Home /News /national-international /

જિનપિંગથી નેતન્યાહૂ: દરેક મહેમાનને કેમ અમદાવાદ લાવે છે મોદી?

જિનપિંગથી નેતન્યાહૂ: દરેક મહેમાનને કેમ અમદાવાદ લાવે છે મોદી?

    ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ 18મી જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે છે. ઈઝરાયલના વડાપ્રધાન અને પીએમ મોદીના દિલ્હી,મુંબઈ, આગરા ઉપરાંત અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમો છે. 17 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂનો રોડ શો કરવાના છે.

    બેંઝામિન નેતન્યાહૂ એવા પહેલા રાષ્ટ્રધ્યક્ષ નથી જેમની અમદાવાદમાં આગતા સ્વાગતા થશે. આ પહેલા પણ પીએમ મોદીએ અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ, જાપાનના શિંજો આબેની મહેમાનગતિ કરી ચુક્યા છે. આખરે એવું તો કયુ કારણ છે કે પીએમ મોદી ભારતના પ્રવાસે આવતા રાષ્ટ્રધ્યક્ષોની મહેમાનગતિ અમદાવાદમાં કરવાનું ભુલતા જ નથી.

    શું છે કારણ?
    2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી માટે અમદાવાદ બહુ ખાસ છે. અમદાવાદને દિલ્હી પછી દેશની બીજી રાજધાની તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે. રાજનૈતિક જાણકારોનું માનવું છે કે આ પીએમ મોદીની એક રણનીતિ છે. તેઓ વિશ્વના નેતાઓને વિકાસ પરિયોજનાઓથી માહિતગાર કરાવવા માંગે છે કે જેની શરૂવાત તેમણે તેઓ સીએમ હતા ત્યારે કરી હતી.

    2014માં ભારત આવ્યા હતા શી જિનપિંગ
    સપ્ટેમ્બર 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત પ્રવાસ કર્યો હતો. ત્યારે સાબરમતી રિવરફ્ન્ટ પર બેઠેલા પીએમ મોદી અને જિનપિંગની તસવીરો દુનિયાભરના છાપાઓમાં છપાઈ હતી. દેશ દુનિયાની ન્યૂઝ ચેનલોએ આ પ્રસંગ કવર કર્યો હતો. તેના બીજા દિવસે નવી દિલ્હીમાં બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય વિષયો પર વાત કરી હતી પરંતુ ત્યારે પણ ટેલીવિઝન ચેનલો પર સાબરમતી રિવરફ્રન્ટની તસવીરો જ છવાયેલી રહી.

    2017માં જાપાનના પીએમનો ભારત પ્રવાસ
    2017માં જાપાનના પીએમ શિંજો આબે ભારત પ્રવાસ પર આવ્યા હતા ત્યારે પણ અમદાવાદમાં જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આધારશિલા મુકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુંબઈને દેશની આર્થિક રાજધાની માનવામાં આવે છે પરંતુ પીએમ મોદીએ અમદાવાદને મુંબઈ કરતા પણ વધારે મહત્વ આપ્યું. સિદ્દી સૈયદની જાળી જોવા માટે પણ તેમને રિવર ફ્રન્ટ પરના રોડ પરથી જ લઈ જવાયા કે જેથી તેઓ આ પ્રોજેક્ટનો નજારો જોઈ શકે.

    ગુજરાત મોડલને પ્રમોટ કરવાનો છે હેતુ
    સિનીયર જર્નાલિસ્ટ અને પોલિટિકલ કમેન્ટર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, 'રાજધાની દિલ્હીના બદલે અમદાવાદ અને ગાંધીનગરમાં રાષ્ટ્રધ્યોક્ષોની મહેમાનગતિ કરવાની પીએમ મોદીની એક દૂરગામી રણનીતિ છે. આ રણનીતિ અમદાવાદની વિકાસ પરિયોજનાઓનું પ્રદર્શન અને પીએમ મોદીના ગુજરાત મોડલને પ્રમોટ કરવા અંગે છે.'

    દેસાઈએ જણાવ્યું કે હવે મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ સમારોહ ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર ગાંધીનગરમાં મનાવવામાં આવતો હતો. હવે પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદી આ રણનીતિ પર કામ કરે છે.
    First published:

    Tags: Benjamin Netanyahu, Narendr Modi

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन