Home /News /national-international /

વિદ્યાર્થીએ કહ્યું-રાષ્ટ્રપતિ બનવા માંગું છું, તો મોદીએ પૂછ્યું- PM કેમ નહીં? જુઓ VIDEO

વિદ્યાર્થીએ કહ્યું-રાષ્ટ્રપતિ બનવા માંગું છું, તો મોદીએ પૂછ્યું- PM કેમ નહીં? જુઓ VIDEO

ઇસરો હેડક્વાર્ટર ખાતે પીએમ મોદીએ સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરી.

એક વિદ્યાર્થીએ પીએમ મોદીને પૂછ્યું, "મારું લક્ષ્ય દેશના રાષ્ટ્રપતિ બનવાનું છે, મને તેના માટે શું કરવું જોઈએ?"

    બેંગલુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવાર-શનિવારની રાત્રે ઇસરો (ISRO)ના હેડક્વાર્ટરમાં ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગને જોવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓએ અનેક સ્કૂલના સ્ટુડન્ટ સાથે વાતચીત કરી. જ્યારે તેઓ સ્ટુડન્ટ્સ સાથ મુલાકાત કરી રહ્યા હતા, તે સમયે એક સ્ટુડન્ટે વડાપ્રધાનને સવાલ કર્યો. તેણે કહ્યું, હું દેશનો રાષ્ટ્રપતિ બનવા માંગું છું. તો વડાપ્રધાન મોદીએ તરત જ પૂછ્યું, વડાપ્રધાન કેમ નથી બનવા માંગતો?

    ઇસરો હેડક્વાર્ટરમાં સ્કૂલના બાળકો વડાપ્રધાનની સાથે લેન્ડર વિક્રમ (Lander Vikram)ના સોફ્ટ લેન્ડિંગનું જીવંત પ્રસારણ જોવા પહોંચ્યા હતા. વડાપ્રધાને આ બાળકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ પીએમ મોદીને પૂછ્યું, "મારું લક્ષ્ય દેશના રાષ્ટ્રપતિ બનવાનું છે, મને તેના માટે શું કરવું જોઈએ?" વડાપ્રધાને તરત જ તે સ્ટુડન્ટને હસતાં-હસતાં પૂછ્યું, "વડાપ્રધાન કેમ નથી બનવા માંગતો?"

    આ પણ વાંચો, ચંદ્રયાન-2 મિશનને શા માટે નિષ્ફળ ન કહી શકાય? જાણો

    ત્યારબાદ વડાપ્રધાને બીજા સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા. નોંધનીય છે કે, જેવી એ વાતની જાણ થઈ કે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો છે તો પીએમ મોદીએ વૈજ્ઞાનિકોના પ્રયાસના વખાણ કર્યા. ત્યારબાદ પીએમ મોદી સ્ટુડન્ટ્સને મળ્યા અને કહ્યું કે, જીવનમાં આ પ્રકારના આંચકોઓથી નિરાન ન થવું જોઈએ. તેઓએ સ્ટુડન્ટ્સને કહ્યું કે, પોતાના જીવનમાં લક્ષ્ય ઊંચા રાખો. પોતાના ટાર્ગેટને નાના-નાના હિસ્સામાં વહેંચી દો અને નાના-નાના ટાર્ગેટને પ્રાપ્ત કરો. એ વાતને ભૂલી જાઓ કે તમે ક્યાં નિષ્ફળ રહ્યા. નિરાશાને પાછળ મૂકી દો.

    આ પણ વાંચો, ચંદ્રયાન-2 : 15 મિનિટમાં કેવી રીતે માર્ગ ભટકી ગયું ઇસરોનું લેન્ડર વિક્રમ?

    નોંધનીય છે કે, ઇસરો ચીફે જાહેરાત કરતાં જણાવ્યું કે લેન્ડર વિક્રમ સાથે સોફ્ટ લેન્ડિંગથી 2.1 કિમી પહેલા ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો. અંતિમ સમય સુધી લેન્ડર વિક્રમ યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું. 2.1 કિમીના અંતર સુધી તે સતત સંપર્કમાં હતું. પરંતુ ત્યારબાદ સંપર્ક તૂટી ગયો. વૈજ્ઞાનિક અત્યાર સુધી મળેલા આંકડાઓનું એનાલિસિસ કરી રહ્યા છે.

    આ પણ વાંચો, ISRO ચીફ કે. સીવન રડી પડ્યા, પીએમ મોદીએ ભેટીને જુસ્સો વધાર્યો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chandrayaan-2, Lander vikram, ઇસરો, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन