Home /News /national-international /દરેક વ્યક્તિને વેક્સીન માટે કેમ મંજૂરી આપવામાં આવી રહી નથી? સરકારે આપ્યો જવાબ

દરેક વ્યક્તિને વેક્સીન માટે કેમ મંજૂરી આપવામાં આવી રહી નથી? સરકારે આપ્યો જવાબ

પ્રતીકાત્મક તસવીર

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી કે દેશમાં બધા માટે વેક્સીનેશનને મંજૂરી કેમ આપવામાં આવી રહી નથી

નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી કે દેશમાં બધા માટે વેક્સીનેશનને મંજૂરી કેમ આપવામાં આવી રહી નથી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઘણા લોકો પૂછે છે કે આપણે બધા માટે ટિકાકરણ કેમ ખોલી રહ્યા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના ટિકાકરણ અભિયાનના બે ઉદ્દેશ્ય છે. મોતોને રોકવી અને સ્વાસ્થ્ય સેવા પ્રણાલીની રક્ષા કરવી. તેમનો ઉદ્દેશ્ય એ લોકો માટે વેક્સીનનું પ્રબંધ કરવું નથી જે તેને ઇચ્છે છે પણ તેમના માટે કરવાનું છે જેમની તેની જરૂર છે.

સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે ભારતમાં સોમવારે 24 કલાકમાં કોવિડ-19 વેક્સીનના 43 લાખ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. જે એક રેકોર્ડ છે. તેના પરિણામ સ્વરૂપ મંગળવાર સવાર સુધી દેશમાં વેક્સીનના 8.31 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ભૂષણે કહ્યું કે અમેરિકામાં વેક્સીન આપવાની દૈનિક એવરેજ 30.53 લાખ ડોઝ છે. જ્યારે ભારતમાં 26.53 લાખ વેક્સીનના ડોઝ ભારતમાં પ્રતિદિન આપવામાં આવે છે. એક વેબસાઇટ પ્રમાણે અમેરિકાએ 112 દિવસોમનાં 16 કરોડ ડોઝ આપ્યા છે. જ્યારે ભારતે 79 દિવસોમાં 7.9 કરોડ ડોઝ આપ્યા છે.

આ પણ વાંચો - સુરત : સમયસર એમ્બ્યુલન્સ ના પહોંચતા પિતા બીમાર માસૂમ પુત્રને લઈને 1 કિમી દોડ્યા, છતાં જીવ ન બચ્યો

મુખ્યમંત્રીઓએ લખ્યો પ્રધાનમંત્રીને પત્ર

બધા માટે ટિકાકરણની મંજૂરી આપવાને લઇને ઘણા નેતા પ્રધાનમંત્રીને અપીલ કરી ચૂક્યા છે. આ સંબંધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને ટિકાકરણ કેન્દ્ર ખોલવા અને ટિકા આપવા માટે ઉંમર સંબંધી નિયમોમાં છૂટ આપવાનો આગ્રહ કર્યો છે. કેજરીવાલે કહ્યું કે જો જરૂરી મંજૂરી મળી જાય તો ત્રણ મહિનાની અંદર દિલ્હીમાં બધા લોકોનું ટિકાકરણ થઈ શકે છે.
" isDesktop="true" id="1086214" >

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ 25 વર્ષથી વધારે ઉંમરના લોકોના ટિકાકરણ માટે છૂટ આપવાને લઇને પીએમ મોદીને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરશે.
First published:

Tags: સરકાર

विज्ञापन