ચાંદની ધરતીને સ્પર્શવું સૌથી મુશ્કેલ, લેન્ડિંગમાં જ કેમ ફેલ થાય છે મૂન મિશન?

News18 Gujarati
Updated: September 7, 2019, 6:27 PM IST
ચાંદની ધરતીને સ્પર્શવું સૌથી મુશ્કેલ, લેન્ડિંગમાં જ કેમ ફેલ થાય છે મૂન મિશન?
અમેરિકાના અવકાશયાત્રીએ સૌપ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો.

ચંદ્રની ધરતી પર સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ કરાવવું કોઈ પણ મૂન મિશન માટે સૌથી મુશ્કેલ તબક્કો હોય છે. જાણો, આખર સુધીના મૂન મિશનના લેન્ડિંગ કેવા રહ્યાં.

  • Share this:
કોઈ પણ મૂન મિશન માટે સૌથી મુશ્કેલ કામ સ્પેસક્રાફ્ટને ચંદ્રની ધરતી પર ઉતારવાનું હોય છે. આ તબક્કે આવીને મોટાભાગના મિશન નિષ્ફળ રહેતા હોય છે. ચંદ્રયાન-2 મિશનમાં પણ આ તબક્કે આવીને ગરબડ થઈ હતી. ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 માટે સૌથી નિર્ણાયક અંતિમ 15 મિનિટ રહેશે. ચંદ્રયાનનું લેન્ડર આ 15 મિનિટ દરમિયાન ચંદ્રની ધરતીથી બે કિલોમીટર દૂર સુધી પહોંચી ગયું હતું. જે બાદમાં ધરતી સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

ચંદ્રની ધરતી પર કેવી રીતે થાય છે લેન્ડિંગ?

ચંદ્રની ધરતીને સૌપ્રથમ વખત 1959માં સ્પર્શવામાં આવી હતી. 13મી સપ્ટેમ્બર 1959ના રોજ સોવિયેત સંઘનું મૂન મિશન લુના 2માં પ્રથમ વખતે માનવ સર્જિત યંત્રએ ચંદ્રની ધરતીને સ્પર્શ કર્યો હતો. અમેરિકાનું એપોલો 11 એવું પ્રથમ મૂન મિશન હતું જેમાં અંતરિક્ષયાત્રી સહિત સ્પેસક્રાફ્ટે ચંદ્રની ધરતી પર ઉતરણ કર્યું હતું. આ તારીખ 20મી જુલાઇ, 1969ની હતી.

1961થી 1972 દરમિયાન ચંદ્રની ધરતીને અનેક વખત સ્પર્શવામાં આવી હતી. આ દરમિયાન અમેરિકા સ્પેસક્રાફ્ટના છ વખત લેન્ડિંગમાં અંતરિક્ષયાત્રી પણ સામેલ હતા. જ્યારે આ દરમિયાન માનવરહિત અનેક મિશનને અંજામ આપવામાં આવ્યો હતો.

અમેરિકા એક માત્ર એવો દેશ છે જેણે ચંદ્ર પર માનવસહિત મિશનને અંજામ આપ્યો હતો. ડિસેમ્બર 1972ના રોજ અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતીને સ્પર્શ કરીને પરત આવ્યા હતા. અત્યાર સુધી ચંદ્રના તમામ લેન્ડિંગ ચંદ્રના સૌથી નજીકના હિસ્સામાં થયા છે. ત્રીજી જાન્યુઆરી 2019ના રોજ ચીનના સ્પેસક્રાફ્ટે ચંદ્રના સૌથી દૂરના અંતરે લેન્ડિંગ કર્યું હતું.

પ્રથમ વખત સોવિયેત સંઘે પોતાના મૂન મિશનની શરૂઆત કરી હતી. સોવિયત સંઘે લુના 1 મિશન સ્પેસક્રાફ્ટમાં ચાંદની ભૂમિને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યું હતું. રશિયાનું સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જે બાદમાં સોવિયેત સંઘે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગની તૈયારી શરૂ કરી હતી.

શું હોય છે હાર્ડ અને સોફ્ટ લેન્ડિંગ?

ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું લેન્ડિંગ બે રીતે થાય છે. જેમાં સોફ્ટ અને હાર્ડ લેન્ડિંગનો સમાવેશ થાય છે. સોફ્ટ લેન્ડિંગમાં સ્પેસક્રાફ્ટની સ્પીડ ધીમે ધીમે ઓછી કરીને તેને આરામથી ચંદ્ર પર લેન્ડ કરાવવામાં આવે છે. હાર્ડ લેન્ડિંગમાં સ્પેસક્રાફ્ટને ચંદ્રની ધરતી પર ક્રેશ કરાવવામાં આવે છે.

સોવિયેત સંઘે લુના 2 મિશનમાં સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કરાવ્યું હતું. 1962માં અમેરિકાએ પોતાના રેન્જર 4 મિશનમાં આ જ પ્રકારનું લેન્ડિંગ કરાવ્યું હતું. જે બાદમાં બ્રેકિંગ રોકેટ્સની મદદથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની શરૂઆત કરી હતી. જેમાં રોકેટની મદદથી સ્પેસક્રાફ્ટની સ્પીડ ઓછી કરીને સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવે છે. રોકેટ સ્પેસક્રાફ્ટની ગતિથી વિરુદ્ધ દિશામાં છોડવામાં આવે છે. જેના કારણે સ્પેસક્રાફ્ટની ગતિમાં રુકાવટ આવે અને સ્પીટ ઓછી થાય.1996માં પ્રથમ વખત સોફટ્ લેન્ડિંગમાં સફળતા મળી

1966માં પ્રથમ વખતે સોવિયેત સંઘે પોતાના લુના 9ને મિશન ચાંદ પર સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું હતું. લુના 9ને લઈને લુના 13 મિશન દરમિયાન પ્રથમ વખત ચંદ્ર પરથી ધરતીની તસવીર ખેંચવામાં આવી અને ધરતી પર મોકલવામાં આવી હતી.

અમેરિકાએ પોતાના પ્રથમ પાંચ મૂન મિશનમાં માનવરહિત સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું હતું. 24મી સપ્ટેમ્બર, 1970ના રોજ લુના 16 મિશનમાં સોવિયેક સંઘનું સ્પેસક્રાફ્ટ પ્રથમ વખત ચંદ્રની માટી લઈને ધરતી પર પહોંચ્યું હતું.

સોવિયેત સંઘનું લુના 15 અને લુના 18 અને લુના 23 ક્રેશ લેન્ડિંગને કારણે નિષ્ફળ રહ્યું હતું. હાલના દિવસોમાં અનેક દેશોનું મૂન મિશન ક્રેશ લેન્ડિંગનું શિકાર બન્યુ છે. જેમાં સ્પેસક્રાફ્ટ આઠ હજાર કિલોમીટરની ઝડપે ચંદ્રની ધરતી પર ક્રેશ થઈ જાય છે.
First published: September 7, 2019, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading