Home /News /national-international /

મોદી સરકારે કેમ ખેલ્યો સવર્ણોને અનામત આપવાનો દાવ ? શું બંધારણ આપે છે મંજૂરી ?

મોદી સરકારે કેમ ખેલ્યો સવર્ણોને અનામત આપવાનો દાવ ? શું બંધારણ આપે છે મંજૂરી ?

નરસિમ્હા રાવ સરકારે આર્થિક આધાર ઉપર 10% અનામત આપવાની વ્યવસ્થા કરી હતી કિન્તુ સુપીમ કોર્ટે તેને રદ્દ કરી દીધી હતી. રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના પ્રયાસો સફળ રહ્યા નથી

નરસિમ્હા રાવ સરકારે આર્થિક આધાર ઉપર 10% અનામત આપવાની વ્યવસ્થા કરી હતી કિન્તુ સુપીમ કોર્ટે તેને રદ્દ કરી દીધી હતી. રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના પ્રયાસો સફળ રહ્યા નથી

  ઓમપ્રકાશ, ન્યૂઝ18 :

  મોદી કેબિનેટે ગરીબ સવર્ણોને આર્થિક આધાર ઉપર અનામત આપવાની મજૂરી આપી દીધી છે. 6 જાન્યુઆરી, રવિવારે રામલીલા મેદાનમાં દલિતો માટે 'સમરસતા ખીચડી' રાંધ્યા'ના બીજા જ દિવસે સરકારે સવર્ણો ઉપર આખો દાવ કેમ ખેલી નાખ્યો ? રાજકીય નિષ્ણાતો માને છે કે સવર્ણ મતદાતાઓની નારાજગીને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. કારણ કે હવે સરકારને સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવાનો છે. દલિતો અને પછાત વર્ગ તરફના ઝોકના કારણે ભાજપને એ આશંકા હતી કે ક્યાંક તેના 'કોર વોટર્સ' દૂર ન જતા રહે !

  જાણકારો માને છે કે, બંધારણની પ્રવર્તમાન વ્યવસ્થામાં આર્થિક આધાર ઉપર અનામત આપવાની કોઈ જ જોગવાઈ નથી. આ પરિસ્થતિમાં સરકારે બંધારણીય સુધારો કરવાની જરૂરત પડશે। આ માટે સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીની સરકારને આવશ્યકતા પડશે

  સવર્ણો માટે અનામત આપવાની પેરવી દલિત નેતા રામદાસ અઠવલે, માયાવતી અને રામવિલાસ પાસવાન અગાઉ કરી ચુક્યા છે. જો કે, આર્થિક આધાર ઉપર અનામત આપવાની બાબતને સુપ્રીમ કોર્ટ અગાઉ નકારી ચુકી છે. 1991માં મંડલ કમિશનનો અહેવાલ લાગુ થયા બાદ તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ દ્વારા ગરીબ સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ 1992માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવીને ફગાવી દીધો હતો

  જાટ અનામતનો અંત લાવવાનો એક ચુકાદો અપાતી વેળા કોર્ટે કહ્યું હતું કે માત્ર પછાત જાતિ- એ આરક્ષણનો આધાર ન હોઈ શકે. રાજસ્થાન સરકારે 2015માં ઉચ્ચ વર્ગના ગરીબો માટે 14% અને પછાત વર્ગના અત્યંત ગરીબ-નિર્ધન માટે 5% અનામતની વ્યવસ્થા કરી હતી. પરંતુ કોર્ટે તેને પણ નકારી કાઢી હતી. હરિયાણા સરકારનો પણ આ પ્રકારનો નિર્ણય કોર્ટમાં ટકી શક્યો નહોતો ! આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયનું શું થશે ?

  કેન્દ્ર સરકારે જે દાવ ખેલ્યો છે તે અંતર્ગત અનુસૂચિત જાતિ-જનજાતિ તેમજ
  અન્ય પછાત વર્ગના મળી રહેલા અનામતમાં કોઈ ફેરબદલ નહિ કરવામાં આવે પરંતુ અલગથી ગરીબ સવર્ણોને અનામત આપવામાં આવશે।

  સમાજશાસ્ત્રીઓના મતે, આપણા દેશમાં જાતિગત ભેદભાવ પણ ગરીબી અને પછાતપણાનું મુખ્ય કારણ રહ્યું છે, એટલે જાતિના આધારે અનામત એક માપદંડ છે. જો કે આનાથી અસંતોષ પેદા થાય છે અને સમાજના અનેક વર્ગો અલગ-અલગ રાજ્યોમાં આર્થિક આધારે અનામતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને સરકાર ઉપર દબાણ ઉભું કરી રહ્યા છે

  ભારતમાં અનામતની વ્યવસ્થા
  ભારતીય બંધારણના અનુચ્છેદ-15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગો માટે અનામતનું પ્રાવધાન છે, જો કે આ વ્યવસ્થા શરતી છે. અહીં એ સાબિત કરવું ઘટે કે આ વર્ગો અન્ય લોકોની સરખામણીએ સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત છે. આ નિયત કરવા માટે કોઈપણ રાજ્યએ 'પછાત વર્ગ આયોગ' ની રચના કરીને અલગ-અલગ વર્ગોની સામાજિક સ્થિતિની જાણકારી લેવી પડે છે

  સુપ્રીમ કોર્ટ અનુસાર સામાન્ય સંજોગોમાં 50%થી વધુ અનામત આપી શકાય નહિ. કોર્ટના આ નિર્ણય અનુસાર કોઈ પણ રાજ્ય 50% વધુ અનામત આપી શકે નહિ. અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા અનુસાર, એસ સી માટે 15%, એસટી માટે 7.5% તથા અન્ય પછાત વર્ગો માટે 27% અનામતની જોગવાઈ છે. અહીં આર્થિક આધાર ઉપર અનામતની કોઈ વ્યવસ્થા નથી. આ કારણે જ અત્યાર સુધી જે રાજ્યોમાં આર્થિક આધારે અનામત આપવાનો પ્રયાસ થયો હતો તેને કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે
  Published by:sanjay kachot
  First published:

  Tags: 10%, Sc, અનામત, મોદી

  આગામી સમાચાર