Home /News /national-international /કોરોના: ભારતમાં રેમડેસિવિર દવાની અછત કેમ? પ્રોટોકૉલનું ઉલ્લંઘન, ગેરકાયદે સંગ્રહ અને કાળાબજાર

કોરોના: ભારતમાં રેમડેસિવિર દવાની અછત કેમ? પ્રોટોકૉલનું ઉલ્લંઘન, ગેરકાયદે સંગ્રહ અને કાળાબજાર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Remdesivir shortage in India: હાલમાં ડૉક્ટરો અને હૉસ્પિટલો આ ઇન્જેક્શનને શ્વાસ સંબંધિત બીમારી સામે લડી રહેલા દર્દીઓને આપવાની ભલામણ કરી રહ્યા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વધતા કેન્દ્ર સરકારે એન્ટી વાયરલ દવે રેમડેસિવિર (Remdesivir)ના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પ્રેસ યાદીમાં કહેવાયું છે કે આગામી દિવસોમાં આ ઇન્જેક્શનની માંગ વધી શકે છે. જોકે, બીજી તરફ વિશ્વાસ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ગયા વર્ષે નવેમ્બરમાં જ કહ્યુ હતું કે રેમડેસિવિરના ઉપયોગથી દર્દીને કોઈ ફાયદો નથી થતો, તેનું કોઈ પ્રમાણ પણ નથી. જોકે, દેશભરમાં કોરોનાના દર્દીઓ વધતા આ દવાની માંગમાં ખૂબ જ વધારે થયોછે. અનેક રાજ્યોએ રેમડેસિવિરની અછતની ફરિયાદ કરી છે.

હકીકતમાં રેમડેસિવિરનો વિકાસ હિપેટાઇટિસ સીની સારવાર માટે થયો હતો. જોકે, બાદમાં ઈબોલાની સારવાર માટે તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસના શરૂઆતમાં સારવારમાં જે દવાનો ઉપયોગ થયો હતો તેમાં રેમડેસિવિર પણ હતી, આ જ કારણે આ દવા ચર્ચામાં રહી છે. 20 નવેમ્બર, 2020ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે, કોરોના દર્દીઓની સારવાર માટે ડૉક્ટરોએ રેમડેસિવિરના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. જોકે, WHOના દાવાને રદ કરતા દવા બનાવતી કંપનીએ કહ્યુ હતુ કે, આ દવા કોરોનાની સારવાર માટે ખૂબ લાભકારી છે.

આ પણ વાંચો: જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ પતિની હત્યાની સોપારી આપી મોતને કોરોનામાં ખપાવી દીધું!

ગત વર્ષે ડિસેમ્બરમાં બ્રિટન સ્થિત કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કોરોના વાયરસથી સંક્રમિત અને દુર્લભ ઇમ્યુન સિસ્ટમ ધરાવતા એક દર્દીને રેમડેસિવિર દવા આપી હતી. જે બાદમાં માલુમ પડ્યું હતું કે દર્દીના સ્વસ્થ્યમાં ખૂબ જ સુધારો થયો હતો અને વાયરસ પણ શરીરમાં ખતમ થઈ ગયો હતો. આ સંશોધન નેચર કોમ્યુનિકેશનમાં પ્રસિદ્ધ થયું હતું. જે બાદમાં ભારત સહિત દેશમાં રેમડેસિવિરના ઉપયોગના સમાચાર આવ્યા હતા.

રેમડેસિવિર પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે, દવા એ સમયે વધારે કામ કરે છે, જ્યારે તેને પ્રથમ તબક્કામાં દર્દીને આપવામાં આવે. એટલે કે એ પહેલા કે વાયરસ વ્યક્તિના શરીરને વધારે નુકસાન પહોંચાડી દે.

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય દંપતીનો મૃતદેહ મળી આવ્યો, ચાર વર્ષની બાળકી રડતી હાલતમાં મળી

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર પછી રેમડેસિવિરની માંગમાં ખૂબ જ વધારે થયો છે. દવાનો ગેરકાયદે રીતે સંગ્રહ, કાળાબજાને કારણે બજારમાંથી રેમડેસિવિર ગાયબ છે. ગત અઠવાડિયે પ્રેસ કૉન્ફરન્સ કરતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશે ટોપેએ કહ્યુ હતુ કે, દવાનો ઉપયોગ કોઈ પણ અધિકારિક પ્રોટોકૉલ વગર ગેરકાયદે રીતે કરવામાં આવી રહ્યો છે. રાજ્યને દરરોજ 50 હજાર ડોઝ મળે છે અને તમામનો સારવારમાં ઉપયોગ થઈ જાય છે, આ કારણે જ રાજ્યમાં રેમડેસિવિરની અછત સર્જાઈ છે. ટોપેએ કહ્યુ કે, એવું શક્ય છે કે ફાર્માસિસ્ટ અને સ્ટોકિસ્ટ આ દવાના કાળા બજાર કરી રહ્યા છે, જેને રોકવાની જરૂર છે.

આ પણ વાંચો: જમાઈએ સાસુ-સસરા, પત્ની અને સાળીને માછલીમાં ભેળવીને ખવડાવી દીધું ઝેર, ત્રણ લોકોનાં મોત

કોરોના વાયરસના સંક્રમણ પહેલા રેમડેસિવિરનો ઉપયોગ સાર્સ સંબંધિત બીમારીની સારવાર માટે કરવામાં આવતો હતો. હાલમાં ડૉક્ટર અને હૉસ્પિટલો આ ઇન્જેક્શન શ્વાસ સંબંધિત બીમારી સામે લડી રહેલા દર્દીઓ માટે પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ આને પ્રોટોકૉલનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મંત્રીએ જિલ્લા તંત્રને આદેશ આપતા કહ્યુ હતુ કે, રેમડેસિવિરનો પ્રયોગ ન્યાયિક રીતે કરવામાં આવે, સાથે જ સંગ્રહખોરી અને કાળાબજાર પર પણ લગામ લગાવવામાં આવે.

સમાચાર એજન્સી રૉયટર્સના એક રિપોર્ટ પ્રમાણે ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે રેમેડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર અને ગેરકાયદે રીતે સંગ્રહખોરી રોકવા માટે તાજેતરમાં અનેક રાજ્યોને આદેશ આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં રેમડેસિવિરને નિર્ધારિત કિંમતથી 10 ગણી વધારે કિંમતે વેચવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ તમામ શહેરોમાં લોકો રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઊભેલા જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં લોકોએ આ દવા ન મળતા રસ્તો જામ કરી દીધો હતો.
First published:

Tags: Coronavirus, Pharmacy, Remdesivir, ગુજરાત, ડ્રગ્સ, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો