જેડીએસ-કોંગ્રેસ વચ્ચે સીટ શેરીંગ ફોર્મૂલા BJP માટે થઈ શકે છે વરદાન સાબિત

ગત અઠવાડીએ જેડીએસ સુપ્રિમો અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પાર્ટી માટે 8 સીટો લેવામાં સફળ રહ્યા

News18 Gujarati
Updated: March 14, 2019, 7:51 PM IST
જેડીએસ-કોંગ્રેસ વચ્ચે સીટ શેરીંગ ફોર્મૂલા BJP માટે થઈ શકે છે વરદાન સાબિત
ગત અઠવાડીએ જેડીએસ સુપ્રિમો અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પાર્ટી માટે 8 સીટો લેવામાં સફળ રહ્યા
News18 Gujarati
Updated: March 14, 2019, 7:51 PM IST
(ડીપી સતીશ)

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બુધવારે લોકસભા સીટોની વહેંચણી પર સહમતી બની ગઈ છે. જેડીએસ 8 અને કોંગ્રેસ 20 બેઠકો પર ચૂંટણી લડશે. સહમતિની જાહેરાતના એક દિવસ બાદ ગુરૂવારે કોંગ્રેસના એક નેતાએ કહ્યું, હારા કિરી પર પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કર્ણાટક રાજ્યના લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓની ભાવનાઓને ધ્યાનમાં રાખી ગઠબંધન કર્યું છે. એક મહિનાના લાંબા વિચાર વિમર્શ બાદ કોંગ્રેસ અને જેડીએસે રાજ્યમાં 20-8ના ફોર્મૂલા પર સીટ શેરીંગને અંતિમ રૂપ આપ્યું છે.

ભલે કોંગ્રેસના શીર્ષ નેતાઓમાંથી કોઈ સીટની વહેંચણીને લઈ ખુલીને નથી બોલ્યા. પરંતુ, હવે સ્પષ્ટ બેચેની જોવા મળી રહી છે. કોંગ્રેસનું રાજ્ય નેતૃત્વ 6થી વધારે સીટો આપવા માંગતુ ન હતું. પરંતુ, વાતચીતમાં આ મામલો સમજી લેવામાં આવ્યો.

ગત અઠવાડીએ જેડીએસ સુપ્રિમો અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને પાર્ટી માટે 8 સીટો લેવામાં સફળ રહ્યા. તમને જણાવી દઈએ કે, વિધાનસભામાં કોંગ્રેસના 80ના મુકાબલામાં જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે. જેડીએસ રાજ્યના મૌસુર વિસ્તારના 6 જીલ્લામાં વધારે સક્રિય છે. રાજ્યના બાકી વિસ્તારોમાં જેડીએસની હાજરી ના બરાબર છે, પરંતુ આ વિસ્તારમાં તેનું વર્ચસ્વ છે.

સીટ વહેંચણીમાં જેડીએસે હસન અને માંડ્યા લોકસભા સીટ માંગી લીધી છે, જોકે, આ કોંગ્રેસનો ગઢ છે. આ સાથે જ જેડીએસે તુમકુર લોકસભા સીટ પણ પોતાના માટે સુરક્ષિત રાખી લીધી છે. આ વિસ્તારમાં કોંગ્રેસ પાસે 5 અને તેના મુકાબલે જેડીએસ પાસે 5 ધારાસભ્ય છે.
First published: March 14, 2019
વધુ વાંચો अगली ख़बर