ચિત્રફૂટ, ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના ચિત્રફૂટમાં શહેર કોતવાલી ક્ષેત્રના ફાર્સન ટોલા મોહલ્લામાં પોતાના મામાના ભાઈ સાથે મળીને પતિની પત્થરોથી કચડીને હત્યા કરી દીધી હતી. આ પછી તે પોતાના બાળકને લઇને ફરાર થઇ ગઈ હતી. આ મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કોતવાલી પોલીસે હત્યારી પત્ની અને તેના મામાના ભાઈની ધરપકડ કરી છે. 29 મે ના રોજ હોરીલાલ નામના વ્યક્તિની ઘરમાં પત્થરથી કચડીને નિર્મમ હત્યા કરી કરી દીધી હતી. મૃતકના પરિવારજનોએ તેની પત્ની પૂજા અને પત્નીના મામાના ભાઈ બદલુ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.
ચિત્રફૂટ પોલીસે બંને સામે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. લગભગ 1 મહિના પછી કોતવાલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરતા ખુલાસો કર્યો કે મૃતકની પત્નીને તેના સગા મામાના ભાઈ સાથે પ્રેમ પ્રકરણ હતું. પતિ આ વાતનો વિરોધ કરતો હતો. જેથી પતિને રસ્તામાંથી હટાવવા માટે મૃતકની પત્નીએ મોતાના મામાના ભાઈ સાથે મળીને તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. 28 મે ના રોજ પોતાની પ્રેમી મામાના ભાઈને બોલાવી ઘરે દારૂની પાર્ટી કરી હતી. જેમાં પ્રેમીએ પહેલા પોતાની પ્રેમિકાના પતિને દારૂ પીવડાવી નશામાં લાવી દીધો હતો.
બંનેએ જોયું કે તે નશામાં ભાન ભૂલી ગયો છે તો તેમણે માથામાં પત્થરની પ્રહાર કરીને નિર્મમ હત્યા કરી નાખી હતી. આ પછી બંને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે પછી પોલીસે એક મહિના પછી બંને આરોપીઓને ધરપકડ કરી જેલ મોકલી આપ્યા છે.
" isDesktop="true" id="1109830" >
પોલીસ અધિક્ષક શૈલેન્દ્ર કુમાર રાયનું કહેવું છે કે પરિવારના કહેવા પર બંને પર હત્યાનો કેસ લખ્યો હતો. પોલીસે બંનેને પૂછપરછ કરી તો બંનેએ પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર