કોઈ ન આવતા પત્નીએ એકલા જ કરવા પડ્યાં પતિના અંતિમ સંસ્કાર, આ કારણે મુખાગ્નિ માટે કરતી રહી ઇન્કાર

News18 Gujarati
Updated: October 22, 2020, 6:22 PM IST
કોઈ ન આવતા પત્નીએ એકલા જ કરવા પડ્યાં પતિના અંતિમ સંસ્કાર, આ કારણે મુખાગ્નિ માટે કરતી રહી ઇન્કાર
કોઈ ન આવતા પત્નીએ એકલા જ પતિના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી.

સુલેખાએ કહ્યું કે, જે પતિએ પ્રેમ આપ્યો તેને મુખાગ્નિ કેવી રીતે આપું. લોકોની સમજાવટ બાદ સુલેખાએ તેના પતિને મુખાગ્નિ આપ્યો હતો.

  • Share this:
અલીગઢ: કિડની ખરાબ હોવાથી પતિનું મોત થઈ ગયું હતું. પત્ની સુલેખા આશા વર્કર છે. ઘરમાં ત્રણ નાની દીકરી છે. પતિની લાશ ઘરમાં જ પડી હતી. મોતના સમાચાર મળ્યાં બાદ પણ પાડોશમાંથી કોઈ આવ્યું ન હતું. ઘર નજીક જ થોડે દૂર રહેતો દિયર પણ ન આવ્યો. કોઈ કારણથી લોકો સુલેખાના ઘરથી દૂર જ રહ્યા હતા. પતિના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા તે વિચારતાં વિચારતાં રાત પડી ગઈ હતી. સગા-સંબંધી ન આવતા સુલેખાએ તેણી જે હેલ્થ સેન્ટર ખાતે કામ કરતી હતી તેના ડૉક્ટરને ફોન કર્યો હતો. સુલેખાની વાત જાણ્યા બાદ ડૉક્ટર થોડા લોકોને લઈને તેણીના ઘરે પહોંચ્યા હતા. તમામ વ્યવસ્થા કરવામાં આવી પરંતુ સુલેખાએ તેના પતિને મુખાગ્નિ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

જેણે પ્રેમ આપ્યો તેને મુખાગ્નિ કેવી રીતે આપવો: પત્ની

સ્વાસ્થ્ય કેન્દ્રના ડૉક્ટર અને એક સંસ્થાની મદદથી સુલેખાના પતિના મૃતદેહને સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર માટે જરૂરી સમાન ભેગો કરવામાં આવ્યો હતો. ચિતા ગોઠવી દેવામાં આવી હતી. મુખાગ્નિ આપવાની જ રાહ હતી. સુલેખા સાથે તેમના સંબંધીઓ કે તેમના પાડોશીઓ કોઈ આવ્યું ન હતું. સુલેખાને કોઈ દીકરો પણ ન હતો. ફક્ત ત્રણ દીકરી છે.

આ પણ વાંચો: વૃક્ષ બનીને દુનિયા સામે આવ્યો 40 વર્ષ પહેલા માર્યો ગયેલો વ્યક્તિ, આશ્ચર્ય પમાડે તેવી કહાની

લોકોએ સુલેખાને કહ્યું કે, તમે જ પતિની ચિતાને મુખાગ્નિ આપો. જોકે, સુલેખાએ આવું કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સુલેખાએ કહ્યું કે, જે પતિએ પ્રેમ આપ્યો તેને મુખાગ્નિ કેવી રીતે આપું. લોકોની સમજાવટ બાદ સુલેખાએ તેના પતિને મુખાગ્નિ આપ્યો હતો.

આ પણ જુઓ-

અંતિમ સંસ્કાર માટે ડૉક્ટરે સુલેખાની કરી મદદ

સુલેખાએ જ્યારે ફોન પર ડૉક્ટરની તમામ વાત કહી ત્યારે બાદ ડૉક્ટર આશુ સેક્સેના એક બીજી આશા વર્કરની મદદથી સુલેખાના ઘરે પહોંચ્યા હતા. પહેલા તો ડૉક્ટરે પાડોશીઓને સંભળાવ્યું હતું. જે બાદમાં એક સંસ્થા ઉપકરના અધ્યક્ષ વિષ્ણુ કુમાર બંટીને ફોન કરીને તમામ હકીકત કહી હતી. સંસ્થાના અધ્યક્ષ તાત્કાલિક એક ગાડી અને અમુક લોકો મોકલ્યા હતા. મૃતદેહને ગાડીમાં સ્મશાનઘાટ લઈ જવામાં આવ્યો હતો. તમામ સમાન એકઠો કરીને સુલેખાએ પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા.
Published by: Vinod Zankhaliya
First published: October 22, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading