Opinion- નરેન્દ્ર મોદીને ફરી કેમ PM બનવાથી રોકવા માંગે છે અમર્ત્ય સેન?

News18 Gujarati
Updated: August 28, 2018, 12:27 PM IST
Opinion- નરેન્દ્ર મોદીને ફરી કેમ PM બનવાથી રોકવા માંગે છે અમર્ત્ય સેન?
નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન (ફાઈલ ફોટો)

ખાસ વાત એ છે કે, અમર્ત્ય સેનને એનડીએ સરકારે જ ભારત રત્ન આપ્યો હતો. તે સમયે એનડીએ સરકારના પીએમ અટલ બિહારી વાજપેયી હતા.

  • Share this:
ફર્સ્ટપોસ્ટ માટે કિંશુલ પ્રવલ

મોદી વિરોધીની રાજનીતિના સમયમાં નરેન્દ્ર મોદીને પીએમ બનવાથી રોકવા માટે હવે રાજનીતિએ નવું અર્થશાસ્ત્ર ગડ્યું છે. નોબલ પુરસ્કારથી સન્માનિત 'ભારત રત્ન' અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપી વિરોધી ગેર સાંપ્રદાયીક પાર્ટીઓને એકજૂટ થવાની સલાહ આપી છે, જેથી એનડીએને સત્તામાં આવવાથી રોકી શકાય.

અમર્ત્ય સેનની આ અપિલનું આખરે રાજ શું છે? શું આ વિપક્ષી દળોમાં એકતા ફૂંકવાની કૌટિલ્ય નીતિ છે? આખરે મોદી વિરોધી નીતિ પાછળનું અમર્ત્ય સેનનું કયું દર્દ છુપાયેલું છે?

અમર્ત્ય સેને બીજેપી પર હુમલો કરતા કહ્યું કે, તે એક એવી બિમાર પાર્ટી છે, જેણે 55 ટકા સીટો સાથે સત્તા મેળવી છે, જ્યારે તેને માત્ર 31 ટકા જ વોટ મળ્યા હતા. સેન બીજેપીને ખોટા ઈરાદાથી સત્તામાં આવેલી પાર્ટી માને છે. શું માનવામાં આવે છે કે, અમર્ત્ય સેન પ્રમાણે દેશની જનતાએ ખોટા ઈરાદાવાળી પાર્ટીને દેશ સોપ્યો છે?.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા હવે અમર્ત્ય સેન વર્ષ 2014ની જેમ જ એક્ટિવ થઈ ગયા છે. એકવાર ફરી અર્થશાસ્ત્રી અને બીજેપી આમને-સામને છે. પ્રશ્ન એ ઉઠે છે કે, આખરે અમર્ત્ય સેનને એનડીએ અથવા નરેન્દ્ર મોદી સરકારથી આટલી નારાજગી કેમ છે? ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં પણ અમર્ત્ય સેને મોદીના પીએમ પદની દાવેદારીનો જોરદાર વિરોધ કર્યો હતો.

અમર્ત્ય સેનની અપીલ વિપક્ષ માટે અમર-વાણી હોઈ શકે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બીજેપીને અમર્ત્ય સેનના શબ્દોના એક-એક બાણ દર્દ પહોંચાડી રહ્યા છે. ત્યારે બીજેપીએ પણ સામે પલટવાર કરી અમર્ત્ય સેનની તુલના એવા બુદ્ધીજીવીઓ સાથે કરી જેમણે સમાજને હંમેશા ગુમરાહ કર્યા છે.અમર્ત્ય સેનને વર્ષ 1998માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. બંગાળની માટીમાંથી ઉભરેલા અર્થશાસ્ત્રના નાયક અમર્ત્ય સેને ગરીબો, સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈ પોતાના વિચારોથી દુનિયાનું ધ્યાન ખેચ્યુ હતું. પરંતુ આજે તે એનડીએને સત્તામાં આવવાથી રોકવાની અપીલ કરી દેશમાં સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. ખાસ વાત એ છે કે, અમર્ત્ય સેનને એનડીએ સરકારે જ ભારત રત્ન આપ્યો હતો. તે સમયે એનડીએ સરકારના પીએમ અટલ બિહારી વાજપેયી હતા.

પરંતુ વર્ષ 2014 આવતા-આવતા અમર્ત્ય સેનની એનડીએ માટેની માનસિકતા બદલાઈ ગઈ. વર્ષ 2014માં જ્યારે બીજેપીએ ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા તો અમર્ત્ય સેને તેનો સખત વિરોધ કર્યો. અમર્ત્ય સેને મોદીની પીએમ પદની દાવેદારી પર પ્રશ્ન ઉભા કર્યા. ત્યારબાદ બીજેપીના પશ્ચિમ બંગાળથી નેતા ચંદન મિત્રાએ 'ભારત રત્ન' પાછો લઈ લેવા સુધીની માંગ કરી હતી. અમર્ત્ય સેનના વિચારોને પર્સનલ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જણાવી કોંગ્રેસ અને વામદળોએ બીજેપી પર ખુબ શાબ્દીક હુમલા કર્યા હતા.

ત્યારબાદથી અત્યારસુધીમાં અમર્ત્ય સેન કેટલીએ વખત મોદી સરકાર સામે પ્રશ્ન ઉભા કરતા રહ્યા છે. તેમણે એટલે સુધી કહ્યું કે, પીએમ મોદીને આર્થિક વિકાસના મામલાની કોઈ સમજ નથી. તેમણે નોટબંધીને દીશાહિન મિશાઈલ કહીને ખોટો નિર્ણય ગણાવ્યો હતો.

અમર્ત્ય સેનના પીએમ મોદી વિરુદ્ધ રાજનૈતિક વિચાર જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો તેમના પર્સનલ વિચાર મોદી પ્રત્યેના પર્સનલ મતભેદ જ દેખાય છે. નાલંદા યૂનિવર્સિટીમાંથી કુલપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદથી અમર્ત્ય સેનની અભિવ્યક્તિની આઝાદી વધતી જઈ રહી છે.

જે રીતે અમર્ત્ય સેને વર્ષ 2014માં મોદીની ઉમેદવારી પર પ્રશ્ન ઉભા કર્યા હતા, તે જ રીતે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને લઈ હવે તે બીજેપી પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અમર્ત્ય સેનનું કહેવું છે કે, લોકતંત્ર ખતરામાં છે અને નિરંકુશતા વિરુદ્ધ વિરોધ કરવો જોઈએ. પરંતુ આ વખતે ચંદન મિત્રાની જગ્યાએ મોર્ચો સંભાળ્યો છે પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલિપ ઘોષે. ઘોષે કહ્યું કે, વામ વિચારધારાનું અનુસરણ કરનારા અમર્ત્ય સેન જેવા બુદ્ધિજીવી વાસ્તવિકતાથી દૂર રહ્યા છે.

અમર્ત્ય સેન મોદી સરકારના વિરોધમાં પોતાના નિવેદન આપવામાં 'સ્પષ્ટવક્તા' અર્થશાસ્ત્રી છે. તેમને જ્યારે પણ મોદી સરકાર વિરુદ્ધ નિશાન લગાવવાનો મોકો મળે છે તે ક્યારે પણ ચૂકતા નથી. જેએનયૂમાં દેશદ્રોહના મામલામાં પણ અમર્ત્ય સેનની સલાહ સરકારના એકદમ વિરુદ્ધ હતી. અમર્ત્ય સેને કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓની દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી, તેમની પર આરોપ સાબિત ન થયા અને વિદ્યાર્થીઓ સાથે કસ્ટડીમાં મારામારી કાયદા વિરુદ્ધ છે. અમર્ત્ય સેને દેશમાં અરાજકતા અને અસહિષ્ણુતા જેવી પરિસ્થિતિનો હવાલો આપતા કહ્યું કે, દેશમાં લોકોને ન્યાય નથી મળી રહ્યો.

આજે અમર્ત્ય સેન જે રીતે મોદી સરકાર પર સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તે તેમના પૂર્વગ્રહને જ પરિભાષિત કરે છે. યૂપીએ સરકારમાં સલાહકાર રહેનારા અમર્ત્ય સેનને 84ના સિખ રમખાણ કે ભાગલપુર અને મુઝફ્ફરના રમખાણ નથી દેખાઈ રહ્યા. તે પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી સાંપ્રદાયિક હિંસા પર પણ ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી રહ્યા છે. કેરળમાં બીજેપી અથવા સંઘના કાર્યકર્તાઓની હત્યા પર તેમને નિરંકુશ થઈ રહેલી સ્તતાહીન તાકાતોની ક્રૂરતા નથી દેખાઈ રહી.

અમર્ત્ય સેનના આ નિવેદન પર્સનલ વિચારો હોવા છતાં, તે કોઈ રાજનૈતિક દળના વિચારો સાથે મેળ ખાય છે. આ કારણથી જ બીજેપી તેમના પર કોઈ પાર્ટીના પ્રવક્તા હોવાનો આરોપ લગાવતી રહી છે.

દુનિયા અમર્ત્ય સેનને તેમના આર્થિક સિદ્ધાંતોના કારણે ઓળખે છે. હિન્દુસ્તાનના વિકાસ અને વિકાસના મોડલ પર નજર રાખનારા અમર્ત્ય સેન મોદી સરકાર પર સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પર પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે. પરંતુ મુશ્કેલી એ છે કે, યૂપીએ સરકારને આર્થિક સુધારા, સ્વાસ્થ્ય અને શિક્ષણના મામલામાં સલાહ આપવાની તેમને જરૂરીયાત ન લાગી.

અમર્ત્ય સેને પોતાના પુસ્તક 'ભારત ઔર ઉસકે વિરોધાભાસ' પર ચર્ચા સમયે કહ્યું હતું કે, વર્ષ 2014 બાદથી દેશ ખોટી દીશામાં આગળ વધી રહ્યો છે. હાલમાં જ અમર્ત્ય સેને કહ્યું હતું કે, બીજેપી સત્તામાં આવ્યા બાદથી સામાજિક ક્ષેત્રો પરથી ધ્યાન હટી ગયું છે અને દેશમાં જરૂરી પાયાના મુદ્દા પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું.

અમર્ત્ય સેનની છબી એક સામાન્ય અર્થશાસ્ત્રીથી અલગ છે. જ્યાં તેમણે અર્થશાસ્ત્રના નવા સિદ્ધાંતોની વ્યાખ્યા કરી છે તો આ બાજુ સ્ત્રી-પુરૂ, અસમાનતા, ગરીબી, વિકાસ પર પણ પુસ્તકો લખ્યા છે. એવામાં પ્રશ્ન એ થાય છે કે, એક સન્માનિત વ્યક્તિત્વ હોવા છતાં શું તેમણે રાજનૈતિક વિચાર વારંવાર રાખવા જોઈએ? અથવા કોઈ ખાસ વિચારધારા સાથે જોડાયેલી પાર્ટીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરવો જોઈએ?

સેન વામદળોની વિચારધારાથી પ્રેરિત અને પ્રભાવિત છે. તેમને સમેટાયેલા વામદળની ચિંતા સતાવી રહી છે. અમર્ત્ય સેન વિકાસના ગુજરાતના મોડલને ફગાવી કેરળને વિકાસનું મોડલ માને છે અને લોકોને આ સાચુ મોડલ છે તેવું પણ કહેતા રહે છે. એવામાં પશ્ચિમ બંગાળમાં બીજેપીના વધતા જતા પ્રભુત્વની અસર પણ તેમના નિવેદનમાં જોવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક અમર્ત્ય સેન નહી ઈચ્છે કે, પશ્ચિમ બંગાળની જમીન પર વામપંથી બીજેપીના કારણે એકદમ હાંશિયામાં ધકેલાઈ જાય. કદાચ એટલે જ લાગે છે કે, તે ગેર-સાંપ્રદાયિક પાર્ટીઓના ખબે બંદૂક રાખી બીજેપીને રોકવાની વાત કરી, વામપંથીને બચાવવાની પણ અપીલ કરી રહ્યા છે.
First published: August 28, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading