પ્રેમિકા સાથે ફિલ્મ જોવા આવ્યો પતિ, સાળી અને પત્નીએ બંનને જાહેરમાં ધોઇ નાખ્યા

News18 Gujarati
Updated: November 4, 2019, 7:18 PM IST
પ્રેમિકા સાથે ફિલ્મ જોવા આવ્યો પતિ,  સાળી અને પત્નીએ બંનને જાહેરમાં ધોઇ નાખ્યા
વાયરલ વીડિયોની તસવીર

મધ્ય પ્રદેશના ઇન્દોર માં રવિવારે બપોરે એક વ્યક્તિ પોતાની મહિલા સહકર્મી સાથે ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચીને પોલીસ મામલો થાળે પાડ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઑફિસમાંથી મહિલા સહકર્મી સાથે ફિલ્મ જોવા જવું સામાન્ય બની ગયું છે. પરંતુ ક્યારેક મહિલા સહકર્મીને ફિલ્મ જોવા લઇ જવી પતિ માટે મુશ્કેલ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશમાં બની હતી જ્યાં ઑફિસમાંથી મહિલા સહકર્મી સાથે ફિલ્મ જોવા ગયેલા પતિને પત્ની અને સાળીએ બહાર ખેંચીને માર માર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઇન્દોર (Indore)માં રવિવારે બપોરે એક વ્યક્તિ પોતાની મહિલા સહકર્મી સાથે ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યો હતો. હૉલની બહાર જ વ્યક્તિની પત્ની અને સાળી આવી પહોંચી હતી. અને તેમણે આ બંનને માર માર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, મહિલા સહકર્મી પતિની કથિત પ્રેમીકા છે.

આ પણ વાંચોઃ-આ દિગ્ગજ અભિનેત્રીના જન્મદિવસે વાયરલ થયો બાળપણનો ફોટો, ઓળખવી મુશ્કેલ

બંનેને બાલ ખેંચીને ફેંટો મારીને માર માર્યો હતો. આટલું બધું જોઇને પતિ પણ હેરાન થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર ખુબ જ વાયરલ થઇ રહયો છે. બંને યુવતીઓએ આ મહિલાને ખુબ જ મારી હતી. સહકર્મીને બચાવવા માટે પતિ વચ્ચે આવ્યો તો તેને માર ખાવાનો વારો આવ્યો હોત.

આ પણ વાંચોઃ-photo: એક જ ફ્રેમમાં કેદ થયો ખાન પરિવાર, ગૌરી ખાને શૅર કર્યા ફેમિલી ફોટો

આ હંગામો જોઇને ભારે ભીડ એકઠી થઇ હતી. લોકોએ આ ઘટનાનો વીડિયો (viral) બનાવ્યો હતો. ખાસા સમય સુધી આ ડ્રામા ચાલ્યા બાદ કોઇએ પોલીસને (police) જાણ કરી હતી.આ પણ વાંચોઃ-video: ફોટોગ્રાફરોથી બચીને સારા ભાગી અને પાછળ વળીને આપ્યું આવું રિએક્શન

જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને બંનેને રોક્યા હતા. આ વીડિયો પ્રમાણે બંને મહિલાઓ યુવતીને ખારબ રીતે મારી રહી છે. બંને મહિલાઓ પીડિતાના વાળ ખેંચીને ફેંટો મારી રહી છે.
First published: November 4, 2019, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading