ન્યૂઝ18 ગુજરાતી : દેશમાં સામાન્ય ચૂંટણી હોય છે ત્યારે એકમાત્ર વડાપ્રધાન જ ચૂંટણી પ્રચાર માટે સરકારી વિમાનનો ઉપયોગ કરી શકે છે. ભારતના વડાપ્રધાનોને આ સુવિધા કેવી રીતે મળી તેનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાય હતી, જે બાદમાં દેશમાં કુલ 16 લોકસભા ચૂંટણી થઈ ચુકી છે.
નહેરુ ન્હોતા ઇચ્છતા વિમાનનો ઉપયોગ થાય
1952માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ હતી ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ન્હોતા ઇચ્છતા કે ચૂંટણી પ્રચારમાં સરકારી વિમાનનો ઉપયોગ થાય. જ્યારે કોંગ્રેસ પાસે એટલા પૈસા ન્હોતા કે તે ચાર માર્ચ સુધી ચાલનારા ચૂંટણી પ્રચાર માટે વિમાનનો ખર્ચ ઉઠાવી શકે. નહેરુ પોતાની વાત પર મક્કમ હતા. આ સમયે એક ચતુર ઓડિટર જનરલે એક સુવિધાયુક્ત રસ્તો કાઢીને નહેરુની નૈતિક મુશ્કેલી સમાપ્ત કરી દીધી હતી.
દુર્ગાદાસના પુસ્તક 'કર્ઝન ટૂ નહેરુ'માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ઓડિટર જનરલનું કહેવું હતું કે વડાપ્રધાનના જીવનને તમામ સંકટોથી બચાવવું જરૂરી છે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે વડાપ્રધાન વિમાનમાં મુસાફરી કરે.
વિમાનની મુસાફરીમાં તેમને વિશાળ સુરક્ષા સ્ટાફની પણ જરૂરિયાત રહેતી ન હતી, જેટલી રેલ યાત્રામાં જરૂરિયાત પડતી હતી. વડાપ્રધાનની સુરક્ષા રાષ્ટ્રની જવાબદારી છે, આથી રાષ્ટ્રએ આ માટે ખર્ચ પણ કરવો જોઈએ.
વડાપ્રધાને આપવું પડે છે વિમાનનું ભાડું
એવો નિયમ બનાવવામાં આવ્યો કે નહેરુ પોતાની યાત્રા માટે એટલું ભાડું ચુકવશે જેટલું ભાડું કોઈ મુસાફરે એરલાઇનને આપવાનું હોય છે. વડાપ્રધાનની સાથે જતા સુરક્ષા સ્ટાફ અને પીએમના પોતાના સ્ટાફ માટેનું ભાડું પણ સરકાર આપે. જો કોઈ કોંગ્રેસે આ વિમાનમાં સવારી કરે તો તે પણ એટલું જ ભાડું ચુકવે.
આવી રીતે આખા ખર્ચનો નાનો હિસ્સો ચુકવીને તેમણે એક એવી સુવિધા મેળવી લીધી હતી જેનાથી તેમની ક્ષમતા અનેકગણી વધી ગઈ હતી. વડાપ્રધાન હોવાને નાતે તેમને સંચારના દરેક સાધન, ખાસ કરીને રેડિયો અને વર્તમાનપત્રો પર પ્રાથમિકતા મળતી હતી. દરરરોજ નહેરુની લોકસભાની તસવીરો અને ભાષણો વિશાળ લોકોની વચ્ચે પહોંચતા હતા. આનો તેમને ફાયદો મળતો હતો.
નહેરુ બાદ અન્ય વડાપ્રધાનોને મળી આ સુવિધા
બાદમાં આ સુવિધા નહેરુ પછીના વડાપ્રધાનોને પણ મળી હતી. વડાપ્રધાન એકલો એવો વ્યક્તિ હોય છે જે સરકાર પાસેથી મળેલા વિમાનનો ઉપયોગ કરી શકે છે. તેમના પર ચૂંટણી પંચની કોઈ લગામ નથી હોતી. વડાપ્રધાને કોઈ પણ ખર્ચ વ્યક્તિગત રીતે નથી આપવો પડતો. તેમણે ફક્ત પોતાની યાત્રાનો ખર્ચ આપવો પડે છે. જોકે, આ ખર્ચ પણ જે તે પાર્ટી પોતાના પાર્ટી ફંડમાંથી આપતી હોય છે.
વિમાન ન પહોંચે ત્યાં કયા સાધનનો ઉપયોગ કરે છે વડાપ્રધાન
ભારતીય વડાપ્રધાનનું અધિકૃત વિમાન એર ઇન્ડિયા વન છે. જો તેમણે કોઈ એવી જગ્યાએ જવાનું હોય જ્યાં એરપોર્ટ ન હોય તો તેઓ નાના વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આનો ખર્ચ પીએમઓ ભોગવે છે. એક આરટીઆઈમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી 2014થી 2017 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 128 બિનઅધિકારિક પ્રવાસ કર્યા હતા. આ માટે પીએમઓ તરફથી એરફોર્સને રૂ. 89 લાખ ખર્ચ આપવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર