રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી અભિયાન માટે બેલ્લારીની જ કેમ કરી પસંદગી

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે બેલ્લારી જિલ્લાના વિજયનગર વિધાનસભા સીટ પરથી ચૂંટણીના પ્રચારની શુભ શરૂઆત કરશે. કર્ણાટક ઈલેક્શન પ્રચાર અભિયાન માટે આ જગ્યાથી સ્ટોરી ખુબજ રસપ્રદ છે. વર્ષ 1999માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાની પહેલી ચૂંટણી બેલ્લારી લોકસભા સીટ પરથી જ લડ્યા હતા.

  બીજેપીના સુષ્મા સ્વરાજને હરાવ્યા બાદ તેમને અમેઠીની પસંદગી કરી અને બેલ્લારીને છોડી દીધું હતું. આ એક મહત્વપૂર્ણ ઈલેક્શન માટે રાહુલ ગાંધીનું પ્રથમ પ્રદર્શન હતું. તે સમયે 29 વર્ષના રાહુલ અને 27 વર્ષની પ્રિયંકા ગાંધીએ એક અઠવાડિયા સુધી પોતાની માતા સાથે પ્રચાર કર્યું હતું.

  આ બેલ્લારીએ જ 2013માં વિધાનસભા ઈલેક્શનમાં સાત વર્ષ બાદ વિપક્ષમાંથી કોંગ્રેસને સત્તામાં લાવવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2010માં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ કથિત માઇનિંગ માફિયા રેડ્ડી ભાઈઓના વિરોધમાં બેંગ્લોરથી બેલ્લારી સુધી 350 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી.

  સિદ્ધારમૈયાએ કથિત રૂપમાં બીએસ યેદિરૂપ્પાની આગેવાનીવાળી બીજેપી સરકારને નિયંત્રણમાં રાખવા માટે પદયાત્રાનો નિર્ણય લીધો હતો. બેલ્લારીની આ પદયાત્રાથી જનતાના મનમાં કોગ્રેસ પ્રત્યે પ્રેમ જાગી ઉઠ્યો અને બીજેપીને સિદ્ધારમૈયા સામે અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

  જ્યારે સોનિયા ગાંધીએ બેલ્લારીમાં ઉપસ્થિતિ નોંધાવી ત્યારે અજાણતામાં જ રેડ્ડિ ભાઈઓને રાતોરાત રાજ્યની રાજનીતિમાં ફેમસ કરી નાંખ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલના બાળકો જર્નાદન રેડ્ડી, કરૂણાકર રેડ્ડી અને સોમશેખર રેડ્ડીને આ પહેલા રાજ્યામાં ઘણા ઓછા લોકો જાણતા હતા. તકનો ફાયદો ઉઠાવીને તેમને સોનિયા ગાંધીના વિરોધી સુષ્મા સ્વરાજને સમર્થન આપ્યું અને રાતોરાત લોકપ્રિય થઈ ગયા હતા.

  હવે જ્યારે રાહુલ ગાંધીએ બેલ્લારીની ધૂળભર્યા રસ્તાઓ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. તેમને પડકાર આપવા માટે એકપણ રેડ્ડી નથી. એક અરબ ડોલરના માઈનિંગ ઘોટાળમાં જમાનત પર જેલમાંથી બહાર આવ્યા બાદ જર્નાદન રેડ્ડીને સુપ્રિમ કોર્ટે પોતાના ગૃહ રાજ્યમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમના ઘણા બધા સમર્થકોએ તેમનો સાથ છોડી દીધો છે. તે ઉપરાંત તેમના કેટલાક સમર્થકોનો હોદ્દો ઘણો ઓછો છે.

  પછી ભલેને તેમનો જમણો હાથ મનાતા બી શ્રી રામુલુ બેલ્લારીથી બીજેપી સાંસદ છે, પરંતુ બીજેપી રેડ્ડી ભાઈઓથી સુરક્ષિત અંતર રાખીને ચાલી રહી છે. રેડ્ડી હાલ પણ દાવો કરે છે કે, તેઓ બીજેપી સાથે છે અને યેદિયુરપ્પા માટે લડશે, જોકે પાર્ટી તેમનાથી ખુશ નથી.

  કોંગ્રેસે આ જિલ્લા પર ફરીથી કબ્જો જમાવી લીધો છે અને ઘણા બધા બીજેપી કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યાં છે. બેલ્લારી કર્ણાટક ઈલેક્શનમાં હવે મુખ્ય કેન્દ્ર રહ્યું નથી. પરંતુ તેનો વધુ એક પાસો પણ છે. 500થી વધારે વર્ષ પહેલા વિજયનગરનું સામ્રાજ્ય અહીથી જ ચાલતું હતું.

  રાહુલ ગાંધી શનિવારે સવારે બેલ્લારી શહેર પાસે જિંદલ રન વે પર ઉતરશે. ત્યાર બાદ હેલિકોપ્ટરથી તેઓ વિજયનગર જશે. વર્ષ 1999માં તેમની માતાશ્રી પણ નામાંકન પત્ર દાખલ કરવા માટે આ રન વે પર ઉતર્યા હતા. હમ્પી પાસે હોસ્પેટમાં એક સાર્વજનિક સભામાં કોંગ્રેસ પોતાનો ચૂંટણી અભિયાન શરૂ કર્યા બાદ તેઓ પડોશી જિલ્લા કોપ્પલમાં જશે. રવિવારે સવારે તેઓ રાયચૂર જિલ્લામાં પહોંચશે.

  સોમવારે રાહુલ ગાંધી મલિલ્લાકર્જૂન ખડગેના ગઢ ગુલબર્ગ અને યાદગિરી જિલ્લામાં જશે. કેટલીક સાર્વજનિક સભાઓને સંબોધિને તેઓ મંગળવારે બિદર જિલ્લામાં હશે. ત્યાર બાદ તેઓ દિલ્હી પરત ફરશે.
  Published by:Mujahid Tunvar
  First published: