આ કારણોસર સંસદમાં હેમા માલિની અને સન્ની દેઓલ સાથે બેસી નહીં શકે

News18 Gujarati
Updated: May 30, 2019, 7:18 PM IST
આ કારણોસર સંસદમાં હેમા માલિની અને સન્ની દેઓલ સાથે બેસી નહીં શકે
ગુરદાસપુર પંજાબના સાંસદ સન્ની દેઓલ અને મથુરાના સાંસદ હેમા માલિની

એક ફોર્મ્યુલા અંતર્ગત લોકસભામાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદના નિયમો પ્રમાણે બેંચ આપવામાં આવે છે. લોકસભાની ચૂંટણી અને શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયા બાદ 6 જુનથી શરૂ થઈ શકે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : બૉલિવૂડના સુપર સ્ટાર સન્ની દેઓલ અને તેમની સાવકી માતા હેમા માલિની હવે સંસદમાં એક સાથે જોવા મળશે. ગુરદાસપુરના સાંસદ સન્ની અને મથુરાના સાંસદ હેમા ભલે સંબંધમાં સાવકા માતા પુત્ર હોય પરંતુ સંસદના એક નિયમના કારણે તેઓ એક સાથે નહીં બેસી શકે.

દેશમાં તાજેતરમાંજ થયેલી ચૂંટણીમાં ભાજપના સાંસદનો આંકડો 300એ પહોંચી ગયો છે. આ ચહેરામાં પ્રથમ વખત ચૂંટાયેલા ગાયક હંસરાજ હંસ, ક્રિકેટર ગૌતમ ગંભીર, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, રવિ કિશન, મિી ચક્રવર્તી, નુસરત જહાંનો સમાવેશ થાય છે.

હેમા માલિની બીજી વખત સંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હોવાથી તેમની વચ્ચેની હરોળમાં કોઈ સ્થાન મળશે જ્યારે સન્ની દેઓલ બીજી વાર ચૂંટાઈ આવ્યા હોવાથી તેમની અંતિમ હરોળમાં સ્થાન મળશે. પાછળની હરોળમાં પ્રથમ વખત ચૂંટણી જીતીને આવેલા સાંસદનો સ્થાન મળતું હોય છે.

આ પણ વાંચો :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધા શપથ

આ છે ફોર્મ્યૂલા
સંસદમાં સાંસદોને બેઠકની ફાળવણી એક ચોક્કસ ફોર્મ્યુલા મુજબ થાય છે. સંસદમાં આ ફોર્મ્યૂલા અનુસાર સ્પીકરની ડાબી બાજુ વિપક્ષ અને જમણી બાજુ સત્તાધારી પક્ષ બેસે છે. સૌથી આગળની હરોળમાં વડાપ્રધાન અને તેમની કેબિનેટના કેટલાક સદસ્યો બેસે છે. જ્યારે ડાબી બાજુ વિરોધ પક્ષના નેતા અને પ્રમુખ પાર્ટીઓના નેતા બેસે છે. પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદનો સૌથી છેલ્લી હરોળોમાં સ્થાન મળે છે. પરંતુ પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદને જો કેબિનેટમાં કે મંત્રી મંડળમાં સ્થાન મળે તો તેમને આગળ બેઠક મળે છે.
First published: May 30, 2019, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading