'ફાની'ને લઈ ફોન કરતા રહ્યા PM મોદી, મમતાએ ન આપ્યો જવાબ: PMO સૂત્ર

News18 Gujarati
Updated: May 5, 2019, 4:06 PM IST
'ફાની'ને લઈ ફોન કરતા રહ્યા PM મોદી, મમતાએ ન આપ્યો જવાબ: PMO સૂત્ર
નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી (ફાઈલ ફોટો)

તૃણમુલ કોંગ્રેસે દાવો કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ફોન કરી તોફાનની જાણકારી ન લીધી.

  • Share this:
'ફાની' તોફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાંથી ભલે જતુ રહ્યું પરંતુ રાજકારણમાં તોફાન હજુ ચાલુ છે. શનિવારે જેવા તૃણમુલ કોંગ્રેસે 'ફાની'ને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાને લીધા, બંને તરફથી પોતાના દાવા શરૂ થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે, 'ફાની' આવવા સમયે સ્થાનિક સ્થિતિ જાણવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ઓડિશા અને કોલકાતાના મુખ્યમંત્રી અને રાજ્યપાલને ફોન કોલ કરવામાં આવ્યો. પરંતુ, તૃણમુલ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, પીએમઓએ માત્ર પશ્ચિમ બંગાળના રાજ્યપાલને ફોન કર્યો હતો, મુખ્યમંત્રી મમતા બેનરજીને નહીં. તૃણમુલ કોંગ્રેસ તરફથી પીએમ મોદીના આ વલણને રાજનૈતિક રંગ આપવાની કોશિસ પણ કરવામાં આવી.

'ફાની' તોફાન જતુ રહ્યા બાદ હવે તેના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. તૃણમુલ કોંગ્રેસે દાવો કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ફોન કરી તોફાનની જાણકારી ન લીધી. પ્રધાનમંત્રી કાર્યાલયે તૃણમુલ કોંગ્રેસના આ દાવાને ફગાવ્યો છે. પીએમઓ સૂત્રો અનુસાર, મમતા બેનરજી સાથે વાત કરવાની કોશિસ ઘણી કરવામાં આવી, પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો.

પીએમઓનો દાવો
સૂત્રોએ કહ્યું કે, પીએમઓ સ્ટાફે બે વખત પ્રધાનમંત્રીની પશ્ચિમ બંગાળના સીએમ સાથે વાત કરાવવાની કોશિસ કરી, બંને વખત તેમણે જવાબ ન આપ્યો. નામ ન પ્રકાશિત કરવાની શરતે પીએમઓ સૂત્રએ ન્યૂઝ18ને જણાવ્યું કે, સ્ટાફે પહેલી વખત જ્યારે ફોન કર્યો તો એવી જાણકારી આપવામાં આવી કે પશ્ચિમ બંગાળના સીએમ પ્રવાસ પર છે અને કોલ કરવામાં આવશે. બીજી વખત પણ સ્ટાફે ફોન કર્યો ત્યારે પણ તેવો જ જવાબ મળ્યો.

પછી પીએમએ રાજ્યપાલ સાથે વાત કરીસમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મમતા સાથે વાતચીત ન થયા બાદ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરી નાથ ત્રિપાઠી સાથે વાતચીત કરી. આ પહેલા તૃણમુલ કોંગ્રેસે 'ફાની' તોફાનના કારણે સ્થાનીક પરિસ્થિતિની જાણકારી લેવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજીની જગ્યાએ રાજ્યપાલ સાથે વાત કરવા માટે ટીકા કરી હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી દેશની સંઘીય વ્યવસ્થાનું સન્માન નથી કરતા.

TMCએ શું કહ્યું?
ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસને એ વાતથી કોઈ પ્રોબલેમ નથી કે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીને એક ફોન પણ કેમ ન કર્યો? પરંતુ કોઈ પણ હોનારત પરિસ્થિતિમાં માત્ર મુખ્યમંત્રી અથવા રાજ્ય સરકારના અધિકારીને જ સ્થાનિક સચ્ચાઈ સારી રીતે જણાવી શકે છે. રાજ્યપાલને ફોન કરીને તેમણે એક બીજેપી નેતા જેમ કામ કર્યું છે ના કે દેશના પ્રધાનમંત્રી તરીકે.
First published: May 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading