Home /News /national-international /રાહુલ-પ્રિયંકા કાકી મેનકા ગાંધીની વિરુદ્ધ પ્રચાર કરવા કેમ ઊતર્યા?

રાહુલ-પ્રિયંકા કાકી મેનકા ગાંધીની વિરુદ્ધ પ્રચાર કરવા કેમ ઊતર્યા?

પ્રિયંકા, મેનકા અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

પહેલીવાર એવું બન્યું છે કે સંજય અને રાજીવ ગાંધી પરિવાર આમને-સામને આવી ગયા છે!

    (અમિત તિવારી)

    2019ની લોકસભા ચૂંટણી અનેક રીતે રસપ્રદ છે. આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની સક્રિય રાજકારણમાં એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ એકબીજાથી પ્રખર વિરોધી પાર્ટીઓ સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો. આ ઉપરાંત આ પહેલો પ્રસંગ છે, જ્યારે ગાંધી પરિવારની યુવા પેઢી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાના પરિવારના સભ્યની સામે જ ચૂંટણી પ્રચાર કરવા કૂદી પડ્યા છે.

    મૂળે, 1984માં રાજીવ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી ચૂંટણી લડ્યા બાદ સંજય ગાંધી અને રાજીવ ગાંધીનો પરિવાર ક્યારેય ચૂંટણીમાં સામસામે નથી આવ્યા. ચૂંટણી પ્રચાર હોય કે નિવેદન આપવાની વાત હોય કે પછી એક-બીજાની લોકસભા ક્ષેત્રમાં પ્રચારની વાત હોય, બંને પરિવાર ક્યારેય સામ-સામે નથી આવ્યા. પારિવારિક મર્યાદાઓને હંમેશા રાજકારણથી દૂર રાખ્યા. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયાથી લઈને રાહુલ અને પ્રિયંકા કોઈએ પણ મેનકા અને તેમના દીકરા વરુણને લઈ ન તો કોઈ ટિપ્પણી કરી અને ન તો એક બીજાના વિસ્તારમાં ગયા. બિલકુલ એવી જ રીતે મેનકાના પરિવારે પણ કર્યું.

    ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :

    પરંતુ આ વખતે કહાણી થોડી અલગ છે. ચૂંટણીની શરઆત થતાં જ સૌથી પહેલા મેનકા ગાંધીની પ્રતિક્રિયા આવી, જ્યારે તેમણે રાહુલ ગાંધીની ન્યાય યોજના પર સવાલ ઉઠાવ્યા. મેનકાએ કહ્યું કે, હું શેખ ચિલ્લીઓની વાતનો જવાબ નથી આપતી. ત્યારબાદ રાહુલ સુલ્તાનપુરથી કોંગ્રેસ ઉમેદવાર ડો. સંજય સિંહના પ્રચાર માટે પહોંચ્યા. અહીંથી તેમની કાકી મેનકા ગાંધી પણ બીજેપીની ઉમેદવાર છે. આ બંને ઘટનાઓ બાદ બંને પરિવારોની વચ્ચે દાયકાઓ જૂની મર્યાદાની દીવાલ તૂટી ગઈ. હવે ગુરુવારે પ્રિયંકા ગાંધી પણ સુલ્તાનપુરમાં કાકી મેનકાની વિરુદ્ધ કોંગ્રેસ ઉમેદવાર માટે રોડ શો કરી રહી છે.

    આ પણ વાંચો, કોઈ કાગળ ઉપર લખી દેવાથી રાહુલ ગાંધી વિદેશી નથી થઈ જતા : સુપ્રીમ કોર્ટ

    સિનિયર પત્રકાર અને પોલિટિકલ મામલાઓના જાણકાર રતનમણિ લાલ કહે છે કે આ બે સામાન્‍ય પરિવારો વચ્ચે જોવા મળતી લડાઈ જેવું છે. મા-બાપ અને કાકા-કાકીનું પિક્ચરથી બહાર થતાં જ નવી પેઢી તે સંબંધોને કાયમ રાખવાનો વિશ્વાસ નથી રાખતી. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી સોનિયા ગાંધી કોંગ્રેસનું સુકાન સંભાળી રહી હતી, ત્યાં સુધી દેરાણી-જેઠાણી અને ભત્રીજા-ભત્રીજીનું સન્માન કાયમ હતું. હવે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું સુકાન રાહુલ અને પ્રિયંકાને આપી દીધું છે. જેથી તે સન્માન કે મર્યાદા જોવા નહીં મળે.

    તેઓએ કહ્યું કે, રાહુલ અને પ્રિયંકાની જવાબદારી વધી ગઈ છે. કોંગ્રેસનું સારું થશે કે ખોટું, તેમની જવાબદારી પણ બંનેની જ રહેશે. આ ઉપરાંત હવે તે સંબંધોને રાજકારણમાં સન્માન આપવાની તકેદારી પણ બંને પરિવાર નહીં રાખે. મેનકા પણ પોતાના દીકરા વિશે વિચારશે. તે પણ ચૂપ નહીં રહે. તેવી જ રીતે રાહુલ અને પ્રિયંકા પણ તે સંબંધોને તે સંબંધોને વધુ આગળ ધપાવવા નહીં દેખાય.

    આ પણ વાંચો, પત્રકારોને લાંચ આપવા મામલે ભાજપનાં નેતાઓ સામે ગુનો દાખલ

    તેઓએ કહ્યું કે જોકે હજુ બંને પરિવાર ખુલીને એક-બીજાની વિરુદ્ધ નથી બોલી રહ્યા. પરંતુ આવનારા સમયમાં જો એક-બીજાની વિરુદ્ધ નિવેદનબાજી પણ થાય છે તો તેમાં આશ્ચર્ય નહીં થાય.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Menka Gandhi, Priyanka Gandhi Vadra, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन