વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટર અક્ષય કુમારની સાથે ઇન્ટરવ્યૂમાં એક ખાસ વાતનો ખુલાસો કર્યો છે કે કેમ તેઓ માતા, ભાઈ અને તમામ પરિવારની સાથે ઘરમાં નથી રહેતા. એક્ટર અક્ષય કુમાર સાથે નરેન્દ્ર મોદીની વાતચીત રાજનીતિથી અલગ મોદીના જીવનની એવી ઓછી જાણીતી બાબતો પર ફોકસ કરવામાં આવી. અક્ષય કુમારે પીએમને સવાલ પૂછ્યો કે, જેમ હું મારા ઘરે મારી માતાની સાથે રહું છું, તમારું મન કરે છે સર કે આપની માતા, આપના ભાઈ અને તમામ પરિવાર આપની સાથે ઘરે રહે?
મોદીએ આ સવાલનો જવાબ આપ્યો કે, હું ઘણી નાની ઉંમરે બધું છોડી ચૂક્યો છું. ઘણી નાની ઉંમેરે..જેમ મારા માતા મને કહે છે, અરે ભાઈ મારી પાછળ તું કેમ સમય ખરાબ કરે છે.
વડાપ્રધાને કહ્યું કે જો હું પીએમ બનીને ઘરેથી નીકળ્યો હોત તો સ્વાભાવિક રીતે મારું મન રહેતું કે મારી સાથે બધા રહે. હું ઘણી નાની ઉંમરે બધું છોડી ચૂક્યો છું. ઘણી નાની ઉંમેરે..એ જીવન એવું હતું કે બધાથી અળગો થઈ ગયો. તેના કારણે જેને કઈએ લાગણી, મોહ, માયા..કેમકે જે હું ઘર છોડીને નીકળ્યો હતો, જે ટ્રેનિંગ થઈ તે એ પ્રકારની થઈ. તેના કારણે એક અવસ્થા બાદ છોડો તો મુશ્કેલી થાય છે. તે સમયે છોડ્યું ત્યારે તકલીફ થઈ હશે, પરંતુ હવે જિંદગી એ રીતની થઈ ગઈ છે.
#WATCH PM Narendra Modi during interaction with Akshay Kumar, speaks on why he doesn't have his family living with him at 7 Lok Kalyan Marg in Delhi pic.twitter.com/Y3xnaaSyi2
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, તેમ છતાંય એક સમયે માતાને અહીં બોલાવ્યા હતા. પણ મારી માતા મને કહે છે, અરે ભાઈ મારી પાછળ તું કેમ સમય ખરાબ કરે છે. અને હું શું કરું અહીં તારી સાથે રહીને. ગામના જૂના લોકો મળવા આવે છે તો તેમની સાથે વાત થાય છે. તારી સાથે હું શું વાત કરું. તો સ્વાભાવિક રીતે તેમનું મન મારી સાથે નહીં લાગે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું પણ સમય નથી આપી શકતો. જ્યારે માતા અહીં રોકાયા તો હું તો મારા શિડ્યૂલમાં જ વ્યસ્ત રહેતો હતો. તો એકાદ વાર સાથે ભોજન ખાધું હતું. મારી માતાને પણ દુ:ખ થતું હતું કે હું મોડો આવું છું, તેઓ મારી ચિંતા કરતાં હતાં.
માતાજીને પગારમાંથી કઈ આપો છો?
અક્ષય કુમારે પૂછ્યું કે, માતાજીને પગારમાંથી કંઈક આપો છો તો મોદીએ કહ્યું કે, આજે પણ મારા માતા મને પૈસા હાથમાં આવે છે, મારા માતાજીને પૈસાની અપેક્ષા નથી. મારો પરિવાર કોઈ સરકારી પૈસા કે સુવિધાનો ઉપયોગ નથી કરતો. તેનો મતલબ એવો નથી કે મા પ્રત્યે લગાવ નથી. મારું જીવન જ એવું બની ગયું છે કે મારો દેશ જ મારો પરિવાર છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ મંગળવારે પીએમ મોદી ગાંધીનગરમાં પોતાના માતા હિરાબાને મળી તેમના આશીર્વાદ લીધા હતા. તેમની માતાએ તેમને આશીર્વાદ રૂપે પાવાગઢના મળાકાળી માતાની ચૂંદડી આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને અમદાવાદના રાણીપમાં આવેલા પોલિંગ બૂથ ખાતે મતદાન કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર