Tanda Rape case : બાળકી સાથે રેપ અને હત્યા પર રાહુલ-પ્રિયંકાથી બીજેપીએ પૂછ્યો સવાલ- પરિવારથી મળવા કેમ ના ગયા?

News18 Gujarati
Updated: October 24, 2020, 5:08 PM IST
Tanda Rape case : બાળકી સાથે રેપ અને હત્યા પર રાહુલ-પ્રિયંકાથી બીજેપીએ પૂછ્યો સવાલ- પરિવારથી મળવા કેમ ના ગયા?
રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા

કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પર ઉત્તર પ્રદેશના હાથરસમાં 'રાજનૈતિક પ્રવાસ' પર જવાનો આરોપ પણ મૂક્યો છે.

  • Share this:
બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020) પ્રચાર દરમિયાન ફરી એક વાર હાથરસ ગેંગરેપનો વિવાદ ઊભો થયો છે. ભાજપે પંજાબમાં બિહારના એક પ્રવાસી પરિવારની 6 વર્ષીય બાળકીના કથિત બળાત્કાર અને હત્યા કેસ મામલે કોંગ્રેસનો નિશાનો સાધ્યો છે અને વિપક્ષ દળના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર સવાલ કર્યો છે. તેમણે પુછ્યું છે કે રાહુલ અને પ્રિયંકા કેમ પીડિતના પરિવારને મળવા ના ગયા.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પર ઉત્તર પ્રદેશના હાથરસમાં રાજનૈતિક પ્રવાસ પર જવાનો આરોપ પણ મૂક્યો છે. નોંધનીય છે કે હાથરસમાં એક દલિત યુવતીની કથિત રીતે સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. જાવડેકરે સવાલ કર્યો છે કે બંને નેતાઓ કોંગ્રેસ શાસિત પંજાબ અને રાજસ્થાનની મહિલા વિરુદ્ધ જગન્ય અપરાધોને લઇને પ્રતિક્રિયા કેમ નથી આપી રહ્યા. જે તેમણે હાથરસ કેસમાં કર્યું હતું.

કોંગ્રેસ નેતાઓના હાથરસ જવા પર તેમણે કહ્યું કે તે ત્યાં ખાલી તસવીરો પડાવવા ગયા હતા. જાવડેકરે કહ્યું કે બિહારના દલિત પરિવારની 6 વર્ષીય પુત્રીની પંજાબના ટાંડામાં બળાત્કાર પર હત્યા કરવામાં આવી. અમારી પાર્ટીના પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય સામ્પલાએ પરિવારથી મુલાકાત લીધી હતી. પણ કોંગ્રેસનો કોઇ પણ નેતા તેમની મુલાકાત નહતી લીધી. ગાંધી પરિવાર ત્યાં મહિલા પર થઇ રહેલા અત્યાચારને કેમ નથી જોઇ શકતા. જ્યાં તેમની એટલે કે કોંગ્રેસની સરકાર હોય છે. ત્યાં ના તો રાહુલ ગાંધી અને પ્રિયંકા જાય છે ના સોનિયા તરફથી કોઇ પ્રતિક્રિયા આવી છે.

વધુ વાંચો : નેહા કક્કડે હાથમાં પહેર્યો લાલ ચૂડો, 'સગન' પર પોતાના ગીત પર જ કર્યો રોહનપ્રીત સાથે ડાન્સ

વધુમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજશ્વી યાદવની પર પ્રહાર કરતા જાવડેકરે કહ્યું હતું કે તે તેમના રાજ્યની પુત્રી વિરુદ્ધ 'મૌન' રાખનારા લોકોની સાથે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. જાવડેકરે વધુમાં દાવો કર્યો હતો કે ટંડામાં બળાત્કાર અને હત્યાના કેસમાં ગુનેગારોની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી સાથે આ કેસમાં તેમણે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

નોંધનીય છે કે પંજાબમાં છ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી, તેની હત્યા કરવામાં આવી હતી અને પછી તેને બાળી નાખવામાં આવી હતી. બુધવારે ટાંડા ગામના એક મકાનમાં તેનો અડધો દાઝેલો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે ગુરુવારે કહ્યું હતું કે ગુરપ્રીત સિંહ અને તેના દાદા સુરજીત સિંહને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત કલમો હેઠળ હત્યા, બળાત્કારના આરોપો અને બાળ સુરક્ષા જાતીય ગુનાઓ (પીઓસીએસઓ) અધિનિયમની જોગવાઈ સાથે પકડવામાં આવ્યા છે. (ભાષા ઇનપુટ સાથે)
Published by: Chaitali Shukla
First published: October 24, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading