Home /News /national-international /PM Modi Foreign Tour: વિદેશ પ્રવાસ માટે પીએમ મોદી રાતની યાત્રા જ કેમ પસંદ કરે છે? જાણો મહત્વનું કારણ

PM Modi Foreign Tour: વિદેશ પ્રવાસ માટે પીએમ મોદી રાતની યાત્રા જ કેમ પસંદ કરે છે? જાણો મહત્વનું કારણ

22 મે ના રોજ પીએમ મોદી જાપાનના પ્રવાસે જશે

PM Modi Japan visit - પીએમ મોદીનો આગામી પ્રવાસ જાપાનનો રહેશે. પ્રધાનમંત્રી 22 મે ની રાત્રે જાપાન માટે રવાના થશે

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)વિદેશ યાત્રાનો વ્યસ્ત કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની ત્રણ દિવસીય યાત્રા (PM Narendra Modi Foreign Tour)કરી હતી અને આ પછી બુદ્ધ પૂર્ણિમાના દિવસે પડોશી દેશ નેપાળનો પ્રવાસ કર્યો હતો. હવે આગામી સપ્તાહે પીએમ મોદી મહત્વપૂર્ણ યાત્રા જાપાનના પ્રવાસે (PM Modi Japan visit)જશે.

જો પીએમના વિદેશ પ્રવાસના કાર્યક્રમ પર નજર કરવામાં આવે તો બધા દેશોની યાત્રાઓમાં એક પેટર્ન જોવા મળે છે. પીએમ મોદી મોટાભાગના વિદેશ પ્રવાસ માટે રાતનો સમય પસંદ કરે છે. આ પાછળનું મોટું કારણ એ છે કે તે વધારેમાં વધારે સમયનો ઉપયોગ કરવા માંગે છે. દિવસનો સમય ઉપયોગી કામ માટે બચાવવાના ઉદ્દેશ્યથી તે રાત્રે પ્રવાસ કરવાનું પસંદ કરે છે.

22 મે ના રોજ પીએમ મોદી જાપાનના પ્રવાસે જશે

પીએમ મોદીનો આગામી પ્રવાસ જાપાનનો રહેશે. પ્રધાનમંત્રી 22 મે ની રાત્રે જાપાન માટે રવાના થશે. 23 મે ના રોજ ટોક્યો પહોંચશે અને ત્યાં પહોંચતા જ તે પોતાના કામ પર લાગી જશે. જાપાનમાં પીએમ મોદી ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. આ સિવાય ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો - ફરી એક વાર ચીનની અવળચંડાઈ આવી સામે, ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારમાં પેંગોંગ તળાવ પર બનાવી રહ્યું છે બીજો પુલ

પ્રધાનમંત્રી મોદી 24 મે ના રોજ ટોક્યોમાં ક્વાડ નેતાઓ સાથે શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં ક્વાડ નેતાઓને હિંદ-પ્રશાંતના ઘટનાક્રમ, સમસામયિક વૈશ્વિક મુદ્દા પર વિચારાના આદાન-પ્રદાનની તક મળશે. 24 મે ના રોજ પીએમ મોદી રાત્રે ભારત આવવા માટે ઉડાન ભરશે.

ફક્ત 3 રાતમાં 5 દેશની યાત્રા

જો તેમના હાલના પ્રવાસ પર નજર કરવામાં આવે તો પીએમ મોદીએ જર્મની અને ડેનમાર્કમાં ફક્ત એક રાત પસાર કરી હતી. આવી જ રીતે તે જાપાનના પ્રવાસે એક જ રાત વિતાવશે. બીજા દિવસે ભારત પરત આવી જશે.

પીએમ મોદીએ પોતાના વિદેશ યાત્રાઓ માટે એવો કાર્યક્રમ તૈયાર કર્યો કે તે આ મહિનામાં ફક્ત ત્રણ રાત રહીને કુલ પાંચ દેશોની યાત્રા કરી ચૂક્યા છે. તેઓ પોતાના સમયને બચાવવા માટે રાતનો સમય વધારેમાં વધારે વિમાનમાં પસાર કરે છે. પીએમના એક નજીકના સૂત્રએ કહ્યું કે સમય અને સંશાધનોની બચત કરવી તેમની આદત બની ગઈ છે.
First published:

Tags: PM Modi speech, પીએમ મોદી