Home /News /national-international /કેમ લોકસભામાં હોય છે ગ્રીન અને રાજ્યસભામાં રેડ કાર્પેટ?

કેમ લોકસભામાં હોય છે ગ્રીન અને રાજ્યસભામાં રેડ કાર્પેટ?

લોકસભા અને રાજ્યસભાની અંદરના ઢાંચામાં શું ફરક છે? અને આ અંતરની પાછળ શું કારણ છે?

લોકસભા અને રાજ્યસભાની અંદરના ઢાંચામાં શું ફરક છે? અને આ અંતરની પાછળ શું કારણ છે?

  ન્યૂઝ18 ગુજરાતી : દેશની 17મી લોકસભાનું પહેલું સત્ર સોમવારે શરૂ થયું. સંસદનું ચોમાસું સત્ર 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલશે. આ સત્રની કાર્યવાહી જો તમે ટીવી પર જોતા હોય તો નોંધ લેશો કે લોકસભામાં લીલા કલરની કાર્પેટ પાથરવામાં આવી છે. કદાચ તે આપના ધ્યાનમાં પહેલા નહીં આવ્યું હોય કે લોકસભામાં લીલી અને રાજ્યસભામાં લાલ રંગની કાર્પેટ હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ છે? દિલ્હી સ્થિત સંસદની ઈમારત ગોળાકાર છે, પરંતુ તેની અંદર લોકસભા અને રાજ્યસભાના ગૃહોનો આકાર શું છે? આવો, જાણીએ સંસદ ભવનની અંદરની કેટલીક રસપ્રદ વાતો.

  બ્રિટિશ રાજના સમયમાં જ્યારે આ ભવનના નિર્માણનો વિચાર થયો હતો ત્યારે તેનું નામ કાઉન્સિલ હાઉસ રાખવાની ભલામણ કરવામાં આવી હતી. તેની અંદર ત્રણ મુખ્ય ભવનોના કક્ષનો વિચાર કરવામાં આવ્યો હતો. પહેલો રાજ્યોની પરિષદ જેને બાદમાં રાજ્યસભા કહેવામાં આવી, બીજી વૈધાનિક સભા જેને બાદમાં લોકસભા તરીકે ઓળખવામાં આવી. ત્રીજો હતો રાજકુમારોનો કક્ષ જે હવે સંસદ ભવનનું પુસ્તકાલય બની ચૂક્યું છે. એ પણ રસપ્રદ છે કે લાખો પુસ્તકોથી ભરેલું આ પુસ્તકાલય દેશની બીજું સૌથી મોટું પુસ્તકાલય છે.

  લોકસભા અને રાજ્યસભાની અંદરના ઢાંચામાં શું ફરક છે? અને આ અંતરની પાછળ શું કારણ છે? આ સંક્ષિપ્ત લેખમાં આ તમામ વાતો પર ધ્યાન આપીએ. એડવિન લુટિયંસ અને હર્બર્ટ બેકરની ડિઝાઈન પર બનેલા સંસદ ભવનનું ઉદ્ઘાટન 1927માં કરવામાં આવ્યું હતું. 6 એકરમાં ફેલાયેલા આ ભવનને ગોળાકાર બનાવવામાં આવ્યું હતું અને તેની ડિઝાઇનનો મુખ્ય સ્ત્રોત કે પ્રેરણા મધ્ય પ્રદેશના મુરૈનામાં સ્થિત ચૌસઠ યોગિની મંદિરની વાસ્તુકલા હતી.

  કેમ હોય છે અલગ-અલગ કાર્પેટ?

  ગોળ ઈમારત એટલે સંસદ ભવનની અંદર લોકસભા અને રાજ્યસભા બે ગૃહ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. લોકસભામાં ગ્રીન કાર્પેટ પાથરવામાં આવે છે અને રાજ્યસભામાં રેડ કાર્પેટ. આ કોઈ સંયોગવશ નથી, પરંતુ સમજી વિચારીને કરવામાં આવ્યું છે. કારણ કે લોકસભા ભારતની જનતાનું સીધું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આ પ્રતિનિધિઓને જમીનથી જોડાયા હોવાના પ્રતીક તરીકે લીલા રંગનો ઉપયોગ થાય છે. કૃષિનું પ્રતીક તરીકે લીલો રંગ માનવામાં આવે છે.

  બીજી તરફ, રાજ્યસભા સંસદનું ઉચ્ચ ગૃહ કહેવાય છે. તેમાં પ્રિતિનિધિ સીધી ચૂંટણી દ્વારા નહીં પરંતુ રાજ્યોના જન પ્રતિનિધિઓના આંકડાના હિસાબથી પહોંચે છે. રાજ્યસભામાં રેડ કાર્પેટ પાથરવા પાછળ બે વિચાર છે. એક લાલ રંગ રાજવી ગૌરવનું પ્રતીક રહ્યું છે અને બીજું લાલ રંગને સ્વાધિનતા સંગ્રામમાં શહીદોના બલિદાનના પ્રતીક પણ સમજાવમાં આવે છે. આ વિચારને ધ્યાનમાં રાખી રાજ્યસભામાં રેડ કાર્પેટ પાથરવામાં આવે છે.

  સેન્ટ્રલ હોલ, પુસ્તકાલય, મ્યૂઝિયમ અને કેન્ટિન

  લોકસભામાં 545 સભ્યોના હિસાબથી બેસવાની વ્યવસ્થા હોય છે, જ્યારે રાજ્યસભામાં 245. પરંતુ, જ્યારે બંને ગૃહોનું સંયુક્ત સત્ર હોય છે, ત્યારે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં બેઠકની વ્યવસ્થા કરવામાં આવે છે. બંને ગૃહો વિશે એક રસપ્રદ જાણકારી એ છે કે જો એરિયલ વ્યૂથી જોવામાં આવે તો લોકસભા અને રાજ્યસભાના કક્ષોનો આકાર અર્ધગોળાકાર જેવો છે એટલે કે ઘોડાની નાળ જેવો.

  હવે વાત કરીએ પુસ્તકાલયની. સંસદ ભવનનું પુસ્તકાલય પહેલા સંસદ ભવન પરિસરમાં જ સ્થિત હતું, પરંતુ સતત પુસ્તકોની સંખ્યા વધવાના કારણે સંસદ ભવન પાસે આવેલા એક અલગ ભવનમાં આ પુસ્તકાલયને બનાવવામાં આવ્યું. આ પુસ્તકાલય દેશનું બીજી સૌથી મોટું પુસ્તકાલય છે. બલભદ્ર સ્ટેટ, કોલકાત સ્થિત નેશનલ લાઇબ્રેરી દેશમાં સૌથી મોટી છે, જ્યાં 22 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે.

  તેની સાથે જ, સંસદ ભવનના પુસ્તકાલય પરિસરમાં દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવવા માટે એક મ્યૂઝિયમ પણ છે. સંસદ ભવનની કેન્ટિન પણ અનેકવાર સમાચારોમાં રહે છે કારણ કે અહીં ખૂબ ઓછા ભાવે ભોજનની વ્યવસ્થા છે. 3 કોર્સ ભોજન અહીં માત્ર 61 રૂપિયામાં ઉપલબ્ધ થાય છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Monsoon-session, Parliament, Red Carpet, દિલ્હી, ભારત, રાજ્યસભા, લોકસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन