પત્ની અને બોયફ્રેન્ડની લવ સ્ટોરીમાં થઇ પતિની એન્ટ્રી, અને પછી...

News18 Gujarati
Updated: August 12, 2019, 3:29 PM IST
પત્ની અને બોયફ્રેન્ડની લવ સ્ટોરીમાં થઇ પતિની એન્ટ્રી, અને પછી...
પ્રતિકાત્મક તસવીર

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે શિખા અને રોહિત વચ્ચે અનૈતિક સંબંધ હતા, જેના કારણે રાજીવ અને શિખા વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા.

  • Share this:
નોઇડામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે દરેકને હેરાન કરી દીધા, પત્ની અને બોયફ્રેન્ડ વચ્ચે કનડરૂપ થતા પતિ સાથે એવું થયું જે કોઇએ વિચાર્યું ન હતું. દિલ્હીમાં સુરજપુર પોલીસ સ્ટેશનમાં 23 જુલાઇએ એક બિલ્ડર પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસે તેની પત્ની અને પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ગૌતમબુદ્ધ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વૈભવ કૃષ્ણએ સોમવારે જણાવ્યું કે 23 જુલાઇએ દિલ્હીમાં રહેતા રિયલ એસ્ટેટ કારોબારી રાજીવ વર્મા પર ગ્રેટર નોઇડા સ્થિત તેમની કંસ્ટ્રક્શન સાઇટ પર ગોળીબાર કરી તેઓને ગંભીર રીતે ઘાયલ કરી દીધો. તેઓએ જણાવ્યું કે આ મામમે સૂરજપુર પોલીસ સ્ટેશને આજે રિયલ એસ્ટેટ વેપારીની પત્ની શિખા વર્મા, તેનો પ્રેમી રોહિત અને અન્ય એક વ્યક્તિ રોહન ઉર્ફ મનીષની ધરપકડ કરી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ #કામની વાતઃ સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?

કૃષ્ણના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે શિખા અને રોહિત વચ્ચે અનૈતિક સંબંધ હતા, જેના કારણે રાજીવ અને શિખા વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા. બાદમાં શિખાએ આડા સંબંધમાં નડતરરૂપ બનેલા પતિને હટાવવાનું નક્કી કરી લીધું, તથા પ્રેમી રોહિત સાથે મળી પતિ પર જીવલેણ હુમલો કરાવી દીધો.

રાજીવ વર્મા પર પાંચ ગોળી ચલાવવામાં આવી, ગંભીર રીતે ઘાયલ વર્માને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ગેરકાયદે હથિયાર પણ મળી આવ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેઓને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં જેલ મોકલવામાં આવ્યા છે.
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर