Abortion pills: અહીં મહિલાઓ પોતાની દીકરીઓ માટે ખરીદી રહી છે ગર્ભનિરોધક ગોળીઓ! શું છે કારણ?
Abortion pills: અહીં મહિલાઓ પોતાની દીકરીઓ માટે ખરીદી રહી છે ગર્ભનિરોધક ગોળીઓ! શું છે કારણ?
ગર્ભનિરોધક ગોળી (Shutterstock)
America law on abortion: અમેરિકને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપતા પચાસ વર્ષ જૂના રો વિ. વેડ કેસના નિર્ણયને રદ કર્યો હતો. આ નિર્ણય બાદ મહિલાઓ માટે ગર્ભપાતનો અધિકાર ફરી ગેરકાયદેસર બની ગયો છે.
નવી દિલ્હી: ઘણા સ્થળોએ ગર્ભનિરોધક (Contraceptive ) સાધનોનો ઉપયોગ કરવા બદલે છોછ અનુભવાય છે, પણ અમેરિકામાં એવું નથી. તાજેતરમાં ત્યાં બર્થ કંટ્રોલ (Birth Control), ગર્ભનિરોધક ગોળીઓ અને ગર્ભપાતની ગોળીઓની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેના પાછળ સુપ્રીમ કોર્ટમાં આવેલો રો સામે વેડનો કેસ (Roe v. Wade) જવાબદાર છે. દેશમાં ગર્ભપાત સંબંધિત નિયમો કડક થવાને કારણે મહિલાઓ અને પરિવારોએ આ ગર્ભનિરોધક અને ગર્ભપાતની ગોળી (Abortion pills)ઓનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ક્લિનિક્સમાં એપોઇન્ટમેન્ટની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ક્લિનિક જસ્ટ ધ પીલને ગર્ભનિરોધક ગોળીઓની માંગને લઈને એક કલાકમાં 100 અરજીઓ મળી રહી છે.
'પોતાની દીકરી માટે ભેગી કરી રહી છે ગર્ભનિરોધક ગોળીઓ'
આજતકના અહેવાલ મુજબ, કેટી થોમસ નામની મહિલાનું કહેવું છે કે, દેશમાં ગર્ભપાત ગેરકાયદેસર હશે તે જાણ્યા પછી તેણે તેની 16 વર્ષની પુત્રી માટે બર્થ કંટ્રોલ પીલ્સ ખરીદી છે. કેટીએ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે, મેં આ ગર્ભનિરોધક ગોળીઓ મારી પુત્રીની અનિચ્છનીય ગર્ભાવસ્થાના ડરથી ખરીદી છે. હું કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માંગુ છું. કેટી કહે છે કે, જો તેના 21 વર્ષના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડને ક્યારેય તેની જરૂર પડે, તો તે સ્થિતિમાં પણ મેં ઈમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓનો સ્ટોક કરવાનું શરૂ કર્યું છે.
એટલાન્ટામાં પેરેન્ટહુડ સાઉથઈસ્ટના પ્રવક્તા લોરેન ફ્રેઝિયર કહે છે કે, કેટલી ગોળીઓનો સ્ટોક કરી શકાય તે જાણવા માંગતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. જાણકારોએમહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ આ રીતે ગર્ભનિરોધક ગોળીઓનો સ્ટોક ન કરે. જરૂરિયાતમંદો માટે બજારમાં સ્ટોક ઉપલબ્ધ હોવો જોઈએ.
દેશભરના છ રાજ્યોમાં ઓનલાઈન ગર્ભપાતની ગોળીઓ પહોંચાડતા સ્ટાર્ટઅપ હે ઝેન કહે છે કે, શુક્રવારે તેની વેબસાઇટ પર ટ્રાફિક 1,000 ટકા વધ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દર્દીઓની માંગ બમણી થઈ ગઈ છે. અમેરિકાના 13 રાજ્યો પહેલાથી જ નવા નિયમો લાગુ કરી ચૂક્યા છે. આ રાજ્યોમાં અલાબામા, અરકાનસાસ, કેન્ટુકી, લ્યુઇસિયાના, મિઝોરીનો પણ સમાવેશ થાય છે.
જસ્ટ ધ પીલે પોતાની વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ધ્યાન આપતા નથી અને જરૂરિયાતમંદોની મદદ કરવાનું ચાલુ રાખીશું. અમે તમારા માટે અહીં છીએ. તમે મિનેસોટા, મોન્ટાના, વ્યોમિંગ અને કોલોરાડોમાં અમારી સેવાઓ લઈ શકો છો. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હજુ પણ ગર્ભાવસ્થાના પ્રથમ 10 અઠવાડિયામાં ગર્ભપાતને કાયદેસર બનાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે અમેરિકામાં વિરોધ પ્રદર્શન
અમેરિકી સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપતા પચાસ વર્ષ જૂના રો વિ. વેડ કેસના નિર્ણયને રદ કર્યો હતો. આ નિર્ણય બાદ મહિલાઓ માટે ગર્ભપાતનો અધિકાર ફરી ગેરકાયદેસર બની ગયો છે. જોકે, દરેક રાજ્ય ગર્ભપાત અંગે પોતાના નિયમો બનાવવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અમેરિકા સહિત દુનિયાભરના દેશોમાં વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ નિર્ણયની નિંદા કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર