Agenda India: શું ઇન્ટેલિજન્સ ફેલિયર પર સવાલ ન પૂછવા જોઈએ? -સુરજેવાલા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા

શહીદ પર રાજકારણ કેમ સવાલના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે તેની પર રાજકારણ કોણ કરી રહ્યું છે?

  • Share this:
    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રવિવારે ન્યૂઝ18ના કાર્યક્રમ એજન્ડા ઈન્ડિયામાં સામેલ થયા. શહીદ પર રાજકારણ કેમ સવાલના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે તેની પર રાજકારણ કોણ કરી રહ્યું છે? સેનાના શૌર્યની પાછળ છુપાઈને પોતાનું રાજકારણ કોણ કરી રહ્યું છે?

    રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પુલવામા હુમલો હોય, આરડીએસ આવ્યા અને સીઆરપીએફનો કાફલો ઉડાવી દેવામાં આવે, તો શું તેની પર સવાલ ન પૂછવા જોઈએ? તેમણે કહ્યું કે જ્યારે મુંબઈ પર હુમલો થયો તો મોદીજી ઈન્ડિયા ગેટ પર ઊભા રહીને મનમોહનસિંહની ટીકા કરી રહ્યા હતા. પરંતુ અમે એવું નથી કર્યું પરંતુ પાંચ દિવસની રાહ જોઈ.

    આ પણ વાંચો, Agenda India: પીએમ મોદીએ પુલવામા હુમલા પર રાજકારણ કર્યું- મનીષ તિવારી

    વાયુ સેના પર આપવામાં આવેલા સામ પિત્રોડાના નિવેદનને સુરજેવાલાએ તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું. જોકે કહ્યું કે રાજનીતિ મુદ્દાઓ પર થવી જોઈએ, વ્યક્તિઓના નિવેદન પર રાજનીતિ ન થવી જોઈએ. તેની સાથે જ સુરજેવાલાએ પીએમ મોદી દ્વારા નેરેટિવ સેટ કરવા માટે મીડિયાને પણ દોષી ઠેરવ્યું. તેઓએ કહ્યું કે એક નિવેદનને વારંવાર દર્શાવતા રહે છે.

    રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને લઈ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકારે પૂર્વોત્તર અને દક્ષિણ ભારતને લઈને ખીણ ઊભી કરી. તે ખીણની ભરપાઈના પ્રયાસ માટે, જેથી દેશ એક સૂત્રમાં બંધાયેલો રહે, આ તેનો પ્રયાસ છે.
    Published by:Mrunal Bhojak
    First published: