Home /News /national-international /

અજીત ડોભાલ પર કેમ આટલો ભરોસો કરે છે PM મોદી?

અજીત ડોભાલ પર કેમ આટલો ભરોસો કરે છે PM મોદી?

નરેન્દ્ર મોદી અને અજીત ડોભાલ (ફાઈલ ફોટો)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભારતના સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા અને ત્યારથી જ દાઉદ સહિત ભારતના તમામ દુશ્મનોની ઊંઘ ઉડી ગયેલી છે.

  અજીત ડોભાલ એકવાર ફરી દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. 74 વર્ષના અજીત ડોભાલનું કદ ફરી એક વખત વધારે મોટુ થયું છે. ડોભાલની નિયુક્તિ કરવાની સાથે-સાથે સરકારે તેમને કેબિનેટનો દરજ્જો પણ આપ્યો છે. એવામાં એ પ્રશ્ન ઉભો થાય છે કે, પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી અજીત ડોભાલ પર કેમ આટલો ભરોસો કરે છે? આ પ્રશ્નનો જવાબ અજીત ડોભાલના 5 વર્ષના કાર્યકાળથી મળી જશે. જે રીતે સલંગ જમ્મુ-કાશ્મીરમાં સેનાએ એક બાદ એક આતંકીઓનો સફાયો કર્યો તે ડોભાલની કાર્યશૈલીનું સૌથી મોટુ ઉદાહરણ છે.

  દેશના ઈતિહાસમાં પહેલી વખત નક્સલવાદને કતમ કરવા માટે દેશની સીમાની બહાર જઈ સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી. ભારતે અજીત ડોભાલના નેતૃત્વમાં દરેક એ હુમલાનો જવાબ આપ્યો જે દેશની આંતરીક અને બહારી સુરક્ષા પર કરવામાં આવ્યો. વરિષ્ઠ પત્રકાર અંબિકા નંદ સહાય માને છે કે, લોકસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી 303 સીટો પાચલ અજીત ડોભાલનું મોટુ યોગદાન છે.

  સહાયનું કહેવું છે કે, જે સમયે પુલવામા હુમલા બાદ ડોભાલના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકીઓના કેમ્પને નિશાન બનાવ્યા, તેનાથી દેશની પ્રજામાં સ્પષ્ટ સંદેશ ગયો કે, સરકાર પાકિસ્તાનના કોઈ પણ હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. આ પહેલા પણ ઉરી હુમલાનો જવાબ ભારતે સર્જિકલ સ્ટ્રાઈકથી આપ્યો હતો. દેશમાં આ વખતે ચૂંટણી દેશની સુરક્ષા અને સ્વાભિમાનના મુદ્દા પર લડવામાં આવી. એવામાં અજીત ડોભાલના નેતૃત્વમાં થયેલા આ સપળ ઓપરેશનનો ફાયદો સરકારને મળ્યો.

  કોણ છે અજીત ડોભાલ
  કેરળ કેડરના 1968 બેચના રિટાયર્ડ આઈપીએસ ઓફિસર અજીત ડોભાલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ નિર્દેશક રહ્યા છે. 1988માં અજીત ડોભાલને કિર્તી ચક્ર આપવામાં આવ્યું હતું. ડોભાલ કિર્તી ચક્ર મેળવનાર પહેલા આઈપીએસ ઓફિસર છે. કિર્તી ચક્રની આ કહાની મે 1988ની છે, જ્યારે ઓપરેશન બ્લેક થંડરની યોજના બની. કહેવાય છે કે, કાર્યવાહીના થોડા દિવસ પહેલાથી જ અમૃતસરમાં એક નવો રિક્શાવાળો જોવા મળ્યો હતો. ખાલિસ્તાનીને તેના પર શંકા હતી. 10 દિવસ સુધી તેના પર નજર રાખવામાં આવ્યા બાદ એક દિવસ આતંકવાદીઓએ તેને રોક્યો, તો રિક્ષાવાળો તેમને ભરોસો અપાવવામાં સફળ થયો કે તે આઈએસઆઈ એજન્ટ છે અને તેમની મદદ માટે આવ્યો છે. તે રિક્ષાવાળો કોણ હતો, તે પહેલી છે. પરંતુ ખાલિસ્તાનીઓ આતંકવાદીઓને મળ્યા બાદ અજીત કુમાર ડોભાલ જે સટિક જાણકારી ભેગી કરી લાવ્યા, તેના કારણે બ્લેક કેટ્સ કમાન્ડોઝે 41 આતંકીઓને ઠાર કર્યા હતા, અને 200 આતંકીઓએ સરેન્ડર કર્યું હતું.

  દાઉદ ઈબ્રાહિમ સુધી પહોંચવાની બનાવી ચુક્યા છે યોજના
  અમેરિકાના ગુપ્ત કેબલ્સના આધાર પર વિકિલિક્સ એ ખુલાસો પણ કરી ચુક્યું ચે કે, ઈન્ટેલિજન્સ બ્યૂરોએ 2005માં છોટા રાજનના શૂટર વિક્કી મલ્હોત્રા દ્વારા દાઉદ ઈબ્રાહિમને મારવાની યોજના બનાવી હતી, જેની જવાબદારી લગભગ 5 મહિના પહેલા રિટાયર થયેલા અજીત ડોભાલના હાથમાં હતી. સમાચારો અનુસાર, યોજના વિશે વાત કરવા માટે એક દિવસ જ્યારે ડોભાલ અને વિક્કી મલ્હોત્રા દિલ્હીમાં એક સાથે હતા. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચની એક ટીમે હત્યાના આરોપમાં મલ્હોત્રાની દરપકડ કરી લીધી અને દાઉદને મારવાની યોજના નેવે મુકાઈ ગઈ.

  વર્ષ 2014માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા
  અજીત ડોભાલના આવા કારનામાઓના કારણે જ 30મે 2014ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભારતના સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા અને ત્યારથી જ દાઉદ સહિત ભારતના તમામ દુશ્મનોની ઊંઘ ઉડી ગયેલી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Trust, Why, અજીત ડોવાલ, વડાપ્રધાન મોદી

  આગામી સમાચાર