પાકિસ્તાનમાં કેમ ચર્ચામાં છે ‘નેકી કી ટોકરી’, જાણો શું છે તેમાં ખાસ

ઈસ્લામાબાદમાં એક ડૉક્ટરે ફેલાવી માનવતાની મહેક, અનેક ભૂખ્યા પેટોને ઠારવા શરૂ કરી ઝુંબેશ

ઈસ્લામાબાદમાં એક ડૉક્ટરે ફેલાવી માનવતાની મહેક, અનેક ભૂખ્યા પેટોને ઠારવા શરૂ કરી ઝુંબેશ

 • Share this:
  ઈસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ (Islamabad)ના બની ગાલા (Bani Gala) વિસ્તારના રહેવાસી ડૉ. મુહમમદ અખલાક કશફીએ વિસ્તારની વિવિધ હોટલો ખાતે ‘નેકી કી ટોકરી’ મૂકી છે, જેમાં પોતાની ક્ષમતા મુજબ અન્ય લોકો પણ રોટલીઓ મૂકીને જાય છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે ભૂખથી બેહાલ લોકો તેને કોઈ નાણા ચૂકવ્યા વગર પોતાના ઘરે લઈ જઈ શકે.

  ડૉ. અખલાકનું કહેવું છે કે તેઓ 20 વર્ષથી બની ગાલામાં રહે છે. તેઓએ એક ચેરિટી સેન્ટરની સ્થાપના કરી છે અને છેલ્લા સાત વર્ષથી પોતાની ક્ષમતા મુજબ સહાયનું કામ કરી રહ્યા છે. ‘નેકી કી ટોકરી’ વિશે તેઓ કહે છે કે, મેં તુર્કીનો ઐતિહાસિક વીડિયો જોયો હતો. તેમાં ‘નેકી કી ટોકરી’ હતી. મને આ વિચાર પસંદ આવ્યો અને મેં તેની પર કામ કરવાનું શરુ કરી દીધું.

  તેઓએ કહ્યું કે, તેમણે હોટલવાળાઓને કહ્યું કે તેઓ સામાન લાવશે અને પૈસા પણ આપશે, બસ અલ્લાહના નામે શરૂ કરો અને જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ રોટી લેવા માટે આવે તો ના ન પાડો. તેને જેટલી રોટલી જોઈએ, તેને આપી દો. જો ટોકરીમાં રોટી ન હોય, તો તેને મારા ખાતામાં લખી લો અને તેને આપી દો. ડૉ. અખલાક અનુસાર, અત્યાર સુધી હોટલમાં કોઈએ પણ મને બિલ નથી આપ્યું. તેમની પાસે હજુ પણ અમારા પૈસા છે, કારણ કે બીજા લોકો પૈસા આપતા રહે છે અને ટોકરીમાં રોટી વધી રહી છે. હું મારા તમામ મિત્રોને આ સારા કામમાં ભાગ લેવા માટે કહ્યું, જેની પર અનેક મિત્રોએ આ જવાબદારી લીધી છે. પહેલા અમે માત્ર રોટી આપી રહ્યા હતા પરંતુ હવે રોટીની સાથે કરી પણ આપીએ છીએ. ગણમાન્ય વ્યક્તિઓ ઉપરાંત હોટલના માલિક પણ ‘નેકી કી ટોકરી’માં યોગદાન આપી રહ્યા છે.

  આ પણ વાંચો, ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે

  ‘ઇન્ડીપેન્ડન્ટ ઉર્દૂ’ના અહેવાલના હવાલાથી કહેવામાં આવે છે કે જો રોટીઓની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તો હોટલ તરફથી તેને વેચી દેવામાં આવે છે અને તે રૂપિયા પોતાની પાસે રાખી લે છે. જો બીજા દિવસે ટોકરીમાં રોટીઓ પાછી મૂકવા માટે આ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બની ગાલા વિસ્તારમાં નેકી કી ટોકરીઓની શૃંખલા શરૂ કરનારા ડૉ. અખલાક કહે છે કે તેમાં કોઈ વિશેષ ખર્ચ નથી. અલ્હમ્દુલિલ્લાહ, કામ ખૂબ સારું ચાલી રહ્યું છે. હજુ સુધી કોઈ ફરિયાદ નથી આવી કે કોઈએ ઘણી બધી રોટી લીધી હોય.

  તુર્કીની સૌથી જૂની પરંપરાઓ પૈકી એક છે ‘નેકી કી ટોકરી’  ઉલ્લેખનીય છે કે, તુર્કીની સૌથી જૂની પરંપરાઓ પૈકીની એક ‘નેકી કી ટોકરી’ છે, જેમાં પ્રત્યેક હોટલ પર આ ટોકરી રાખવામાં આવતી હતી અને પોતાની ક્ષમતા મુજબ લોકો તેમાં રોટી અને અન્ય ખાદ્ય સામગ્રી મૂકતા હતા. આ ઉમદા પરંપરાના કારણે ઘણા જરૂરિયાતવાળા લોકો ભોજન કરી શકતા હતા.

  આ પણ વાંચો, ALERT: બોલવામાં તકલીફ પડી રહી છે તો કરાવી લો કોરોના ટેસ્ટ, થઈ શકે છે સંક્રમણ
  Published by:Mrunal Bhojak
  First published: