Home /News /national-international /શ્રીહરિકોટાથી GSAT-7A સેટેલાઇટનું સફળ લોન્ચિંગ, જાણો એરફોર્સ માટે કેવી રીતે મદદરૂપ થશે

શ્રીહરિકોટાથી GSAT-7A સેટેલાઇટનું સફળ લોન્ચિંગ, જાણો એરફોર્સ માટે કેવી રીતે મદદરૂપ થશે

પ્રતીકાત્મક તસવીર

આ સેટેલાઇટને તૈયાર કરવામાં લગભગ 500થી 800 કરોડ રૂપિયાનો ખર્ચ, એરફોર્સ માટે કેમ ખાસ છે GSAT-7A?

ન્યૂઝ18 ગુજરાતી: આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ઇસરો GSAT-7A સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરવાનું છે. તેને પૃથ્વીના જિયો ઓર્બિટ (કક્ષા)માં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઇટ કક્ષામાં સ્થાપિત થઈ જવાથી સૌથી વધુ ફાયદો ભારતીય એરફોર્સને થવાનો છે. જાણે શું હશે આ સેટેલાઇટની ખાસિયતો.

એરફોર્સ માટે કેમ ખાસ છે GSAT-7A?
આ કોમ્યુનિકેશન સેટેલાઇટ દ્વારા એરફોર્સ પોતાના તમામ રડાર સ્ટેશનોને પરસ્પર જોડી શકશે. આ ઉપરાંત તેના દ્વારા તમામ એરબેઝ અને અવાક્સ સ્પેસક્રાફ્ટ પણ પરસ્પર સરળતાથી વાતચીત કરી શકે. આ અવાક્સ પ્લેન હવાઈ ચેતવણી અને નિયંત્રણ પ્રણાલીનો હિસ્સો હોય છે. અવાક્સને આકાશમાં આંખ પણ કહેવામાં આવે છે. તે 400 વર્ગકિમી એરિયામાં દુશ્મનની હરકત પર નજર રાખનારી સિસ્ટમ છે.

એટલું જ નહીં, આ સેટેલાઇટ દ્વારા ડ્રોન સાથે જોડાયેલા ઓપરેશનમાં પણ મદદ મળશે. તે એવી રીતે થશે કે જે ઓપરેશનને હાલમાં એરફોર્સ જમીનથી સંચાલિત કરવા પડે છે તેને તેઓ સીધા સેટેલાઇટથી સંચાલિત કરી શકશે.


તેનાથી અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) એટલે કે ડ્રોનના સંચાલનમાં એરફોર્સને મદદ મળશે. ભારત આ સેટેલાઇટનું લોન્ચિંગ એવા સમયે કરી રહી છે જ્યારે તે અમેરિકાના સૈન્ય ડ્રોન પ્રીડેટર-બી કે સી ગાર્ડિયન ડ્રોનની ખરીદી કરી રહ્યું છે. તે ખૂબ જ ઊંચાઈ પર સ્થિરતાથી ઉડનારું ડ્રોન છે. અને તેને સેટેલાઇટ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. સાથોસાથ આ ડ્રોન ખૂબ જ દૂરથી જ દુશ્મન પર વાર કરી શકે છે.

શું છે GSAT-7Aના ફીચર્સ?
આ સેટેલાઇટને તૈયાર કરવામાં લગભગ 500થી 800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એક ખાસ વાત એ છે કે તેમાં કક્ષા બદલવા માટે પણ સિસ્ટમ હશે. તેને ઉર્જા આપવા તેમાં લાગેલી ચાર સોલાર પેનલ, જે 3.3 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે.

ઈસરો અત્યાર સુધી માત્ર ભારતીય એરફોર્સ માટે કેટલા સેટેલાઇટ લોન્ચ કરી ચૂક્યું છે?
આ પહેલા ઈસરો GSAT-7 પણ લોન્ચ કરી ચૂક્યું છે. તેને રુક્મણી પણ ઓળખવામાં આવે છે. સપ્ટેમ્બર 2013માં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઇટથી ભારતીય નેવીને ભારતીય સુમુદ્રી ક્ષેત્રમાં ભારતીય યુદ્ધ જહાજોને 2000 નોટિકલ માઇલ્સના ક્ષેત્રની ગતિવિધિઓની જાણકારી આપી શકાતી હતી. ભારતીય એરફોર્સને ટૂંક સમયમાં GSAT-7C પણ મળવાની આશા છે. જેનાથી તેનું નેટવર્કિંગ વધુ મજબૂત થશે.


હાલ ભારતીય સેનાઓ પાસે કુલ 13 ઉપગ્રહ છે. જેમાંથી મોટાભાગના રિમોટ સેન્સીંગ સેટેલાઇટ છે. જેને ધરતીની નજીકની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં જ ભારતીય સેનાને પાકિસ્તાનમાં કરેલા સર્જિકલ સ્ટ્રાઇક અને આતંકી ઠેકાણાઓના નષ્ટ કરવામાં પણ આ સેટેલાઇટથી મદદ મળી હતી.

હાલ દુનિયામાં કેટલા મિલિટ્રી સેટેલાઇટ્સ છે?
હાલ દુનિયામાં લગભગ 320 મિલિટ્રી સેટેલાઇટ્સ છે, જે ધરતીના ચક્કર લગાવી રહ્યા છે. જોકે, તેમાંથી અડધા અમેરિકાના છે. ત્યારબાદ સૌથી વધુ મિલિટ્રી સેટેલાઇટવાળો દેશ રશિયા અને ચીનનો નંબર આવે છે. આજના સમયમાં ચીન, ભારતનો કટ્ટર પ્રતિદ્વંદી પૈકીનો એક દેશ છે.

ચીને અંતરિક્ષમાં યુદ્ધ રણનીતિના મામલામાં ઘણો વિકાસ કરી લીધો છે. ચીને પોતાના ASAT હથિયારોનો પ્રયોગ પણ જાન્યુઆરી 2017માં કરી ચૂકી છે. તે એન્ટી-સેટેલાઇટ હથિયાર છે, જે ઓછી ઊંચાઈના સેટેલાઇટ્સની વિરુદ્ધ કામ કરે છે.
First published:

Tags: Indian Armed Forces, ISRO satellite launch, ઇસરો, ભારતીય વાયુસેના, ભારતીય સેના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો