Home /News /national-international /

પોષતું તે મારતું : કોરોનાના યુવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ જ તેમના માટે જીવલેણ, આવી રીતે થાય છે અસર

પોષતું તે મારતું : કોરોનાના યુવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ જ તેમના માટે જીવલેણ, આવી રીતે થાય છે અસર

પ્રતિકાત્મક તસવીર

લક્ષણો સામાન્ય હોવા છતાં દર્દીનું મોત થઈ જાય છે. આવી સ્થિતિમાં હળવું કે સામાન્ય Covid-19 દર્દી માટે ઘાતક કેવી રીતે બને છે? તે અંગે સવાલો ઉઠયા છે

કોરોના મહામારીની બીજી લહેર ઠંડી પડી છે. પરંતુ આ લહેર દરમિયાન કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં મામૂલી લક્ષણ ધરાવનાર યુવક કે યુવતીની હાલત એકાએક ગંભીર થઈ હોય. કેટલાક કિસ્સાઓમાં ગણતરીની કલાકોમાં જ હાલત બગડે છે. લક્ષણો સામાન્ય હોવા છતાં દર્દીનું મોત થઈ જાય છે. આવી સ્થિતિમાં હળવું કે સામાન્ય Covid-19 દર્દી માટે ઘાતક કેવી રીતે બને છે? તે અંગે સવાલો ઉઠયા છે. નિષ્ણાંતો આની પાછળ સાઈટોકીન સ્ટોર્મને જવાબદાર માને છે. આ સ્થિતિમાં શરીર માટે પોતાની જ રોગપ્રતિકારક શક્તિ પ્રાણ ઘાતક નીવડે છે.

સાઈટોકીન એટલે શું?

સાઈટોકીન એક પ્રકારનું પ્રતિરોધક પ્રોટીન છે. જે સંક્રમણ લાગતા જ એક્ટિવ થઈ જાય છે. આ પ્રોટીન શરીરની કોશિકાઓમાં ઉત્પન્ન થાય છે. તેનું કામ શરીરને ચેપથી બચાવવાનું હોય છે. આ પ્રોટીન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધુ સક્ષમ અને મજબુત બનાવે છે.

શરીર માટે સિપાહી જેવું કામ

શરીરમાં પેથોજન હુમલો થતાની સાથે જ આ પ્રોટીન તુરંત પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી વધવા લાગે છે. જેથી પેથોજન નબળું પડે છે. આવી રીતે લોહીમાં આ પ્રોટીનનું મર્યાદિત પ્રમાણ સંક્રમણથી બચવા માટે ખૂબ જરૂરી છે. અલબત્ત, શરીરને બચાવનારા આ પ્રોટીન ખતરો કેવી રીતે બની જાય છે? તે સમજવા માટે આખી પ્રક્રિયા જણાવી જરૂરી છે.

ઘાતક સ્થિતિ

સાયટોકીન સ્ટોર્મ એક એવી સ્થિતિ છે કે, જેમાં રોગપ્રતિકારક શક્તિ એન્ટિજનનો નાશ કરવાને બદલે શરીર સામે કાર્યવાહી કરવા લાગે છે. ઘણી વખત તે એટલું ઝડપથી થાય છે કે તંદુરસ્ત કોષો પર હુમલો કરે છે. જેથી સંક્રમિત દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે.

આ પણ વાંચો - કોરોના વાયરસને ચીનની વુહાન લેબમાં બનાવ્યો! બ્રિટન અને નોર્વેના વૈજ્ઞાનિકોનો મોટો દાવો

વધવા લાગે છે પ્રોટીન

યુવાનોમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ અસરકારક રીતે કામ કરે છે. પરિણામે કોરોના વાયરસ શરીરમાં ઘુસતાની સાથે જ આ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. તે વાયરસને કોશિકાઓમાં પ્રવેશતો રોકે છે. અહીં સુધી તો વાંધો નહીં, પરંતુ આ પ્રોટીન એકાએક પોતાની સંખ્યા વધારવા લાગે છે. ત્યારે ગડબડ સર્જાય છે.

બેદરકારી જીવલેણ નીવડી શકે

હળવા લક્ષણો હોવાના કારણે ઘણા યુવાનો તબીબની સલાહ લીધા વગર અને કોરોના પ્રોટોકોલનું પાલન કર્યા વગર રહે છે. આવી સ્થિતિમાં શરીરનો ઉપચાર કરવા સાઈટોકીન ઝડપથી વધવા લાગે છે. આ પ્રોટીન ચેપગ્રસ્ત કોશિકાઓને નષ્ટ કરવાની સાથોસાથ સ્વસ્થ કોશિકાનો પણ નાશ કરવા લાગે છે. જેથી આખું અંગ અસર પામે છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો, જો દર્દીને ફેફસામાં સંક્રમણ હોય તો આ પ્રોટીન વધશે. જેથી બધા કોષો મરી જવા લાગશે. પરિણામે લોહી અને ઓક્સિજન તે અંગ સુધી પહોંચશે નહીં. ફેફસા સિવાય, હૃદય, કિડની, લીવરને પણ તેનાથી જોખમ છે. ઘણા યુવા દર્દીઓ હાર્ટ એટેકના લીધે મોતને ભેટ્યા હોવાનું ઘણી વખત સામે આવી ચૂક્યું છે.

નેવુંના દાયકામાં શોધ

સાઈટોકીન સ્ટોર્મને સૌપ્રથમ 1993માં ટર્મ તરીકે માનવામાં આવેલું. ત્યારે તેને હાઈપરસાઈટોકીનેમિયા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ટર્મ ગણી ઉપયોગમાં લેવામાં આવ્યું. શરીરમાં કોરોના વાયરસ અથવા અન્ય કોઈ પણ ચેપ ઉપરાંત ઓટો ઈમ્યુન બીમારીઓમાં પણ સાયટોકાઇન સ્ટોર્મનો ભય રહે છે.

શું છે લક્ષણો

તેના શરૂઆતી લક્ષણોમાં તીવ્ર તાવ, શરીરમાં સોજો ચડવો, થાક લાગવો, ઉલટી થવી જેવી સમસ્યાઓ સામેલ છે. એકંદરે એવું નથી કે, તે માત્ર કોરોનાના દર્દીઓને જ થાય છે. આ શરીરની પોતાની રક્ષા પદ્ધતિ છે. જે એક્ટિવ થઈ જાય એટલે સ્વસ્થ કોષને પણ નષ્ટ કરવા લાગે છે.

બીમારીઓમાં મોતનું મુખ્ય કારણ

સાઈટોકિન સ્ટોર્મને 1918-20ની સ્પેનિશ ફલૂ મહામારી દરમિયાન દર્દીઓ મૃત્યુના મુખ્ય કારણો પૈકીનું માનવામાં આવ્યું હતું. થોડા વર્ષોમાં H1N1 સ્વાઈન ફ્લૂ અને H5N1 બર્ડ ફ્લૂમાં પણ આના ઘણા દર્દી જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં એન્ટિજેનને મારવા માટે ઈમ્યુન સિસ્ટમ વધુ પ્રોટીન બનાવવાનું શરૂ કરે છે. જેના કારણે તંદુરસ્ત પેશીઓ મરવા લગે છે અને દર્દીનું ઓર્ગન ફેલ થઈ જાય છે.
First published:

Tags: Coronavirus, Coronavirus second wave, Cytokine, Immunity

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन