મોદીએ કાર્યકર્તાઓને કેમ કહ્યું, ગુસ્સો ન કરો કેમ કે સત્યની જ જીત થાય છે

News18 Gujarati
Updated: April 6, 2018, 11:14 PM IST
મોદીએ કાર્યકર્તાઓને કેમ કહ્યું, ગુસ્સો ન કરો કેમ કે સત્યની જ જીત થાય છે
પીએમ મોદીએ યુએસએના સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યાં હતાં

  • Share this:
ભારતીય જનતા પાર્ટી (BJP) 6 એપ્રિલે 39મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં લગભગ ત્રણ લાખ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન શાહે કાર્યકર્તાઓને 'મિશન 2019'નો મંત્ર આપ્યો અને વિપક્ષી દળો પર વરસ્યા હતા. અમિત શાહે કહ્યું કે દેશમાં જે મોદીનો પૂર આવ્યો છે, તેનાથી ડરથી ઉંદર, બિલાડી સાંપ અને નોળિયો સાથે મળીને ઈલેક્શન લડી રહ્યાં છે. ત્યારે બીજી બાજું નરેન્દ્ર મોદીએ બીજેપીના કાર્યકર્તાઓ સાથે ફોન પર વાત કરી હતી, જેમાં કાર્યકર્તાઓએ વડાપ્રધાન પાસેથી કેટલાક સૂચનો લીધા હતા.

નરેન્દ્ર મોદીએ મમતા મુખર્જી નામની એક કાર્યકર્તાએ કહ્યું કે, વિપક્ષ દ્વારા જે રીતે ઝૂઠ ફેલાવવામાં આવે છે, તેમના પર મને ગુસ્સો આવે છે પરંતુ તમે એકદમ કૂલ રીતે કેવી રીતે કામ કરી શકો છો, આ પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મોદીએ સલાહ આપતા કહ્યું કે, ગુસ્સો કરવાની જરૂરત જ નથી, ગુસ્સો આવવો જ ન જોઈએ. ઉપનિષદના હવાલાથી તેમને કહ્યું કે, હમેશા સત્યની જ જીત થાય છે અને તે માટે બધાના વિકાસ માટે (સબ કા સાથ સબ કા વિકાસ)આપણે જે રસ્તા પર છીએ, તેનાથી આપણને ગુસ્સો કરવાનો અધિકારી જ નથી, જેથી સંયમથી સંયમીભાષાથી જેટલા પણ પ્રહાર થાય છે તેમને પોતાની પર લઈને આપણા માર્ગ પર આપણે સતત ચાલવું જોઈએ. મોદીએ આગળ કહ્યું કે, જે દેશનો તોડવા માંગે છે દેશને તોડવા માંગે છે, તેમની વાતોમાં આપણે ક્યારેય ફસાવવું જોઈએ નહી, કેમ કે તે પણ ઈચ્છે છે કે, આપણે પણ તેમાં ફસાઈએ અને આપણે પણ તણાવ પેદા કરવા કોઈના કોઈ રૂપમાં કારણ બની જઈએ. આપણે કોઈપણ સંજોગોમાં તેમના આ હાથકંડાઓને સફળ થવા દેવા જોઈએ નહી.

નરેન્દ્ર મોદીએ ઈલેક્શન જીતવા માટેનો સિધો-સિધો મંત્ર કાર્યકર્તાઓને કહ્યું કે, જો આપણે પોલીંગ બૂથ જીતીએ તો આપણે સરળ ચૂંટણી જીતી શકીએ છીએ. પોલીંગ બૂથ પર જીત મેળવવા માટે પહેલા તો એક તો સારા કાર્યકર્તાઓ ટીમ હોવી જોઈએ, આ ટીમ એવી હોવી જોઈએ કે, તે એક ઈલેક્શન જીતવા માટેની મશીન નહોવી જોઈએ તે ટીમ સારી રીતે જનસપર્ક કરી શકે તેવી હોવી જોઈએ. સમાજના નાનામાં નાના વ્યક્તિને પ્રતિદિવસે મળતી રહેતી હોવી જોઈએ અને તેમના સુખ દુ:ખને સમજવું જોઈએ. આમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ પોલીંગ બૂથને લઈને નીચેથી ઉપર સુધી જાણકારી પહોંચાડે છે અને ઉપરથી નીચે સુધી માર્ગદર્શન મોકલવામાં આવે છે. આમ જાણકારીઓના આધારે નીતિઓ અને રણનીતિઓ બને છે. આમ જો આ ચેન કમ્પલેટ રહે છે, તો હું માનું છું કે, ક્યારેય આપણને તકલીફ થશે નહી.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને જીતના મંત્ર આપ્યા હતા.
First published: April 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading