રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું - PM મોદીએ મારી સાથે ડિબેટ કેમ ન કરી?

લોકસભા ચૂંટણીના 7માં તબક્કાના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કૉ્ફરન્સ સંબોધી હતી.

News18 Gujarati
Updated: May 17, 2019, 6:08 PM IST
રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું - PM મોદીએ મારી સાથે ડિબેટ કેમ ન કરી?
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના અંતિમ દિને પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી.
News18 Gujarati
Updated: May 17, 2019, 6:08 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણના સાતમા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મારી સાથે ડિબેટ કેમ ન કરી? તેમણે કહ્યું પીએમ મોદી રાફેલ પર શા માટે ડરી ગયા? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ઇલેક્શન કમિશન પર પક્ષપાત કરવાનો આક્ષેપ મૂક્યો હતો.

ચૂંટણી પંચ પર આક્ષેપ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ મૂક્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણી પંચે પક્ષપાતી વલણ દાખવ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણીનો કાર્યક્રમ પીએમ મોદીની અનુકૂળતાના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. અન્ય વિપક્ષની પાર્ટીઓ પણ ચૂંટણી પંચ પર પક્ષપાતી વલણ રાખવાનો આક્ષેપ મૂકી ચુકી છે.

આ પણ વાંચો :  લાંબા સમય બાદ પાંચ વર્ષ પછી પૂર્ણ બહુમતીની સરકાર ફરી ચૂંટાઈ આવશે : પીએમ મોદી

પીએમની પ્રેસ કૉન્ફરન્સ
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પીએમની પ્રેસ કૉન્ફરન્સ આશ્ચર્ય જનક છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આક્ષેપ કર્યો હતો કે તેમણે ડિબેટ ન કરી અને પોતાના પડકારને જીલ્યો નહોતો
ભાજપ પાસે અગણિત પૈસો
રાહુલ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પાસે અગણિત પૈસો છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે કોંગ્રેસ કરતાં વધારે પૈસા છે. તેઓ પોતાની માર્કેટિંગ પણ શાનદાર રીતે કરી શકે છે. રાહુલે કહ્યું કે રેશિયો 1:20 નો છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેમની પાસે સત્ય છે અને સત્યની જીત થશે.

આ પણ વાંચો :  Narendra Modi Speech : PM મોદીએ પ્રેસ કૉન્ફરન્સની ખાસ બાબતો

માયાવતી તેમની રીતે રાજકારણ કરશે
રાહુલ ગાંધીએ માયાવતી વિશેના સવાલમાં કહ્યું કે માયાવતી તેમની રીતે રાજકારણ કરશે હું તેમના વિશે ટિપ્પણી કરી શકું નહીં. પીએમ મોદીએ તેમના વિશે શું કહે છે તેના વિશે મને કોઈ આપત્તિ નથી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ એમ પણ કહ્યું કે વૈચારિક રીતે માયાવતી, અખિલેશ અને કોંગ્રેસ એક જ છે. રાહુલ ગાંધીએ વિપક્ષની એકતા વિશે કહ્યું કે વિપક્ષની એકતા 23મી મેના રોજ સ્પષ્ટ થઈ જશે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...