Home /News /national-international /

કોંગ્રેસમાં મોટા સ્તરે સુધારાની જરૂર, કપિલ સિબ્બલના આ નિવેદન પાછળ શું છે કારણ ?

કોંગ્રેસમાં મોટા સ્તરે સુધારાની જરૂર, કપિલ સિબ્બલના આ નિવેદન પાછળ શું છે કારણ ?

  નવી દિલ્લી: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ (Congress Leader Kapil Sibal)એ રવિવારે કહ્યું કે, ભારતમાં જીવંતવાદી કોંગ્રેસની જરૂર છે. તેના માટે પાર્ટીએ એ વાત દેખાડવી જરૂરી છે કે તે સક્રિય છે અને સાર્થક રીતે કામ કરવા માટે ઈચ્છુંક છે. તેમણે સમાચાર એજન્સી પીટીઆઈ ભાષાને એક ઈન્ટરવ્યુંમાં આ વાત કહી હતી. તેમણે પાર્ટીમાં મોટા પાયે સુધારો કરવા અથવા તો ફેરફાર કરવા માટે ભાર આપ્યો હતો.

  મહત્વનું છે કે, કપિલ સિબ્બલ તે 23 નેતાઓના સમૂહમાં જોડાયેલા છે જેમણે ગત વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં સક્રિય નેતૃત્વ અને વ્યાપક સંગઠનાત્મક બદલાક કરવાની માગ કરી હતી. અને ત્યાર બાદ કોંગ્રેસમાં મોટી સંખ્યામાં વિવાદ સર્જાયો હતો. જો કે ઉચ્ચસ્તરીય નેતૃત્વએ આ અંગે દખલ ગીરી કરીને મામલો ઠાળે પાડ્યો હતો.

  સિબ્બલે ફરી એકવાર વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસ જનતાથી દૂર જઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, કોંગ્રેસને વહેલી તકે સંગઠન અંગે ચૂટણી કરવી જોઈએ જેથી કેન્દ્ર અને રાજ્યો સ્તરે પાર્ટીમાં મોટી સંખ્યામાં સુધારો કરી શકાય. જેથી જનતા સામે એ વાત મૂકી શકાય કે પાર્ટી નિષ્ક્રિય નથી.

  લધુમાં વાત કરતા સિબ્બલે કહ્યું કે, વર્તમાન રાજનિતિ વિકલ્પની કમી દેખાઈ રહી છે. અને દેશને મજબૂત તથા વિશ્વસનીય વિપક્ષની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે, આવા સંજોગોમાં કોંગ્રેસને અનુભવ અને યુવાનેતાઓ વચ્ચે સંતુલન બનાવવા માટેની જરૂર છે. સિબ્બલનું નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે કોંગ્રેસ રાજસ્થાન અને પંજાબમાં આંતરિક રાજકારણનો સામનો કરી રહી છે.

  આ પહેલા સિબ્બલે 10 જૂને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેમનો ભાજપનો હાથ પકડવો તે પ્રસાદની રાજનિતિ છે. સિબ્બલે કહ્યું કે જો જીવનમાં કોંગ્રેસ તેમની કોઈ વાત માનવા માટે તૈયાર નથી તો તે પાર્ટી છોડવા માટે પણ તૈયાર છે. પંરતુ તે ક્યારેય ભાજપમાં નહિ જોડાય તેવું પણ કહ્યું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kapil Sibal, કોંગ્રેસ

  આગામી સમાચાર