Ayodhya Case : સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ચુકાદા માટે શનિવારનો દિવસ કેમ પસંદ કર્યો

News18 Gujarati
Updated: November 9, 2019, 10:17 AM IST
Ayodhya Case : સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ચુકાદા માટે શનિવારનો દિવસ કેમ પસંદ કર્યો
શુક્રવારે રાત્રે અચાનક જાહેરાત કરવામાં આવી હતી કે અયોધ્યા કેસમાં શનિવારે સવારે 10:30 કલાકે ચુકાદો સંભળાવવામાં આવશે.

શુક્રવારે રાત્રે અચાનક જાહેરાત કરવામાં આવી હતી કે અયોધ્યા કેસમાં શનિવારે સવારે 10:30 કલાકે ચુકાદો સંભળાવવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વર્ષો જૂના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ચુકાદો સંભળાવશે. આ કેસમાં સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યાર બાદથી જ અંદાજ લગાવવામાં આવતો હતો કે સુપ્રીમ કોર્ટે CJI (Chief Justice of India) રંજન ગોગોઈની નિવૃત્તિ પહેલા આ અંગે ફેંસલો સંભળાવશે.

જસ્ટિસ ગોગોઈ આગામી 17મી નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, કોર્ટ ગમે તે દિવસે ચુકાદો જાહેર કરી શકે છે. 17મી નવેમ્બરના રોજ રવિવાર છે. સામાન્ય રીતે કોર્ટ રજાના દિવસે ચુકાદો આપતી નથી.

આ ઉપરાંત જજ જ્યારે નિવૃત્ત થઈ રહ્યા હોય તે દિવસ પણ કોર્ટ ચુકાદો આપતી નથી. આ ઉપરાંત 16મી નવેમ્બરના રોજ શનિવાર છે. આથી 15મી નવેમ્બર જસ્ટિસ ગોગોઈનો કામનો અંતિમ દિવસ હશે. આ માટે જ પહેલા એવા અહેવાલો વહેતા થયા હતા કે અયોધ્યા કેસનો ચુકાદો 14મી અથવા 15મી નવેમ્બરના રોજ આવી શકે છે.

આ પણ વાંચો : અયોધ્યા વિવાદ : એક IAS અધિકારીએ અડવાણીની ધરપકડ કરવાની કેમ ના પાડી હતી?

સામાન્ય રીતે કોર્ટ જ્યારે પોતાનો ચુકાદો જાહેર કરે તેના બીજા દિવસે કેસ હારી જનાર લોકો ચુકાદા પર પુર્નવિચાર માટે અરજી કરતા હોય છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એકથી બે દિવસ જતા હોય છે.

જોકે, આ પહેલા કોર્ટ કે સરકાર કોઈ પણ પક્ષ તરફથી એવો કોઈ સંકેત આપવામાં આવ્યો ન હતો કે 14 કે 15મી નવેમ્બરના રોજ અયોધ્યા કેસમાં ચુકાદો આવશે.આ પણ વાંચો : અયોધ્યા મામલે નેહરુએ શાસ્ત્રી અને પંતને લખ્યો હતો ખાસ પત્ર

શુક્રવારે રાત્રે અચાનક જાહેરાત કરવામાં આવી હતી કે અયોધ્યા કેસમાં શનિવારે સવારે 10:30 કલાકે ચુકાદો સંભળાવવામાં આવશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, અમાસાજિક તત્વોને અંધારામાં રાખવા માટે ખાસ વ્યુહરચનાના ભાગરૂપે શનિવારે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી છે. આવું કરવા પાછળનો ઇરાદો આવા તત્વોને અગાઉથી કોઈ કાવતરું કે તૈયારી કરવાનો મોકો ન આપવાનો હોઈ શકે છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને અયોધ્યામાં સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સીજેઆઈ રંજન ગોગોઈએ શુક્રવારે ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ.પી.સિંહ અને ચીફ સેક્રેટરી રાજેન્દ્ર તિવારી સાથે બેઠક કરી હતી.
First published: November 9, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading