આતંકવાદ છોડી દેશ માટે કુરબાન થનારા લાન્સ નાયક વાણીને મળ્યો અશોક ચક્ર

News18 Gujarati
Updated: January 26, 2019, 3:49 PM IST
આતંકવાદ છોડી દેશ માટે કુરબાન થનારા લાન્સ નાયક વાણીને મળ્યો અશોક ચક્ર
લાન્સ નાયક નજીર અહમદ વાણીની પત્ની અને માતાએ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આ સન્માન ગ્રહણ કર્યું.

લાન્સ નાયક વાની અશોક ચક્ર મેળવનારા પહેલા કાશ્મીરી, તેમની પત્ની અને માતાએ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આ સન્માન ગ્રહણ કર્યું

  • Share this:
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગયા વર્ષે આતંકવાદીઓ સામે લડત ચલાવી શહીદ થનારા લાન્સ નાયક નજીર અહમદ વાણીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે પ્રજાસત્તાક દિવસના અવસરે અશોક ચક્રથી સન્માનિત કર્યા.

લાન્સ નાયક વાની અશોક ચક્ર મેળવનારા પહેલા કાશ્મીરી છે. તેમની પત્ની અને માતાએ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આ સન્માન ગ્રહણ કર્યું. અશોક ચક્ર શાંતિકાળમાં આપવામાં આવતુ્ર સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ચેકી અશ્મુજીના રહેનારા વાની આતંકવાદનો રસ્તો છોડી 2004માં ભારતીય સેનાની 162 ઇન્ફેન્ટ્રી બટાલિયન (પ્રાદેશિક સેના) સાથે જોડાયા હતા. શોપિયાંના બાટગુંડની પાસે હીરાપુર ગામમાં આતંકવાદીઓની સાથે એન્કાઉન્ટરમાં તે 25 નવેમ્બરે શહીદ થયા હતા. સન્માન સમયે તેમના વિશે કહેવામાં આવ્યું કે વાનીએ અભિયાનમાં બે આતંકવાદીઓને એકલા ઢાળી દીધા અને ગંભીર રીતે ઘાયલ થવા છતાંય ત્રીજા આતંકવાદીને ઘાયલ કરી દીધો.

આ પણ વાંચો, Republic Day 2019: દેશે ધરતીથી લઇ આકાશ સુધી બતાવ્યું પરાક્રમ

બીજી તરફ, વાનની પત્ની મેહજબીન તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કાશ્મીરના બાળકો અને યુવાઓને સાચો રસ્તો બતાવવા માંગે છે. તેઓએ પહેલા કહ્યું કે, મારી તરફથી હું બાળકો અને યુવાઓને સાચો રસ્તો દર્શાવવાનો પ્રયાસ કરીશ. હું તેમને કહીશ કે તમારે કાશ્મીર માટે કંઈક કરવાનું છે. તેઓએ કહ્યું કે, જો હું જોઈશ કે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યું છે તો હું તેને રોકીશ.

મેહજબીને જણાવ્યું કે, તેઓએ (વાનીએ) 24 નવેમ્બરની સાંજે મજને ફોન કર્યો હતો. તેમણે મને એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું. તેઓ જાણતા હતા કે તેઓ શહીદ થવા જઈ રહ્યા છે. પરંતુ તેઓ પોતાના કર્તવ્યને લઈને દૃઢ હતા. તેઓએ મને ચિંતા ન કરવા માટે કહ્યું હતું.મેહજબીને કહ્યું કે, તેમના શહીદ થવાના સમાચાર જાણ્યા બાદ હું રડી નહીં. એક અંદરનો સંકલ્પ હતો જેણે મને રોવા ન દીધી. તેઓએ કહ્યું કે, એક ટીચર તરીકે હું પોતાના રાજ્યના લોકોને સારા નાગરિક બનાવવા માટે પોતાને સમર્પિત કરું છું. મેં યુવાઓને સારા માર્ગે લાવવાનો સંકલ્પ લીધો છે અને તેના માટે મારે મારા પતિ-દુનિયાના સૌથી સારા પતિથી પ્રેરણા મળી રહી છે.

આ પણ વાંચો, જવાનોએ માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ, જુઓ તસવીરો

સેનાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, તેઓ એક બહાદુર સૈનિક અને શરૂઆતથી જ એક હીરો હતા. તેઓએ પોતાના ગૃહ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે સેવાઓ આપી. વાનીને આ પહેલા 2007 અને પછી 2018માં વીરતા માટે સેના પદકથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading