મોદીને કેમ પસંદ છે સુપરફૂડ સરગવાના પરોઠા?

સરગવો એટલો ઉપયોગી છે કે તેના ફાયદા જાણીને તમને જાણીને નવાઈ લાગશે.

News18 Gujarati
Updated: February 13, 2018, 3:22 PM IST
મોદીને કેમ પસંદ છે સુપરફૂડ સરગવાના પરોઠા?
સરગવો એટલો ઉપયોગી છે કે તેના ફાયદા જાણીને તમને જાણીને નવાઈ લાગશે.
News18 Gujarati
Updated: February 13, 2018, 3:22 PM IST
મોદી સાથે યુએઈના પ્રવાસે ગયેલા શેફ સંજીવ કપૂરે ખુલાસો કર્યો છે કે મોદીને સરગવાના પરોઠા બહુ ભાવે છે. મોદીએ સંજીવ કપૂર સાથે તેની રેસિપિ પણ શેર કરી છે. સરગવાને સુપરફૂડ કહેવામાં આવે છે. આ એટલો ઉપયોગી છે કે તેના ફાયદા જાણીને તમને જાણીને નવાઈ લાગશે. સરગવાને ડ્રમ સ્ટિક પણ કહેવામાં આવે છે. સરગવાનો ઉપયોગ આપણે ત્યાં તમામ કામમાં હજારો વર્ષોથી થતો આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી જ નહીં સરગવાને દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો સ્વાદ મશરુમ જેવો હોય છે.

સરગવાના પરોઠાની વાત કરીએ તો તે તેના પાંદડામાંથી બનાવવામાં આવે છે. પાંદડાઓને પાણીમાં ઉકાળવામાં આવે છે. બાદમાં તેને લોટ સાથે ગૂંથી લેવામાં આવે છે. અમુક લોકો તેને ઉકાળવાને બદલે ખાંડીને પણ લોટ સાથે ગૂંથી લે છે. લોટમાં મીઠું, અજમો અને મરચાનો પાઉડર ઉમેરવામાં આવે છે.

સરગવાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે, જે બ્લડ શૂગર અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાને દાળ અને શાકમાં નાખીને પણ ખાવામાં આવે છે.

સરગવાના એક પરોઠા આવા પણ...

સરગવાના પાંદડા ઉપરાંત તેની સીંગના પણ પરાઠા બનાવવામાં આવે છે. સરગવાની સીંગને પીસીને તેના અંદરનો પલ્પ કાઢી લેવામાં આવે છે. બાદમાં તેને લોટ સાથે ગૂંથીને તેમાં જરૂરી સામગ્રી નાખીને તેના પરાઠા બનાવવામાં આવે છે. આ પરાઠા સ્વાદિષ્ટ તેમજ શરીર માટે ફાયદાકારક હોય છે.

સરગવાની વાનગી

સરગવાની સીંગને કાપીને તેનું અથાણું પણ બનાવવામાં આવે છે. બંગાળમાં તે ખૂબ જ લોકપ્રિય છે. તો સરગવાનો ઉપયોગ અનેક પ્રકારના શાક, સાંભાર અને ઢોસામાં કરવામાં આવે છે. સરગવાના ઝાડ પર આવતા ફૂલોનું પણ શાક બને છે. એકંદરે સરગવાના એટલા ફાયદા છે કે તેને તમારે તમારા આહારમાં સામેલ કરવો જ જોઈએ.
Loading...

કલ્પવૃક્ષ કહો ભાઈસાહેબ

સરગવાનું બોટનિકલ નામ મોરિંગા ઓલિફેરા છે. તેને સરગવો, સહજના, સુજના, સેંજન અને મુનગા નામથી પણ ઓળખવામાં આવે છે. અમુક લોકો તેની સરખામણી કલ્પવૃક્ષ સાથે કરે છે. એનું એક કારણ એ પણ છે કે તેના ઝાડના દરેક ભાગનો ઉપયોગ થાય છે. તેના પાંદડા, ફૂલ, ફળ, બીજ, ડાળ, છાલ, મૂળ તમામને ખાઈ શકાય છે. તેની સીંગને સુકવીને તેમાંથી તેલ પણ કાઢી શકાય છે. જડીબુટ્ટીમાં સરગવાનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે સરગવાનું લીલું શાક ખાવાથી તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો.


કેવું હોય છે ઝાડ

સરગવાનું ઝાડ આશરે 10 મીટર સુધી ઊંચું હોય છે. પરંતુ લોકો તેને દોઢ-બે મીટરની ઊંચાઈ બાદ દર વર્ષે કાપી નાખતા હોય છે. જો તેને વધવા દેવામાં આવે તો તે ખૂબ ઊંચે જઈ શકે છે.

દુનિયાભરમાં લોકપ્રિય

સરગવો એશિયાના તમામ દેશો ઉપરાંત આફ્રિકામાં પણ જોવા મળે છે. કમ્બોડિયા, ફિલિપાઈન્સ, શ્રીલંકા, આફ્રિકામાં તેના પાંદડા ખાવામાં આવે છે. દુનિયાના અમુક દેશોમાં તેની સીંગો ખાવાની પરંપરા છે. અનેક દેશોમાં તેની છાલ, રસ, પાંદડા, બી, તેલ અને ફૂલમાંથી પરંપરાગત દવા બનાવવામાં આવે છે. જમૈકામાં તેના રસનો ઉપયોગ બ્લ્યૂ ડાઈ તરીકે કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના ગામોમાં તો દરેક ઘરે સરગવાનું ઝાડ ઉગાડવાની પરંપરા છે.

300થી વધારે રોગમાં અસરકારક

આયુર્વેદમાં 300 રોગો માટે સરગવાનો ઉપચાર બતાવવામાં આવ્યો છે. તેની સીંગો, લીલા પાંદડા અને સુકા પાંદડામાં કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામીન-એ, સી અને બી કોમ્પ્લેક્સ મોટા પ્રમાણમાં હોય છે. પેટ, કફ, આંખો, મચકોડ, સંધિવા વગેરેમાં સરગવો ખૂબ જ ઉપયોગી છે.

- સરગવાના તાજા પાંદડાનો રસ કાનમાં નાખવાથી દુઃખાવા બંધ થઈ જાય છે.
- સરગવાના પત્તા બાળકોના પેટના કીડા બહાર કાઢે છે. ઉલટી અને ઝાડાને રોકે છે.
- સવાર અને સાંજે સરગવાના પાંદડાનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે.
- સરગવાના છાલના ઉકાળાથી કુલ્લા કરવાથી દાંત પર રહેલા કીટાણુ મરી જાય છે.
- સરગવામાં દૂધની સરખામણીમાં ચાર ગણું વધારે કેલ્શિયમ અને બેગણુ પ્રોટિન હોય છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर