News18 Rising India: રાઈઝિંગ ઈન્ડિયા સમિટ કેમ?

News18 Gujarati
Updated: March 15, 2018, 5:00 PM IST
News18 Rising India: રાઈઝિંગ ઈન્ડિયા સમિટ કેમ?

  • Share this:
અમેરિકી લેખક માર્ક ટ્વિને ભારત અંગે લખ્યું છે - 'ભારત માનવ જાતિનું પારણું છે, મનુષ્યની વાણીનું જન્મ સ્થાન છે, ઈતિહાસની જનની છે અને વિભૂતિઓના દાદી છે અને આ બધાથી ઉપર પરમ્પરાઓની પરદાદી પણ છે. માનવ ઈતિહાસમાં આપણી સૌથી કિંમતી અને સૌથી વધારે જરૂરી સામગ્રીઓનો ખજાનો માત્ર ભારતમાં છે. દેશના સૌથી મોટા ટીવી સમૂહ ન્યૂઝ 18 નેટવર્કના કાર્યક્રમ રાઈઝિંગ ઈન્ડિયામાં પણ ભારતના આ પહેલુઓ પર ચર્ચા કરવામાં આવશે.'

ભારત દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યું છે. 70 વર્ષ પહેલા શરૂ થયેલ આ સફર ધીરે ધીરે પોતાની મંઝિલ તરફ પહોંચી રહ્યું છે. દુનિયાના પટલ પર ભારતની મજબૂત તસવીરને બતાવવાનો સમય આવી ગયો છે. આ અંતર્ગત ન્યૂઝ 18ના કાર્યક્રમ રાઈઝિંગ ઈન્ડિયા સમિટનો શુભારંભ 16 માર્ચના થશે. રાઈઝિંગ ઈન્ડિયા સમિટ અંતર્ગત નેટનર્ક 18 દેશ અને દુનિયાના કેટલાક વિશિષ્ટ જનોની સાથે સંવાદ કરાશે. આ કાર્યક્રમમાં દેશના દિગ્ગજોની સાથે સાથે દુનિયાની કેટલીક મશહૂર હસ્તીઓને પણ ભાગ લેવાના છે.

ભારતને કઈ રીતે આગળ લઈ જવાના છે?

આ દરમિયાન આપણી સંસ્કૃતિના મૂલ્યો જેમકે વ્યક્તિની સ્વતંત્રતા, સામાજિક ન્યાય, સમાન અવસરોની ઉપલબ્ધતા પર પણ ચર્ચા થશે.

ટીમ ઈન્ડિયા
રાજનીતિની વાત કરીએ તો મોદીના નેતૃત્વમાં ભારત બીજેપીએ 2014માં ન માત્ર બહુમત મેળવ્યું પરંતુ હવે તે દેશના 18 રાજ્યોમાં પણ પોતાની સરકાર ચલાવી રહ્યું છે કે તેનો ભાગ છે. હવે આગળ શું થશે? પીએમ મોદીએ સ્ટેટ અને સેન્ટરને સાથે મેળીને 'ટીમ ઈન્ડિયા'ની જેમ કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને નીતિઆયોગને આ કામને સફળ બનાવવાની જવાબદારી પણ આપી છે. જોકેકેટલાક ગેરબીજેપી સીએમ આને સીધે સીધો કેન્દ્રનો હસ્તક્ષેપ પણ માની રહ્યાં છે. આખરે નીતિ આયોગ કઈ રીતે આમાં સફળ થશે?આ હશે મુખ્ય વક્તા
પીએમ મોદી ઉપરાંત ગબોનના રાષ્ટ્રપતિ અલી બાંગો ઓંડિંબા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, નિતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, ચંદા કોચર, નિર્મલા સીતારમણ, પોલ ક્રુગમેન, પીયુષ ગોયલ, કેપ્ટન અમરિંદર સિંહ, શાહરૂખ ખાન, સચિન તેંદુલકર, રાહુલ ડ્રવિડ વગેરે આ કાર્યક્રમમાં પોતાની વાત મુકશે.
First published: March 15, 2018, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading