નીએ હાથ-પગ બાંધીને પતિની પિટાઇ કરી

karva chauth 2021- આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, પિટાઇની તસવીર સોશિયલ મીડિયામાં (Social media)ઝડપથી વાયરલ થઈ રહી છે

 • Share this:
  ઇટાવા : આખા દેશમાં રવિવારે કરવા ચોથ (Karva Chauth)મનાવવામાં આવી રહી છે. પત્નીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. જોકે કરવા ચોથના દિવસે રવિવારે યૂપીના (Uttar Pradesh)ઇટાવામાં (Etawah)ઘણો હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીંયા કરવા ચોથના એક દિવસ પહેલા એક પત્નીએ પોતાના પતિની પિટાઇ કરી દીધી છે. પિટાઇ દરમિયાન મહિલાએ પતિને દોરડાથી બાંધી રાખ્યો હતો. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પિટાઇની તસવીર સોશિયલ મીડિયામાં (Social media)ઝડપથી વાયરલ થઈ રહી છે.

  આ ઘટના બકેવર થાના ક્ષેત્ર અંતર્ગત મહેવા વસ્તીની છે. જાણકારી પ્રમાણે અહીં સાંજે ચતુરીબાબા રસગુલ્લાની દુકાન સામે એક વ્યક્તિ દારૂના નશામાં ટલ્લી થઇને આમથી તેમ ફરતો હતો. ત્યારે એક મહિલા આવી હતી અને તેણે તે વ્યક્તિના હાથ પગ દોરડાથી બાંધી દીધા અને પિટાઇ શરૂ કરી હતી. જાહેરમાં મહિલા પતિની પિટાઇ કરતી હતી તે જોઈને અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતમાં લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. ભીડ જોઈને મહિલા પતિને ઘસેડીને ઘરમાં લઇ ગઈ હતી. દંપતિન્ને ઓળખનારે જણાવ્યું કે બંને હાઇવેના એક કિનારે પાસે એક ગામમાં રહે છે.

  આ પણ વાંચો - OYO રૂમમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, 3 યુવક અને યુવતીઓ આપત્તિજનક હાલતમાં પકડાયા

  બતાવવામાં આવી રહ્યું છે કે કરવા ચોથની પૂજાનો સામાન ખરીદવા માટે પત્નીએ પતિને પૈસા આપ્યા હતા. ઘણા સમય પછી પણ પતિ ઘરેના પહોંચ્યો તો પત્ની તેને શોધવા માટે બજાર પહોંચી હતી. ત્યાં તેણે પતિને દારૂના નશામાં ધૂત જોયો હતો. બસ પછી તો મહિલાને ગુસ્સો આવ્યો અને દારૂડિયા પતિની પિટાઇ શરૂ કરી દીધી હતી.

  આ પણ વાંચો- ઓસ્ટ્રેલિયામાં રહેતા મિત્રએ આપ્યો આઈડિયા, પછી પતિ-પત્નીએ ગેંગ બનાવી 2 વર્ષમાં ઠગ્યા 22 કરોડ

  મહિલાએ ભાગી રહેલા બે લૂટારાને ઝાપટ મારીને પકડ્યા

  ગાજિયાબાદમાં (Ghaziabad) એક બહાદુર મહિલા ઇજાગ્રસ્ત થઇ હોવા છતા પણ બે લૂટારાને પકડીને પોલીસના હવાલે કર્યા છે. મહિલાની બહાદુરીની ઘણી ચર્ચા થઇ રહી છે. લૂટ દરમિયાન મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જોકે મહિલાએ બહાદુરી બતાવતા બંને બદમાશોને દબોચી લીધા છે. આ પછી પોલીસ સ્ટેશન (Police Station) લઇને પહોંચી અને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ બંને બદમાશોની પૂછપરછ કરી રહી છે. બંને બદમાશોએ બાઇક પર જઈ રહેલી મહિલા પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. જોકે જ્યારે મહિલાને ધક્કો મારીને ભાગવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ લૂટારાને ઝડપી લીધા હતા.
  Published by:Ashish Goyal
  First published: