થાણેઃ એક વ્યક્તિની પત્ની ગાયબ (missing wife) થતાં તેને શોધમાં લાગી ગયો હતો. પત્નીને શોધતા (Finding a wife) શોધતા તે પોતાની સાથે કામ કરનાર ખાસ દોસ્તને ફોન લગાવ્યો હતો. પરંતુ તેણે ઉઠાવ્યો ન હતો. બે દિવસ બાદ તે પોતાના મિત્રના ફ્લેટ (Friend's flat) ઉપર ગયો હતો.
દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોયું તો પોતાની પત્ની અને મિત્રની સડેલી (Wife and friend found dead) હાલતમાં લાશો મળી હતી. આ જોઈને પતિના માથે આભ તૂટી પડ્યું હતું. આ સનસનીખેસ ઘટના મહારાષ્ટ્રના (Maharashtra) થાણે જિલ્લાની છે.
સંદીપ મૃતક મહિલાના પતિનો ખાસ મિત્ર હતો
પોલીસને બીજી લાશ ઓળખ કરતા માલુમ પડ્યું કે, આ 39 વર્ષીય સંદીપ સક્સેના હતો. જે અંબરનાથ પૂર્વમાં પ્રસાદમ રેસિડેન્સીમાં રહેતો. સંદીપ સક્સેસના મૃતક મહિલાના પતિનો ખાસ મિત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ
સ્ટોન ગ્રાઈન્ડર કટરથી સંદીપે કાપ્યું પોતાનું ગળું
મળતી માહિતી પ્રમાણે સંદીપ સક્સેનાએ પોતાનું કળું કાપવા માટે સ્ટોન ગ્રાઈન્ડર કટરનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ એવું લાગી રહ્યું હતું કે, સંદીપે પહેલા જંયતીની હત્યા કર્યા બાદ પોતાનું ગળું કાપ્યું હતું.
આ પણ વાંચોઃ-જૂનાગઢઃ વડાલ ગામમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટ્રેક ક્રોસ કરતા સમયે રેલવે લાઈનમાં ફસાઈ સાડી, ટ્રેન સાથે ખેચાઈ જતા મહિલા ટીચર કમકમાટી ભર્યું મોત
પત્ની અને મિત્ર વચ્ચે સંબંધ હોવાનું પતિએ જણાવ્યું
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અજીત, અંબરનાથમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. સક્સેના નિયમિત રૂપથી અજીતના ઘરે આવતોહતો. અને તેની પત્ની સાથે સંદીપની દોસ્તી પણ થઈ હતી. પોલીસને આપેલા નિવેદનમાં પતિ અજીતે જણાવ્યું કે, જયંતી અને સક્સેના વચ્ચે સંબંધ હતો. જેનો તેણે વિરોધ કર્યો હતો.
ઘરનો દરવાજો ખુલ્લો હતો, પત્ની અને મિત્રની લાશો પડી હતી
17 નવેમ્બરે જયંતી ગુમ થઈ હતી અને સક્સેના પણ અજીત દ્વારા કરેલા કોલનો જવાબ આપતો ન હતો. ત્યારબાદ ગુરુવારે અજીત સક્સેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં દરવાજો ખટખટાવવા ગયો તો દરવાજો ખુલ્લો મળ્યો હતો. જયંતી અને સક્સેના બંને ફ્લેટમાં મૃત મળ્યા હતા.