Home /News /national-international /મેહુલ ચોક્સી સામે રેડ કોર્નરની નોટિસ કેમ આપવામાં આવી? જાણો તેનાથી શું અસર થઈ શકે છે...

મેહુલ ચોક્સી સામે રેડ કોર્નરની નોટિસ કેમ આપવામાં આવી? જાણો તેનાથી શું અસર થઈ શકે છે...

ઇન્ટરપોલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ (RCN) પાછી ખેંચી લીધી છે.

20 માર્ચે ઈન્ટરપોલે ભારતમાંથી ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સી સામે બહાર પડાયેલી રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી હતી. જાણો શા માટે ઇન્ટરપોલે આવું પગલું ભર્યું અને ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસ પર તેની શું અસર થઈ શકે છે....

નવી દિલ્હી : 20 માર્ચે, ઈન્ટરપોલે ભારતમાંથી ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સી સામે બહાર પડાયેલી રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી હતી. જોકે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સૂત્રોનું કહેવું છે કે, આનાથી ભાગેડુ જ્વેલર સામે પ્રત્યાર્પણની કાર્યવાહી પર કોઈ અસર થશે નહીં.

સૂત્રના જણાવ્યા અનુસાર ચોક્સીના મામલામાં CBI ઈન્ટરપોલના ફાઇલ્સ કંટ્રોલ કમિશન અને ઈન્ટરપોલની અન્ય એજન્સીઓના સતત સંપર્કમાં છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે, પ્રત્યાર્પણની કાર્યવાહી માટે ઈન્ટરપોલની રેડ નોટિસની કોઈ જરૂર નથી.

CBIનું ગ્લોબલ ઓપરેશન સેન્ટર મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે માત્ર ઈન્ટરપોલ ચેનલો પર આધાર રાખતું નથી, પરંતુ આ ઓપરેશનમાં વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સીધો સંકલન જાળવી રહ્યું છે.

એન્ટિગુઆ અને બાર્બુડામાંથી પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ છે

ભારત દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણની વિનંતી એન્ટિગુઆ અને બાર્બુડાના સત્તાવાળાઓ સમક્ષ હજુ પેન્ડિંગ છે અને ચોક્સી સામેની રેડ નોટિસ રદ કરવાની તેના પર કોઈ અસર થઈ રહી નથી.

CBIએ વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંકને રૂ. 13,500 કરોડની છેતરપિંડી કરવા બદલ ચોક્સી સામે પહેલો કેસ નોંધ્યો હતો. CBIએ પહેલાથી જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની વિવિધ કલમો હેઠળ ચોક્સી અને અન્ય વિરુદ્ધ બે ચાર્જશીટ દાખલ કરી છે. ગયા વર્ષે, CBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે છેતરપિંડી કરવા બદલ ચોક્સી અને અન્યો સામે વધુ પાંચ ફોજદારી કેસ નોંધ્યા હતા.

CBIએ ચોક્સી પર ચાંપતી નજર રાખી રહી છે

CBIએ નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટરપોલ તરીકે, ભાગેડુ ગુનેગાર ચોક્સીને શોધી કાઢવા માટે ફેબ્રુઆરી 2018 માં મેમો (અન્ય સભ્ય દેશો તરફથી સહકાર માટે કૉલ) જારી કર્યો હતો. આ સાથે CBIએ વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને ચોક્સીની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી હતી. ખબર પડી કે, તે એન્ટિગુઆ અને બાર્બુડા પહોંચી ગયો છે. ત્યારબાદ, ઓગસ્ટ 2018 માં, રાજદ્વારી માધ્યમો દ્વારા એન્ટીગુઆ અને બાર્બુડાના સક્ષમ અધિકારીઓને ચોક્સી વિરુદ્ધ પ્રત્યાર્પણની વિનંતી મોકલવામાં આવી હતી.

તે વર્ષના અંતમાં, ચોક્સીએ CCFનો સંપર્ક કર્યો અને તેમને વિનંતી કરી કે, તેઓ તેમની સામે રેડ કોર્નર નોટિસ જારી ન કરે. CCF એ ઇન્ટરપોલની અંદર એક અલગ સંસ્થા છે, જે ઇન્ટરપોલ સચિવાલયના નિયંત્રણ હેઠળ નથી. તેમાં મુખ્યત્વે વિવિધ દેશોમાંથી ચૂંટાયેલા વકીલોનો સમાવેશ થાય છે. સીસીએફએ ચોક્સીની વિનંતીનો અભ્યાસ કર્યો અને પછી આ સંદર્ભમાં સીબીઆઈની સલાહ લીધી. CCF એ ફરીથી ચોક્સીની રજૂઆતને ફગાવી દીધી, જેના પગલે ઇન્ટરપોલે રેડ નોટિસ જારી કરી.

CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલે ડિસેમ્બર 2018માં ચોક્સી સામે માત્ર એક જ રેડ નોટિસ જારી કરી હતી. સીબીઆઈ દ્વારા વોન્ટેડ ગુનેગારની જીઓ-લોકેશન અને પ્રત્યાર્પણની વિનંતી શરૂ કરવામાં આવી હતી તે પછી આ થયું હતું.

રેડ કોર્નર નોટિસ શાના માટે જારી કરવામાં આવે છે?

ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસનો હેતુ વોન્ટેડ ગુનેગારના ઠેકાણા શોધવા અને અંતિમ પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા સમાન કાર્યવાહીના દૃષ્ટિકોણથી તેમની અટકાયત, ધરપકડ અથવા હિલચાલને રોકવાનો છે. અત્રે નોંધનીય છે કે, ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે તે પહેલા જ મેહુલ ચોકસીને શોધી કાઢવામાં આવ્યો હતો, અને તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આમ, રેડ કોર્નર નોટિસનો પ્રાથમિક ઉદ્દેશ્ય પહેલેથી જ હાંસલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને સાવચેતીના પગલા તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો.

દરમિયાન, જ્યારે ચોક્સી વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી એન્ટિગુઆ અને બાર્બુડામાં શરૂ થઈ, ત્યારે તેણે અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર પહોંચીને મનઘડત અને કાલ્પનિક વાર્તાઓથી ધ્યાન હટાવવાનું શરૂ કર્યું.

આ પછી, વર્ષ 2019 માં, ચોક્સીએ ઈન્ટરપોલની વેબસાઈટ પરથી રેડ નોટિસ હટાવવાની માંગ કરીને ફરીથી CCFનો સંપર્ક કર્યો. CCFએ તેમની વિનંતીનો અભ્યાસ કર્યો, CBIનો સંપર્ક કર્યો અને એજન્સી તરફથી મળેલા ઇનપુટ્સના આધારે વર્ષ 2020માં ફરી તેમની અરજી ફગાવી દીધી.

ચોક્સી ખોટી વાર્તાઓના સહારે પ્રત્યાર્પણના પ્રયાસોને અવરોધતો રહ્યો

એન્ટિગુઆ અને બાર્બુડાથી ભારતમાં પ્રત્યાર્પણ થવાથી ગભરાયેલા ચોક્સીએ અનેક ખોટા દાવા કરીને પ્રત્યાર્પણની કાર્યવાહીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વર્ષ 2020 ના તેના અગાઉના નિર્ણયને સુધારવા માટે ફરીથી જુલાઈ, 2022 માં આંતરરાષ્ટ્રીય મંચ અને સીસીએફનો સંપર્ક કર્યો.

CCF એ ફરી એકવાર CBI અને EDનો સંપર્ક કર્યો, જેમણે CCF સમક્ષ તથ્યપૂર્ણ સ્થિતિ રજૂ કરી અને ચોક્સીના દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા. જોકે, પાંચ સભ્યોની CCF ચેમ્બરે નવેમ્બર 2022માં ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ હટાવવાનો નિર્ણય લીધો હતો.

ત્યારપછી CBIએ આ મામલો CCF પાસે ઉઠાવ્યો અને તેના "ભૂલભર્યા નિર્ણય"ને "સુધારવા" અને રેડ નોટિસને પુનઃસ્થાપિત કરવા માટે ઈન્ટરપોલમાં ઉપલબ્ધ ઉપચારાત્મક અને અપીલ વિકલ્પોનો ઉપયોગ કર્યો. સીબીઆઈએ જણાવ્યું હતું કે એન્ટિગુઆના સત્તાવાળાઓનું પણ માનવું છે કે ચોકસીએ એન્ટીગુઆ અને બાર્બુડાની નાગરિકતા માટે અરજી કરતી વખતે ભૌતિક તથ્યોને દબાવી દીધા અથવા ખોટી રીતે રજૂ કર્યા તે સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે.

સીસીએફએ ફરીથી CBIને સ્પષ્ટતા કરી કે, 'તેના નિર્ણયમાં તે કોઈપણ રીતે મેહુલ ચીનુભાઈ ચોકસીને તેના ગુનાઓ માટે દોષિત ઠેરવવા અથવા નિર્દોષતા અંગે કોઈ નિર્ધારણ કરતું નથી.' સીસીએફએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે તેણે તેના નિર્ણયમાં તથ્યપૂર્ણ નિશ્ચિતતાઓ કરી હતી. ચોક્સી સામે કોઈ ન્યાયી ટ્રાયલ થશે નહીં તેવા તથ્યપૂર્ણ તારણો સ્થાપિત કર્યા નથી.
First published:

Tags: Loots, Mehul Choksi

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો