હ્યૂસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવાર રાત્રે 9.30 વાગ્યાની આસપાસ હ્યૂસ્ટન સ્થિત NRG સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં તેઓ Howdy Modi કાર્યક્રમ હેઠળ લોકોને સંબોધિત કર્યા. અહીં જ્યારે વડાપ્રધાન મોદી પહોંચ્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અહીં હ્યૂસ્ટનના મૅયર સિલ્વેસ્ટર ટર્નરે પીએમ મોદીને શહેરની ચાવી સોંપી. આ દરમિયાન અમેરિકન પ્રતિનિધિ ટર્નરે કહ્યું કે, ભારત અમેરિકા મુખ્ય રક્ષા ભાગીદાર તરીકે સાથે છે. અમેરિકા ભારતને એક ભરોસાપાત્ર મિત્ર તરીકે જુએ છે.
તેઓએ કહ્યું કે, અમેરિકામાં રહેતાં ભારતીયોના કારણે બંને દેશોના સબંધો વધુ સારા થઈ ગયા છે. ભારતના લોકોએ અમેરિકામાં મોટું યોગદાન આપ્યું છે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.
કેમ સોંપવામાં આવે છે ચાવી?
શહેરની ચાવી સન્માન તરીકે ગણમાન્ય લોકોને ભેટ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ 'હાઉડી મોદી' (Howdy Modi) ટૅક્સાસના મોટા શહેર હ્યૂસ્ટનમાં યોજાયો. અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે.
હ્યૂસ્ટન ઉપરાંત ડલાસ પણ ટૅક્સાસનું મોટું શહેર છે. જ્યાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. Howdy Modi કાર્યક્રમ માટે અંદાજિત 50 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ અમેરિકામાં પ્રભાવશાળી ભારતીયોનું સૌથી મોટો મેળાવડો છે.
ટ્રમ્પે ભારતીય-અમેરિકોનું દિલ જીતી લીધું
ઈન્ડિયાનાના પ્રમુખ ભારતીય-અમેરિકન નેતા ભારતી બરાયે કહ્યું કે, હ્યૂસ્ટન આવીને અને Howdy Modi કાર્યક્રમમાં સામેલ થવાના નિર્ણયથી ટ્રમ્પે ભારતીય-અમેરિકાના દિલ જીતી લીધા છે. તેઓએ વર્ષ 2020માં યોજાનારાી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય-અમેરિકોના વધુ મત મળશે. નોંધનીય છે કે, અમેરિકામાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે, આ ઇવેન્ટથી ટ્રમ્પ ભારતીય મૂળના અમેરિકન લોકોને આકર્ષવા માંગે છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ ટ્રમ્પને ટક્કર આપી રહેલી હિલેરી ક્લિન્ટનને વોટ આપ્યા હતા. આ વખતે ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત મૂળના લોકો તેમને વોટિંગ કરે.