પતિ ત્રણ મહિલાઓ સાથે પી રહ્યો હતો દારૂ, પત્ની વિફરી અને...

News18 Gujarati
Updated: March 19, 2019, 6:24 PM IST
પતિ ત્રણ મહિલાઓ સાથે પી રહ્યો હતો દારૂ, પત્ની વિફરી અને...

  • Share this:
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એક પત્ની તેના પતિની ધોલાઇ કરી રહી છે. વાયરલ વીડિયો પેરુનો છે, અહીં બારમાં વિફરેલી પત્નીએ અન્ય ત્રણ મહિલાઓ સાથે દારૂ પી રહેલા પતિને ઝડપી પાડી માર માર્યો હતો.

પતિ-પત્નીનો સંબંધ ખુબ નાજુક હોય છે, એમાં પણ જો કોઇ અફેરની વાત આવે તો આ નાજુક સંબંધમાં વિક્ષેપ પડે છે. જો કે પેરુમાં એક મહિલાઓ પોતાના પતિને અન્ય મહિલાઓ સાથે અફેર સહન ન કર્યો અને જાહેરમાં પતિને પાઠ ભણાવ્યો. સોશિયલ મીડિયા પર પતિને માર મારતો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પેરુનો છે, અહીં બારમાં મહિલાનો પતિ અન્ય ત્રણ મહિલાઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ: ક્રોસવર્ડનાં બાથરૂમમાં સગીરાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ

મહિલાએ તેના પતિની ખુરશી વડે ધોલાઇ કરી


આ વીડિયો નોર્ધન પેરુના લોરેટો વિસ્તારમાં સ્થિત ઇક્વાડોર શહેરમાં આવેલા એક બારનો છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ બાળકોના સ્કૂલના પૈસા મહિલાઓ સાથે દારૂની મહેફિલ માણવામાં ઉડાળે છે. જ્યારે તેણીને આ વાતની જાણ થઇ તો તે બારમાં પહોંચી અને તેણે રંગેહાથ મહિલાઓ સાથે દારૂ પીતા ઝડપી પાડ્યો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીએ તેના પતિ પર હુમલો કર્યો અને ખુરશી અને ટેબલ વડે માર માર્યો હતો.
First published: March 19, 2019
વધુ વાંચો
अगली ख़बर